આંખ્યુંના આંજણમાં – સુરેશ દલાલ

સ્વર : અનાર કઠિયારા, આરતી મુન્શી.
સ્વરાંકન : ઓરીગીનલ કંપોઝીશન – ક્ષેમુ દિવેટીઆ
આલ્બમ : હસ્તાક્ષર (શ્યામલ – સૌમિલ મુન્શી)

.

ટહુકો ફોંઉન્ડેશન પ્રસ્તુત “સંવેદનાનની સુરાવલી” કાર્યક્રમમાં હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ અને આણલ અંજારિયાના અવાજમાં ગવાયેલ ગીત :

આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસુડો લાલ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !

આવતા ને જાતા આ વરણાગી વારયાએ મચાવ્યાં છે ઝાઝા તોફાન;
ભૂલીને ભાન ભંવર ભમતો ભમે છે આજ પુષ્પોના અમરતને પાન.
આંબલિયે બજવે છે કોકિલ બાંસુરિયા અંતરને ઊંડે ઉછાળ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !

લૂમઝૂમતી મંજરીની હરિયાળી મ્હેક મારી મબલખ જગાવે છે ઝંખના;
નજરુંને હેરીને જોયું જરીક, કેવાં ઊડે પતંગિયા અજંપના !!
થઇને ગુલાલ આજ રંગે ઘરાની ધૂળ વાયરાના રેશમી રૂમાલ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !

———-

સૌમિલભાઇએ જ્યારે હસ્તાક્ષરના દરેક આલ્બમમાંથી એક રચના ‘ટહુકા’ પર મૂકવાની પરવાનગી આપી, ત્યારે જે ખુશી થઇ એને શબ્દો આપવા મુશ્કેલ છે. કારણકે મારી સંગીતની દુનિયાની વાત થતી હોય, તો એ હસ્તાક્ષર વગર તો અધૂરી જ ગણાય. આજે ‘સુરેશ દલાલ’ના હસ્તાક્ષરમાંથી એક રચના મૂકવાનુ વિચાર્યું, ત્યારે ફરી એજ પ્રશ્ન, “બધા જ ગીતો જ્યારે masterpiece હોય, તો મારે કયું લેવું અને કયું ના લેવું ? ”

છેલ્લે ‘આંખ્યુંના આંજણમાં..’ પસંદ કર્યું, જેનુ એક કારણ અનાર કઠિયારા અને આરતી મુન્શીનો સ્વર. એટલી સરસ રીતે આ ગીત ગાયું છે, કે હિન્દી ફિલ્મોમાં બઉ ઓછા એવા ‘Female Duets’ યાદ આવી જાય. ‘મેરે મહેબૂબમેં ક્યા નહીં’, ‘મન ક્યું બેહકા’, ‘એ કાશ કિસી દિવાને કો’, ‘મોરે.. ઘર આયે સજનવા’ વગેરે મારા ઘણાં ગમતા ગીતો.

આશા છે કે ‘સુરેશ દલાલ ના હસ્તાક્ષર’માંથી પસંદ કરેલું આ ગીત તમને પણ ગમશે.

24 replies on “આંખ્યુંના આંજણમાં – સુરેશ દલાલ”

  1. ક્યાં ખોળો છો એને ? જીવનમાં ફાગણ આવે ને હોય કુદરત કે હોય ભીતર મન,શોધો તો રંગ ને સુગંધના સરોવર મળે.મનની નાની નાની અનુભૂતિના રંગનીં છોળો ઉછાળ,કારણ તું જોઈ શકે તો પ્રકૃતિ કે મન રમવા માટે હંમેશ તૈયાર છે.જોને આ વાયરાએ ઉડાવેલી ધૂળ ક્યાં છે,ધરાએ છાંટેલો ગુલાલ છે

  2. સાવરેીયા બેલદેી તહુકામા અવશ્ય રમવા ગાવા પધારશોને ફરેી ફરેી.
    અભિનન્દન્.

