Category Archives: મીરાંબાઇ

મીરાંબાઇ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

केनू संग खेलू होली - મીરાંબાઈ
पायोजी मैंने राम-रतन धन पायो - मीरांबाई
सांवरे रंग राची - मीरांबाई
એ રી મૈં તો પ્રેમદિવાની - મીરાંબાઇ
કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી - મીરાંબાઈ
કાનુડો માંગ્યો દેને રે યશોદા મૈયા - મીરાંબાઈ
કાનુડો શું જાણે મારી પીડ - મીરાંબાઈ
કીને કાંકરી મોહે મારી રે - મીરાબાઇ
ગોવિંદો પ્રાણ અમારો - મીરાંબાઈ
જૂનું તો થયું રે દેવળ - મીરાંબાઈ
ઝેર તો પીધાં જાણી જાણી - મીરાંબાઇ
પગ ઘુંઘરું બાંધી મીરાં નાચી રે - મીરાંબાઇ
મનડું વિંધાણું રાણા... - મીરાંબાઇ
મુખડાની માયા લાગી રે - મીરાંબાઇ
મોહે લાગી લટક ગુરુ ચરનનકી - મીરાંબાઈ
રાજા તારા ડુંગરિયા પર - મીરાંબાઈ
વૃંદાવન મોરલી વાગે છે... - મીરાંબાઈसांवरे रंग राची – मीरांबाई

સ્વર – લતા મંગેશકર
સંગીત – હ્રદયનાથ મંગેશકર
આલબ્મ – ચલા વાહી દેશ (૧૯૬૯)

सांवरे रंग राची
राणा, मैं तो सांवरे रंग राची.
हरि के आगे नाची,
राणा, मैं तो सांवरे रंग राची.

एक निरखत है, एक परखत है,
एक करत मोरी हांसी,
और लोग मारी कांई करत है,
हूं तो मारा प्रभुजीनी दासी … सांवरे रंग

राणो विष को प्यालो भेज्यो,
हूं तो हिम्मत की काची,
मीरां चरण नागरनी दासी
सांवरे रंग राची … सांवरे रंग

– मीरांबाई

કાનુડો શું જાણે મારી પીડ – મીરાંબાઈ

સ્વર : દમયંતિ બરડાઇ

સ્વર : રેખા ત્રિવેદી

કાનુડો શું જાણે મારી પીડ?
બાઈ અમે બાળ કુંવારા રે….
કાનુડો શું જાણે….

જળ રે જમુનાના અમે ભરવાને ગ્યા’તા વા’લા,
કાનુડે ઉડાડયા આછાં નીર, ઉડયા ફરરરર રે….
કાનુડો શું જાણે….

વૃંદા રે વનમાં વ્હાલે રાસ રચ્યો ને,
સોળસે ગોપીના તાણ્યા ચીર, ફાટ્યાં ચરરરર રે….
કાનુડો શું જાણે….

જમુનાને કાંઠે વ્હાલો ગોધણ ચારે રે,
વાંસળી વગાડી, ભાગ્યા ઢોર, ભાગ્યાં હરરરર રે….
કાનુડો શું જાણે….

હું વૈરાગી કાના તમારા રે નામની રે,
કાનુડે માર્યાં છે અમને તીર, વાગ્યાં અરરરર રે….
કાનુડો શું જાણે….

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
કાનુડે બાળીને કીધા ખાખ, રાખ ઉડી ખરરરર રે….
કાનુડો શું જાણે….

– મીરાંબાઈ

મુખડાની માયા લાગી રે – મીરાંબાઇ

જૂન ૧૫, ૨૦૦૯ માં મુકેલું આ મીરાંબાઇનું ગીત આજે બે અલગ સ્વરાંકનમાં……

સ્વર – દિપાલી સોમૈયા
સંગીત – આશિત દેસાઇ ?

સ્વર – કૌમુદી મુનશી
સંગીત – ?

મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા

મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું
મન મારું રહ્યું ન્યારું રે, મોહન પ્યારા … મુખડાની માયા

સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું
તેને તુચ્છ કરી દેવું રે, મોહન પ્યારા … મુખડાની માયા

સંસારીનું સુખ કાચું, પરણીને રંડાવું પાછું,
તેને તો શીદ યાચું રે, મોહન પ્યારા … મુખડાની માયા

પરણું તો પ્રિતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો,
રાંડવાનો નાવે વારો, મોહન પ્યારા … મુખડાની માયા

મીરાંબાઈ બલિહારિ, આશા મને એક તારી
સંસારથી રહી ન્યારી રે, મોહન પ્યારા … મુખડાની માયા

– મીરાંબાઇ

पायोजी मैंने राम-रतन धन पायो – मीरांबाई

આવો રામનવમી અને ભગવાન સ્વામિનારાયણ જયંતિ ઊજવતા આજે સાંભળીએ મીરાંબાઈનું પ્રખ્યાત અને અમારું મન-પસંદ ભજન…..


(ભગવાન સ્વામિનારાયણ / ભગવાન રામ)

સ્વર – લતા મંગેશકર

સ્વર – આશિત દેસાઇ ?

पायोजी मैंने राम-रतन धन पायो.

वस्तु अमुलख दी मेरे सतगुरू,
किरपा कर अपनायो … पायोजी मैंने

जनम जनमकी पूंजी पाइ,
जगमें सभी खोवायो … पायोजी मैंने

खरचै न खूटे, चोर न लूटे,
दिन दिन बढत सवायो … पायोजी मैंने

सतकी नाव, खेवटिया सतगुरू,
भव-सागर तर आयो … पायोजी मैंने

मीरां के प्रभु गिरिधर नागर,
हरख हरख जश गायो … पायोजी मैंने

– मीरांबाई

केनू संग खेलू होली – મીરાંબાઈ

આજે હોળી…..સૌને હોળીની શુભેચ્છા….

સ્વર : લતા મંગેશકર
સંગીત : હ્રદયનાથ મંગેશકર

केनू संग खेलू होली
पिया त्यज गये है अकेली..!

माणिक मोती सब हम छोडे
गले में पहनी सेली
भोजन भवन भलो नही लागे
पिया कारन भयी रे अकेली
मुझे दुरी क्युँ मेली ?

अब तुम प्रीत अवर सु जोडी
हम से करी क्युं पहेली ?
बहु दिन बीते, अजहुन आये,
लग रही ताला वेली
केनु दिल मा ये हेली ?

श्याम बिना जीयडो मुरझावे,
जैसे जल बिन बेली,
मीरा को प्रभू दरसन दिजो
मै तो जनम जनम की चेली
दरस बिना खडी दुहेली…

– મીરાંબાઈ