આજે એક મસ્ત મઝાનું ગીત માવજીકાકા પાસેથી મળી ગયું, તો થયું કે તમારી સાથે પણ વહેંચી જ લઉં..! જીરાથી છમકારેલી છાશ, તાજું માખણ (દુકાનમાં મળતું ‘બટર’ નહિં, હોં!), અને લાપસીની વાત એક જ ગીતમાં આવી જાય, તો કેટલું સ્વાદિષ્ટ બની જાય ગીત..!! 
સ્વરઃ પૌરવી દેસાઈ
રચનાઃ નિરંજન ભાર્ગવ
સંગીતઃ નવીન શાહ
Audio Player
જીરાથી છમકારી છાશ મારા વ્હાલમજી
જીરાથી છમકારી છાશ
આખા ઘરમાં છીંકાછીંક બસ
આખા ઘરમાં છીંકાછીંક બસ..
જીરાથી છમકારી છાશ
પપપ રે ગમપ, મમમ સારેગમ, ગગગ મગરેસા
છમકારો તો ચોકટ ચમચ ચમકી ચડી ગયો છે છાપરે
હલકી ફુલકી હવાની ઓઢણી ધમકની ધારે સાસરે
રમતો પુષ્પો કરી રહ્યા છે સવાદિયા થઈ સ્વાદ
પપપ રે ગમપ, મમમ સારેગમ, ગગગ મગરેસા
તાજું માખણ તાજું છે તો શેકું શુકનની લાપસી
મનમાં ગમતી વાત કરી ત્યાં કોણે પૂરાવી ટાપસી
મુંગામંતર બેઠાં’તાં જે ઓલ્યા બારે માસ ઈ
પપપ રે ગમપ, મમમ સારેગમ, ગગગ મગરેસા
જીરાથી છમકારી છાશ મારા વ્હાલમજી