  3. dear oha 13th july 2006 nu avu sunder geet aamo chhhek 24th sept 2011 na roz sambhalava pamya!!!! bhai NKDno aabhar and Gujarati bhashama paan aatla sunder shabdothi bharpoor geet hoye and ganar paan aatla sunder swarma….!!!!
    aamone yaad chhe Tushar shukla nu geet Dariyana Mauza retine pooche tane Bhinzavu Gamshe ke kem and Jatta ne aavta tame ubha raho cho paan vato karo tau ghanu saru…aa banne sambhalya te paan Bansri Vora karine aamari ladki dikari dwara bhet….
    Tahuko kharekhaar GUJARAT NO TAHUKO J CHHE……
    jay shree krishana saune
    sanatbhai dav…

  4. ગીત રચનારા અને ગાયકોને અભિનઁદન !
    ઘણુઁ ઉન્માદક અવાજ અને સ્વરોવાળુઁ છે.
    ગેીત મૂકવા બદલ બહેનાનો આભાર !

  5. આરતી બહેન ખરેખર આ ગીત ગાતા નથી… ટહુકે છે. ધ્ન્ય છે ગુજરાત મા આવા સરસ કલાકારો છે……….

  6. Hello, Aarti Munshiji…Jai Jinendra…Maru name Devangi Shah Che,Hu Bhailalbhai.C.Shah[C.N.Vidhyalay-A’bad]ni Ppautri chu.mari tamane request che ke jo a site par mara dada nu koi pai Git hoy temna voice ma to te mane tame janavo jethi hu ane mara family members te sabhadi sakie.
    Thanks for u r give me u r precious time.

    ane jo temnu koi song na hoy ane a site par muki sakoto…tamaro khubkhub abar.

    Devangi Shah

  7. આપણેી પાસે આંખ્યુંનાં આંજણમાં ગેીત નું ઓરેીજેીનલ ગેી (સંગેીત સુધા આલ્બમ્)માં થેી હોય તો વધુ મજા આવે… આ રેીમેીક્સ કરતા….

  8. “aankhyun na aanjan maa” sung by anar kathiara and aarti munshi is composed by late shri kshemoo divatia.shyamal -saumil has taken that song in Hastakshar. this is for your information. thanks.
    malove divatia
    ahmedabad

  9. hello,
    taru geet sambhalyu ishaan my son heard his first gujarati song and that was urs…he is proud of u…
    i felt so good to hear ur song…
    send me links if ur songs are on internet..
    will keepon listening to grt gujarati songs.

  10. એક વાર તુષાર શુક્લ સાહેબે કહ્યુ હતું, આરતી બહેન ગાતા નથી, ટહુકે છે. એક્દમ્ સાચી વાત છે. “હસ્તાક્ષર”નો ઉલ્લેખ કર્યા વગર ગુજરાતી સંગીતની વાત અધૂરી છે.

  11. જયશ્રીબેન ,
    ટહુકા પર દરેક વખતે અભિપ્રાય ન આપવા છતાં હું દરરોજ ટહુકાની મુલાકાત અચૂક લઉં છું પ્રસંગ , તહેવાર કે ઉત્સવ ને અનુરુપ ગીતો મૂકીને વિદેશમાં વસતા લોકોને તમે વતનની યાદ અપાવો છો અને વતન સાથેના તાણાવાણા જોડી આપો છો તેનો ખૂબ આનંદ થાય છે ફાગણની ફોરમ ફેલાવતા ગીતો ખૂબ ગમ્યા આપને હાર્દિક અભિનંદન. અને પામરી એટલે દુપટ્ટો કે ઉપરણુ,એક ગીતમાં આ શબ્દ બાજુમા પ્રશ્નચિન્હ મૂક્યુ હતુ તેથી જાણ કરી. આપનો ટહુકો સદા ટહુક્યા કરે તેવી શુભેચ્છા.
    દિનેશ ગુસાણી

  12. simply a feel for whole fagunian happiness. wah kesudo,wah manjaree,wah rang ,wah gulal,wah reshmi
    rumal ane wah SURESH DALAL AND CERTAINLY WAH
    JAYSHREE KRISHNA!

  13. મને બહુ જ ગમતું અને વારંવાર સાંભળવાનું મન થાય તેવું ગીત….

  14. […] આંખ્યુનાં આંજળમાં ફાગણનો કૈફ અને  અંબોડે કેસૂડો લાલ… રંગ ને સુગંધના સરવરીયે સંગ સંગ, સાંવરીયા રમવાને ચાલ… હો સાંવરીયા રમવાને ચાલ… સાંવરીયા રમવાને ચાલ… […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *