( સુનામી, દરિયાઈ ભૂકંપ, ડિસેમ્બર 26, 2004 )
નક્કી દુખે છે તને પેટમાં !
નહિતર તું આ રીતે મોજાં કંઇ મોકલે, ને ડુંસકાંઓ મોકલે કંઇ ભેટમાં ?
નક્કી દુખે છે તને પેટમાં !
નહિતર આ આંગણું જ રમતી પગલીઓનો અટકાવે કોઇ દિવસ શ્વાસ ?
માના ખોળામાંથી થરથર કંપીને કદી ઊડતો જોયો છે વિશ્વાસ ?
ઘૂંટી ઘૂંટીને કેવો કક્કો લખે, ને પાછો ભૂંસી પણ નાખે છે સ્લેટમાં ?
નક્કી દુખે છે તને પેટમાં !
નહિતર તું ધારે તો દરિયા પીવે છે, ને ધારે તો પીવે છે ઝેર.
રોઇ રોઇ મોજાંએ પૂછ્યું હશે કે મારે કાંઠાની સાથે શું વેર ?
બહેરા બે કાન કદી સાંભળે છે કોઇનુંય ? લઇ લે જે આવે લપેટમાં.
નક્કી દુખે છે તને પેટમાં !
માણસની જેમ હવે તારી પણ માણસાઇ, પળભરમાં જાય છે કાં ફાટી ?
વ્હાલસોયાં સપનાંનાં ઢગલાંને સંઘરતાં કંપી ઊઠે છે હવે માટી.
આંસુની કિંમત કાં સસ્તી થઇ જાય સાવ, દર વખતે તારા બજેટમાં ?
નક્કી દુખે છે તને પેટમાં !
(આમ તો આ કાવ્ય ‘સુનામી’ને ઘ્યાન્માં રાખીને લખાયું છે, પરંતુ છેલ્લી થોડી પંકિતો મુંબઇની આજની પરિસ્થિતિને ઘણી અનુરૂપ લાગે.)
કવિનેી અદભુત કલ્પના.
સચોત શબ્દ રચના.કુદરતને તહુકાર કરવાનેી કલ્પના પ્રશન્શેીય્.
અદભુત્!!
આહા ક્રુશ્ન્ભાઇ તમારી કલમ નો શુ જાદુ છે……………
It is difficult not to become a fan of Krushna Dave…Patangiya ne kahejo uniform pehri ne aave…and unique combination of Lord Krishna with that ‘dot com’….
માના ખોળામાંથી થરથર કંપીને કદી ઊડતો જોયો છે વિશ્વાસ ?
ઘૂંટી ઘૂંટીને કેવો કક્કો લખે, ને પાછો ભૂંસી પણ નાખે છે સ્લેટમાં ?
રોઇ રોઇ મોજાંએ પૂછ્યું હશે કે મારે કાંઠાની સાથે શું વેર ?
આંસુની કિંમત કાં સસ્તી થઇ જાય સાવ, દર વખતે તારા બજેટમાં ?
આ પન્ક્તિ ઓ અદભુત ચ્હે. – ક્રશ્ન દવે એ ઉપરવાલા ને ફરિયાદ કરિ ચ્હે કે જો તો આમ કરિશ તો તારિ ઉપર કોન વિશ્વાશ રાખ્શે. તુ દુખે પેત ને કુતે માથુ કા કરે.
ગુજરાત ભાશા નો વૈભવ અનેરો ચ્હે.
શૈલેશ જાનિ
ભગવાન સામેનો કવિનો આક્રોશ ખૂબ જ ધારદાર છે… ખૂબ જ સુંદર!
ઊર્મિ સાગર
http://www.urmi.wordpress.com
નક્કી દુ:ખે છે એ ઇશ્વરને પેટમાં !નહીંતો
સુનામી ,ને બોમ્બવિસ્ફોટો તો ના જોવાય ને ?
કવિ ! કોઇ દવા કરોને !આ સંહાર શેં ખમાય ?