|
|
ઘણા વખતથી ટહુકો પર ગુંજતું આ મીરાંકાવ્ય, આજે કૌમુદી મુન્શીના સ્વરમાં અને એક અલગ જ સ્વરાંકન સાથે ફરીથી એક વાર… બંને સ્વરાંકન આટલા અલગ.. અને તો યે બંને એટલા જ સુરીલા… !
સ્વર : કૌમુદી મુન્શી
સંગીત : ??
This text will be replaced
———————–
Posted on September 19, 2008
સ્વર : બંસરી યોગેન્દ્ર (know more about Bansari Yogendra’s Musical Journey)
સંગીત : ક્ષેમુ દિવેટીયા
સંગીત Arranger : ઇમુ દેસાઇ

This text will be replaced
મનડું વિંધાણું રાણા, મનડું વિંધાણું
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું?
વિષ પીધે રાણા ના રે મરું.
મારું મનડું વિંધાણું
નીંદા કરે છે મારી નગરીના લોક રાણા
તારી શીખામણ હવે મારે મન ફોક રાણા
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું?
વિષ પીધે રાણા ના રે મરું.
મારું મનડું વિંધાણું
ભૂલી રે ભૂલી હું તો ઘરના રે કામ રાણા
ભોજન ના ભાવે નૈણે નિંદ હરામ રાણા
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું?
વિષ પીધે રાણા ના રે મરું.
મારું મનડું વિંધાણું
બાઇ મીરાં કહે પ્રભ્રુ ગિરીધરના ગુણ વ્હાલા
પ્રભુ ને ભજીને હું તો થઇ ગઇ ન્યાલ રાણા
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું?
વિષ પીધે રાણા ના રે મરું.
મારું મનડું વિંધાણું
———————
If you are in Los Angeles Area : Enjoy Musical Evening by Mrs. Bansari Yogendra
એક વર્ષ પહેલા : કેટલાં વર્ષે હું આવ્યો છું ગામ - મુકેશ જોષી
બે વર્ષ પહેલા : દરિયા જેવા દરિયાને પણ તરસ લાગે - બાલુભાઇ પટેલ
ત્રણ વર્ષ પહેલા : પાનખરની પ્રીતડી અમારી - દલપત ચૌહાણ , કાવ્યપ્રકાર
By Jayshree, on October 1st, 2009 in કૌમુદી મુનશી , ગીત , ટહુકો , નીનુ મઝુમદાર , રાજેન્દ્ર શાહ |
સ્વર : કૌમુદી મુન્શી
સંગીત : નીનુ મઝુમદાર

(Photo : DollsofIndia.com)
This text will be replaced
મને જરા ઝૂંક વાગી ગઇ
માલતીની ફૂલ કુમળી તોયે ડૂખ લાગી ગઇ
હલમહીંને જલને વળી જલને થાનક વ્યોમ
એક ઘડીમાં જોઈ લીધા હજાર સૂરજ સોમ
સોણલાની દોર દુનિયા નવી ગૂંથવાતી ગઇ
મને જરા ઝૂંક વાગી ગઇ…
ડંખનું લાગે ઝેર તો હોયે ઝેરનો ઉતારનાર
મીટ માંડી મેં ખેરવી લીધી નયનની જલઝાર
મોહન એના મુખની એમાં ભૂખ જાગી ગઈ
મને જરા ઝૂંક વાગી ગઇ…
એક વર્ષ પહેલા : Non-stop Garba
બે વર્ષ પહેલા : કાવ્ય - કરસનદાસ માણેક
ત્રણ વર્ષ પહેલા : કોણ માનશે? - ‘મરીઝ’
ગુજરાતી શાળામાં ભણેલા દરેકને આ સ્તુતિ થોડે -ઘણે અંશે તો યાદ જ હશે… ચલો, જો ભુલાઇ ગઇ હોય તો હું આજે યાદ કરાવી દઉં..! અને એ પણ ત્રણ અલગ-અલગ સ્વર-સંગીત સાથે..!! અને શાળાજીવન યાદ કરાવતી આ રચના સૌપ્રથમ સાંભળીએ બાળકોના સ્વરમાં….
This text will be replaced
સ્વર : મહાલક્ષ્મી અવરાણી
This text will be replaced
સ્વર : નિશા ઉપાધ્યાય, ગૌરવ ધ્રુવ
સંગીત : કૌમુદી મુન્શી
This text will be replaced
જીવન અંજલી થાજો !
મારું જીવન અંજલિ થાજો !
ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો;
દીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો !
મારું જીવન અંજલિ થાજો !
સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,
ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો !
મારું જીવન અંજલિ થાજો !
વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો;
હૈયાના પ્રત્યેક સ્પન્દને તારું નામ રટાજો !
મારું જીવન અંજલિ થાજો !
વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો;
શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો !
મારું જીવન અંજલિ થાજો !
એક વર્ષ પહેલા : એક કોયલ આંગણામાં રોજ ટહુકી જાય છે - કિરણ ચૌહાણ
બે વર્ષ પહેલા : આવ્યું છે કોઇ એની ખુશાલીની લા'ણ છે - શૂન્ય પાલનપુરી
આજે એક વધુ મીરાંબાઇનું ભક્તિગીત..!
સ્વર : કૌમુદી મુન્શી
This text will be replaced
ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે;
મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ન આવે રે.
મીરાંબાઈના મહેલમાં રે, હરિસંતનો વાસ;
કપટીથી હરિ દૂર વસે, મારા સંતન કેરી પાસ…ગોવિંદો…
રાણોજી કાગળ મોકલે રે, દો રાણી મીરાંને હાથ;
સાધુની સંગત છોડી દો, તમે વસોને અમારે સાથ… ગોવિંદો…
મીરાંબાઈ કાગળ મોકલે રે, દેજો રાણાજીને હાથ;
રાજપાટ તમે છોડી રાણાજી, વસો સાધુને સાથ… ગોવિંદો….
વિષનો પ્યાલો રાણે મોકલ્યો રે, દેજો મીરાંને હાથ;
અમૃત જાણી મીરાં પી ગયાં, જેને સહાય શ્રીવિશ્વનો નાથ… ગોવિંદો…
સાંઢવાળા સાંઢ શણગારજે રે, જાવું સો સો રે કોશ;
રાણાજીના દેશમાં મારે, જળ રે પીવાનો દોષ… ગોવિંદો…
ડાબો મેલ્યો મેવાડ રે, મીરાં ગઈ પશ્ચિમમાંય;
સરવ છોડીને મીરાં નીસર્યાં, જેનું માયામાં મનડું ન કાંય…ગોવિંદો….
સાસુ અમારી સુષુમણા રે, સસરો પ્રેમ-સંતોષ;
જેઠ જગજીવન જગતમાં, મારો નાવલિયો નિર્દોષ…. ગોવિંદો….
ચૂંદડી ઓઢું ત્યારે રંગ ચૂવે રે, રંગબેરંગી હોય;
ઓઢું હું કાળો કામળો, દુજો ડાઘ ન લાગે કોય…. ગોવિંદો…
મીરાં હરિની લાડણી રે, રહેતી સંત-હજૂર;
સાધુ સંગાતે સ્નેહ ઘણો, પેલા કપટીથી દિલ દૂર… ગોવિંદો…
(આભાર : રીડગુજરાતી.કોમ)
એક વર્ષ પહેલા : શૈશવ જો ઓચિંતુ આવી ભટકાય તો - હિતેન આનંદપરા
બે વર્ષ પહેલા : વગડાની વચ્ચે વાવડી ને વાવડીની વચ્ચે દાડમળી - અવિનાશ વ્યાસ
By Jayshree, on March 12th, 2009 in કૌમુદી મુનશી , ગીત , ટહુકો |
આજે ફરી ફાગણનું એક મજેદાર ગીત..! આમ તો ફાગણ મહિનો અડધો જતો પણ રહ્યો.. પણ હોળીના-કેસુડાના રંગોની વાત થતી હોય તો આવું રંગીલું ગીત સંભળાવવા માટે બીજા એક વર્ષ રાહ જોવાઇ?
This text will be replaced
હે અલબેલો…
હે અલબેલો ફૂલ છોગળીયાળો રસિયો ફાગણ આયો
હે કામણગારા…
હે જી કામણગારા….
કામણગારા કેસુડાનો રંગ છબીલો છાયો
…રસિયો ફાગણ આયો !
વનરાવનમાં તનમાં મનમાં થનગન જોબન લાયો
ફોરંતી પાંખડીએ આંજેલી આંખડીએ આવી
મઘુ ટપકટે મુકુલડે મલકાયો ફાગણ આયો
…રસિયો ફાગણ આયો !
હે આવ્યો મસ્તાનો ગોપી-ગોપ કેરા રાસે
કળીઓના કાળજળે આવ્યો પ્રેમભરી
મનમોહનની યાદ બનીને અંતરમાં સમાયો
…રસિયો ફાગણ આયો !
એક વર્ષ પહેલા : - ની ઉક્તિ - જગદીશ જોષી
બે વર્ષ પહેલા : H ये कौन चित्रकार है....
|
ભારતીય અને પાકિસ્તાની મૂળના ગઝલકારોને આમંત્રણ...
|
આપના અભિપ્રાયો: