તમે વાતો કરો તો….- સુરેશ દલાલ

આજે સપ્ટેમ્બ ૦૮મી એ આરતીબેનનો જન્મદિવસ….એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણીએ એમણે ગાયેલું આ ‘હસ્તાક્ષર’ આલબ્મનું સુરેશ દલાલનું મઝાનું ગીત..!!

દૂરનું આકાશ મને મારું લાગે….

સ્વર – આરતી મુન્શી
સંગીત – શ્યામલ-સૌમિલ મુન્શી
આલબ્મ – હસ્તાક્ષર (સુરેશ દલાલ)

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

Posted previously on October 11, 2006 

થોડા દિવસો પહેલા બે સરખા જેવા ગીતો એક સાથે મોરપિચ્છ અને ટહુકો પર મૂકેલા; ( અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં – ભાગ્યેશ જહા અને પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં – હરીન્દ્ર દવે )

આજે પણ કંઇક એવું જ…. “તમે અહીંયા રહો તો … ” અને “તમે વાતો કરો તો..” સુરેશ દલાલના હસ્તાક્ષરમાં “તમે વાતો કરો તો.. ” સ્વરબધ્ધ થયેલું છે, એટલે ઘણાં એ કદાચ સાંભળ્યું હશે. અને ‘તમે અહીંયા રહો તો, ‘ભાગ્યેશ જહા’ની બીજી રચનાઓ સાથે ‘આપણા સંબંધ’ આલ્બમમાં સોલીભાઇએ ખૂબ સરસ ગાયું છે.

ટહુકો ફોંઉન્ડેશન પ્રસ્તુત “સંવેદનાનની સુરાવલી” કાર્યક્રમમાં પલક વ્યાસના અવાજમાં ગવાયેલ ગીત :

તમે વાતો કરો તો થોડું સારું લાગે;
આ દૂરનું આકાશ મને મારું લાગે.

વૃક્ષો ને પંખી બે વાતો કરે છે
ત્યારે ખીલે છે લીલેરો રંગ;

ભમરાના ગુંજનથી જાગી ઊઠે છે
ફૂલોની સૂતી સુગંધ
તમે મૂંગા તો ઝરણું પણ ખારું લાગે;

રોમાંચે રોમાંચે દીવા બળે
અને આયુખું તો તુલસીનો ક્યારો;

તારી તે વાણીમાં વ્હેતી મુકું છું હું
કાંઠે બાંધેલો જનમારો.
એક અમથું આ ફૂલ પણ ન્યારું લાગે

—–

આજે કવિ શ્રી સુરેશ દલાલનો જન્મદિવસ. આપણા તરફથી એમને હાર્દિક શુભેચ્છાઓ. એમની બીજી રચનાઓ અહીં માણી શકશો.

ટહુકા પર : આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ
લયસ્તરો
ડોસા-ડોસી
સિદ્ધાર્થમાંથી બુદ્ધ

14 replies on “તમે વાતો કરો તો….- સુરેશ દલાલ”

  1. સુન્દર રચના મલેી સામ્ભલવા આજે
    મારુ મન પ્રફુલ્લેીત થયુ ઘનુ

  2. પ્રેમીને મળવાની ઉત્ક્ટ ઝન્ખના આ કાવ્યમા સારી રીતે વ્યક્ત થાય છે.છેલ્લી કડીમા “વહેતી મુકુ છુ ” ને બદલે “વહેતો મુકુ છુ” જોઇએ.

  3. Great persons have Born in month of September,including Dr. SarvaPalli Radha Krishnan !!!Many happy returns and congrats to all of them,inclusive of AAratben !!!
    Tame Gao To Akash Pan Ambhale Ane Tamari Pase Aawe !!!
    Bus Gata Raho Tevi Hardik subhechhao !!!

    Upendraroy Nanavati

  4. મને તમારેી શાયરેી એક દોસો દોસિ ને હજિ વહાલ કરે ચ્હે
    કમલ કરે ચે,ખુબ પસન્દ પદિ

  5. આ ગીતની પહેલી બે પંક્તિઓ કંડારેલું દિવાળી કાર્ડ હાલ ઑર્થોપેડિક તબીબ એવા મારા એક મિત્રે મને મોકલ્યું હતું ત્યારે આ પંક્તિ કોની છે એ પણ ખબર ન્હોતી, માત્ર આ પંક્તિઓએ રચેલા વિશ્વમાં ભૂલા પડી જવાયું હતું… ચડતી યુવાનીના દિવસોને યાદ કરાવી દીધા અને એ પણ સામી દિવાળીના ટાંકણે જ… આભાર!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *