સ્વરકાર: પૌરવી દેસાઈ
સ્વર: ભાવના દેસાઈ
.
મારે વર તો વિઠ્ઠલને વરવું છે,
બીજાને મારે શું કરવું છે,
મારે વર તો વિઠ્ઠલને વરવું છે.
નંદના કુંવર સાથે નેડલો બંધાણો,
ધ્યાન ધણીનું મારે ધરવું છે….બીજાને મારે..
અવર પુરુષની મારે આશ ન ધરવી,
છેડલો ઝાલીને મારે ફરવું છે….બીજાને મારે….
બાઈ મીરા કહે પ્રભુ ગિરિધર નાગર,
રાસમંડળમાં મારે રમવું છે…. બીજાને મારે….
-મીરાબાઈ
ભાવનાાબેન,
સુમધુર સ્વર અને સંગીત .
Very well and sweetly peacefully sung.
ઘણુ સુંદર ગીત અને એટલો જ મધુર અવાજ.
આભાર,
નવિન કાટવાળા