Photo: Madhubani Paintings)
સ્વર : કૌમુદિ મુન્શિ
સંગીત સંચાલન : નીનુ મઝુમદાર
આસ્વાદ : હરીન્દ્ર દવે
પઢો રે પોપટ રાજા રામના, સતી સીતાજી પઢાવે,
પાસે રે બંધાવી રૂડું પાંજરુ, મુખ થી રામ જપાવે.
હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના….
પોપટ તારે કારણે, લીલા વાંસ વઢાવું,
એનું રે ઘડાવું પોપટ પાંજરુ હીરલા રતને જડાવું.
હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના….
પોપટ તારે કારણે શી શી રસોઇ રંધાવું,
સાકરનાં કરી ચુરમા, ઉપર ઘી પિરસાવું.
હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના….
પાંખ પીળી ને પગ પાડુંરા, કોટે કાંઠલો કાળો,
નરસૈયાના સ્વામીને ભજો રાગ તાણી રૂપાળો.
હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના….
– નરસિંહ મહેતા
પ્રસ્તુત ગીત સુશ્રી દમયંતી બરડાઈના કંઠમાં હાઈ-નૉટ્સમાં ઉપલબ્ધ છે..જે વધારે તળપદી છે.
ખુબ જ સુદર શબ્દો મલતા નથિ. I remember my childhood. I can not tell you how wonderful service you are doing.
narsih mehta gujarati bhajan jalsa
સ્વરાંકન પણ બહુ જ મમળાવવું ગમે એવું, સ્વર પણ એટલો જ મધુર અને શબ્દો પણ એવા જ ધન્યતા ભર્યા – વાહ સુંદર ત્રિવેણી રચાયો છે….આભાર જયશ્રી બેન
ખુબ ખુબ આભાર આ સુન્દર રચના બદલ
ખુબજ સુન્દેર ભજન. આધ્યત્મિક ઉચાઈએ લઈ જાય છે.અવાજ કૌમુદી મુનશીનો નથી.
૧૯૬૭ માં ધોરણ ૨ કે ૧૯૬૮ માં ધોરણ ૩માં ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આ રચના હતી સાથે સીતાજી અને પોપટનુ ચિત્ર હતુ. ત્યારે માત્ર ગાતા, અત્યારે અર્થ સમજાય છે. કોઈ જાણતલ વ્યક્તિ સ્પષ્ટ કરે કે ખરેખર સ્વર કોનો છે તો આભાર.
વાહ સ્કુલ ના દિવસો યાદ આવિ ગયા—-કેટલુ સુન્દર અને કેટલુ સરળ ભજન્
ૌમુદિજીના સ્વરમા આ ગીત સાંભળવુ ગમે છે.
કૌમુદીબહેનને નમસ્કાર;નરસૈયાને શ્રદ્ધાન્જલિ.
ગુજરાત આ બન્નેને સદાય યાદ રાખશે.આભાર.
આ અવાજ રાજુલ મહેતાનો છો.
goo composition & beautiful voice, thank you.
સુંદર ગીત – આ ગીતનુ introduction કવિ હરિન્દ્ર દવેએ કર્યુ છે અને કૌમુદિ મુન્શીએ ગાયેલુ છે
“નરસૈયો ભક્ત હરિનો” એ album મા આ ભજન છે
સ્વર કૌમુદિ મુન્શિ અથવા રજુલ મહેતા, સન્ગીત નિનુ મજુમદાર, આસ્વાદ હરીન્દ્ર દવે
કૌમુદિ મુનશી નો અવાજ છે?
પ્રિય જયશ્રીબેન નરસિંહ મહેતા નું ભજન ભક્તિ રસ થી ભરપુર છે નાનપણ માં સાંભળેલ ને ગાતા હતા આજે અહીં મુકવા બદલ આભાર પણ સંભળાતું નથી..file not found ..એનો અફસોસ થયો છે. પાંખ પીળી ને પગ પાડુંરા, કોટે કાંઠલો કાળો,(પોપટી રંગમાં મીઠ્ઠુમિયાં નજરે તરવર્યો)
નરસૈયાના સ્વામીને ભજો રાગ તાણી રૂપાળો. હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના…..ખુબ સુંદર ભજન..!
Try again Rekhaben, it is now playing.
Thank you Jayshriben.
પોપટ રૂપે આત્મા, પાન્જરા રૂપે શરીર અને ત્રણે કડીમા ભૌતિક વસ્તુમા આળોટતો જીવ. એ આત્મા-જીવને ઈશ્વર ભજવાનો સંદેશ છે!
એમા વાસ્તવિક લીલુડા પોપટની વાત નથી સમજવાની.