Category Archives: રિષભ Group

રિષભ Group શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

રિષભ Group ના ગરબાઓ... - 2
છેલછબીલે છાંટી મુજને - પ્રિયકાંત મણીયાર
જમુના ને કાંઠે કા'નો વાંસળી વગાડતો - રિષભ Group
જય જય અંબા ભવાની...
ઝીણા ઝરમર વરસે મેહ - ન્હાનાલાલ કવિ
તમે ટ્હૂક્યાં ને... - ભીખુ કપોડિયા
તારા વિના શ્યામ મને એકલડું લાગે.... - રિષભ Group
ફાગણ ફોરમતો આયો...
ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં - રમેશ પારેખ
બોલાવે રાધા રાસ રમવાને શ્યામને..
માણિગર મોરલીવાળો શ્યામ...
મારે વણખૂલ્યા હોઠની કહેવી છે વાત - ગૌરાંગ દિવેટિયા
મુને એકલી જાણીને ક્હાને છેડી રે....
મુને એકલી મૂકીને રમે રાસ - રિષભ Group
રાધા ગોવાલડીના ઘર પછવાડે
રિષભ Group ના ગરબાઓ...
રિષભ Group ના ગરબાઓ... - 3
રેડિયો 11 : અચલ મહેતા અને રિષભ ગ્રુપ
રેશમિયા લૂગડામાં જઇને ડામર ગોળી મૂકી દે...
વાંસળી વાગી જમુનાને કાંઠે આજ શ્યામ હો...
વાંસળીથી વિખૂટો થઇને આ સૂર
શમણાંઓ પહેરીને ઉભા હોય દહાડા, રજની નવડાવે હુંફાળા હેતે....
શરદપૂનમની રાતમાં, ચાંદલીયો ઉગ્યો છે.. - રિષભ Group
સાહ્યબો... મારો ગુલાબનો છોડ... - કૈલાસ પંડિત
સૈયર હાલો ને જઇએ આજ ગરબે ઘૂમવાને
હું ક્યાંથી પાણી ભરું.... અને... રૂમાલ મારો રંગદાર છે........મુને એકલી મૂકીને રમે રાસ – રિષભ Group

. . . . . . .

હે મુને એકલી મૂકીને રમે રાસ
રંગીલા રાજા હવે નહી આવું તારી પાસ.

મનની માનેલી તને, મેલું શું એકલી
વા’લી લાગે છે મુને, રાધા રુઠેલી
હે મારા તનમનમાં તારો રે અવાજ
રંગીલા રાજા હવે નહી આવું તારી પસ
હે મુને એકલી….

અરે નંદનો કિશોર, આ તો નિકળ્યો રે ચોર
મેં તો માન્યો તો મોર, આ તો હરાયો ઢોર
હે મારે નથી જાવું એની ઓર
રંગીલા રાજા હવે નહી આવું તારી પસ
હે મુને એકલી….

રિષભ Group ના ગરબાઓ… – 3

આજે 13th October… એટલે કે, ફરી એકવાર અલ્પેશભાઇને ગમતા ગીતો સાંભળવાનું એક વધુ બહાનું :) Happy Birhtday Bhai..!! અને અલ્પેશભાઇને ખુબ ગમતા ગીતો એટલે રિષભગ્રુપના ગરબા. આ નવરાત્રીની મૌસમમાં એ પણ તો વધુ યાદ આવતા હોય છે, બરાબર ને ?

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

 

 • વેણુ વગાડતો..
 • કાન્હા ગોકુળ તે ગામ આજ આવ રે..
 • મારે વણખૂલ્યા હોઠની કહેવી છે વાત
 • વ્હાલમની વાંસળી વાગી
 • તમે ટહુક્યાને આભ મને ઓછું પડ્યું
 • મારો ગરબો ઘૂમ્યો રે લોલમલોલ…
 • હું તો ગરબે ઘૂમું ને ગોપી થઇ જાઉં
 • મા તારો ગરબો ઝાકમઝોળ
 • માડી તારા મંદિરીયે ઘંટારવ થાય
 • વ્હાલમની વાત કંઇ વહેતી કરાય નઇ
 • અલબેલો મને અડકે રે આંખથી
 • ઝીણા ઝરમરિયા મેહુલિયો વરસે
 • સાહ્યબો મારો રતુંબડો ગુલાલ રે
 • પનઘટે ઝલકતી ગાગર સાંભરે
 • ચાલો પાવાગઢ જઇએ
 • આજ તો ગોકુળ ગામને ગોંદરે
 • ઘેરું ઘેરું નગારું બોલે રે…
 • લેંબુડાના લીલા પીળા પાન..
 • રાધા ગોવાલડીના ઘર પછવાડે

પહેલા મુકેલી રિષભ Group ના ગરબાઓ ની રેડિયો પોસ્ટ અહી જુઓ –

રિષભ Group ના ગરબાઓ… – 1

રિષભ Group ના ગરબાઓ… – 2

વાંસળી વાગી જમુનાને કાંઠે આજ શ્યામ હો…

જમુનાને કાંઠે….ગોપીઓ રાસ રમે….

સ્વર/સંગીત – અચલ મહેતા (રિષભ Group)

તારી વાંસળી વાગી જમુનાને કાંઠે આજ શ્યામ હો…
વાંસળીના સૂર સુણી ગોપીઓ રાસ રમે આજ હો…

વાંસળી વાગી આજ વનમાં હો…
મોરલો નાચે મારા તનમાં હો…
હે મારું મનડું નાચે તનડું નાચે
નાચે અંગ-અંગ કે
શ્યામ સંગ રાસ રમું આજ રે

વાંસળી વાગી ગગનમાં હો…
મન રહે ના આજ તનમાં હો…
હે મારું મનડું નાચે તનડું નાચે
નાચે અંગ-અંગ કે
શ્યામ સંગ રાસ રમું આજ રે

રિષભ Group ના ગરબાઓ… – 2

આજે 13th October… એટલે કે, ફરી એકવાર અલ્પેશભાઇને ગમતા ગીતો સાંભળવાનું એક વધુ બહાનું 🙂 Happy Birhtday Bhai..!! અને અલ્પેશભાઇને ખુબ ગમતા ગીતો એટલે રિષભગ્રુપના ગરબા. આ નવરાત્રીની મૌસમમાં એ પણ તો વધુ યાદ આવતા હોય છે, બરાબર ને ?

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

છેલછબીલે છાંટી મુજને – પ્રિયકાંત મણીયાર

સૌને હોળી – ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!! ફાગણસુદ પડવોના દિવસે મુકેલો જય વસાવડા લિખિત લેખમાં આ ગીતના શબ્દો તો હતા.. પણ આ બંને સ્વરાંકનો આજના દિવસે તમારી સાથે વહેંચવા માટે બાકી રાખ્યા હતા.! 🙂

દેશથી દૂર રહેતા અમારા જેવાના નસીબમાં હોળી તાપવાનું – પ્રદક્ષિણા કરનાવું હોય ના હોય, એટલે તમને મોકો મળે તો અમારા બધા વતી પણ હોળી તાપી લેજો.. અને હા – શેકેલા નાળીયેરનો પ્રસાદ પણ !!

અને કાલે ફરી મળીશું – ધૂળેટીના રંગોભર્યા બીજા એક ગીત સાથે… 🙂

(છેલછબીલે છાંટી….Photo : Exotic India)

સ્વર : નિરૂપમા – અજિત શેઠ
સંગીત : અજીત શેઠ

This text will be replaced

સ્વર : ?
સંગીત : રિષભ Group (અચલ મહેતા)

.

છેલછબીલે છાંટી મુજને
છેલછબીલે છાંટી…
નિતના શ્યામલ જમુના જલમાં
રંગ ગુલાબી વાટી…

અણજાણ અકેલી વહી રહી હું
મુકી મારગ ધોરી
કહીં થકી તે એક જડી ગઇ
હું જ રહેલી કોરી
પાલવ સાથે ભાત પડી ગઇ
ઘટને માથે ઘાટી
છેલછબીલે છાંટી મુજને
છેલછબીલે છાંટી…

શ્રાવણના સોનેરી વાદળ
વરસ્યા ફાગણ માસે
આજ નીસરી બહાર બાવરી
એ જ ભૂલ થઇ ભાસે

સળવળ સળવણ થાય
મોરે જમ
પેહરી પોરી હો ફાટી
છેલછબીલે છાંટી મુજને
છેલછબીલે છાંટી…

તરબોળ ભીંજાણી, થથરી રહું,
હું કેમ કરીને છટકું?
માધવને ત્યાં મનવી લેવા,
કરીને લોચન લટકું

જવા કરું ત્યાં એની નજરની
અંતર પડતી આંટી…
છેલછબીલે છાંટી…

– પ્રિયકાંત મણીયાર