Category Archives: સોલી કાપડિયા

સોલી કાપડિયા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

અમથું જરાક અમે પૂછ્યું કે કેમ છો? - અનિલ જોશી
અમને પાગલને પાગલ કહી વારો નહીં - જગદીશ જોષી
અશ્રુ ચાલ્યા જાય છે ... - શયદા
આ શ્હેર તમારા મનસૂબા ઉથલાવી દે... - રમેશ પારેખ
આજે ફરીથી સાંજ પડે દિલ ઉદાસ છે - મનોજ મુની
આપણે હવે મળવું નથી -જગદીશ જોષી
ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ - ભાગ્યેશ જહા
એવું કાંઇ નહીં ! - ભગવતીકુમાર શર્મા
કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે - વીરુ પુરોહિત
કોકવાર આવતાં ને જાતાં મળો છો એમ..
ચાલ રમીએ સહિ - નરસિંહ મહેતા
જળ પ્રપાત હે વહો નિરંતર - ભાગ્યેશ જહા
ઝરણાં બનીને પહાડ ઓગળતા રહ્યા... - ભાગ્યેશ જહા
તમે અહીંયા રહો તો ... - ભાગ્યેશ જહા
તારી આંખનો અફીણી – વેણીભાઇ પુરોહિત
પુત્રવધૂનો સત્કાર - મેઘબિંદુ
પ્રિયતમની પ્રીત્યું પિછાણી - મેઘબિંદુ
પ્રેમ એટલે કે... - મુકુલ ચોક્સી
બસ ઓ નિરાશ દિલ... - મરીઝ
બે મંજીરાં - ભગવતીકુમાર શર્મા
મનોજ પર્વ ૦૯ : પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
મારા હ્રદયની વાત - મનોજ મુની
મેં તો ઝેર નો કટોરો સ્હેજ પીધો - ભાગ્યેશ જ્હા
મેળાનું નામ ના પાડો - ભાગ્યેશ જહા
વરસાદની મોસમ - હરીન્દ્ર દવે
શ્રાવણનાં મેળામાં - ધનજીભાઈ પટેલ
સાંવરિયો રે મારો સાંવરિયો (વ્હાલબાવરીનું ગીત) - રમેશ પારેખ
સાવ અચાનક મૂશળધારે... - તુષાર શુક્લ
સૂકી જુદાઇની ડાળ - અનિલ જોશી
હજુ પણ તમારી સતત યાદ આવે - કવિ મેઘબિંદુ
હરિવરને કાગળ લખીએ રે... - ભગવતીકુમાર શર્મા
હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં…. - વિનોદ જોષીચાલ રમીએ સહિ – નરસિંહ મહેતા

સ્વર – સોલી કાપડિયા, હેમા દેસાઇ
સ્વરાંકન – આશિત દેસાઇ (?)

ચાલ રમીએ સહિ ! મેલ મથવું મહી,
વસંત આવ્યો વનવેલ ફૂલી;
મ્હોરિયા અંબ, કોકિલ લવે કદંબ,
કુસુમ-કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી.

પહેર શણગાર ને હાર, ગજગામિની,
ક્યારની કહું છું જે ચાલ ઊઠી;
રસિક મુખ ચુંબીએ, વળગીએ, ઝુંબીએ,
આજ તો લાજની દુહાઈ છૂટી.

હેતે હરિ વશ કરી લ્હાવો લે ઉર ધરી,
કર ગ્રહી કૃષ્ણજી પ્રીતે પળશે;
નરસૈંયો રંગમાં અંગ ઉન્મત થયો,
ખોયેલા દિવસનો ખંગ વળશે.

– નરસિંહ મહેતા

પુત્રવધૂનો સત્કાર – મેઘબિંદુ

સ્વર – હેમા દેસાઈ
સંગીત – ચન્દુ મટ્ટાણી

સ્વર / સંગીત – સોલી કાપડિયા

સ્વર – રવિન્દ્ર સાઠે
સંગીત – મોહન બલસારા

લાડકવાઈ લાડી

તું રૂમઝુમ પગલે આવ, તું કુમકુમ પગલે આવ,
ઘરમંદિરને સ્નેહ સુગંધે અભર સભર મહેકાવ

શ્રધ્ધાનો લઈ દીપ ઘરને અજવાળાથી ભરજે
સ્મિત સમર્પણ ને વિશ્વાસે ઘરમાં હરજે ફરજે
જીવન તારું પુલકિત કરવા ભાવસુધા વરસાવ
તું કુમકુમ પગલે આવ, તું રૂમઝુમ પગલે આવ

દિલનાં સૌ અરમાનોથી તું રંગોળી નિત કરજે
હેત પ્રીત આદર મમતાથી સંબંધો જાળવજે
સપ્તપદીનાં સપ્તભાવથી માંગલ્ય પ્રગટાવ
તું કુમકુમ પગલે આવ, તું રૂમઝુમ પગલે આવ

માતપિતાને ભાઈ બહેનનો સ્નેહ તને સાંપડશે
જીવનપંથે સુખનો વૈભવ સહજ તને તો મળશે
ઈશકૃપાથી મળશે તુજને દાંમ્પત્યનો ભાવ
તું કુમકુમ પગલે આવ, તું રૂમઝુમ પગલે આવ

– મેઘબિંદુ

પ્રિયતમની પ્રીત્યું પિછાણી – મેઘબિંદુ

Happy Valentine Day to all.
પ્રસન્ન દાંયત્યનું સુખ જેણે માણ્યું છે એવી નાયિકાના હૈયાની વાત આ કવિતામાં કવિ શ્રી મેઘબંદુ એ રજૂ કરી છે. સોલી કાપડિયાનાં સ્વરાંકનમાં અને શીલા વર્માના સ્વરે આ ગીત એક મહેફિલમાં રજુ થયું હતું…..

સ્વર : શીલા વર્મા
સંગીત : સોલી કાપડિયા

પ્રિયતમની પ્રીત્યું પિછાણી
સૈયર હું તો પ્રિયતમને હૈયે દેખાણી

વરસોનાં વરસો તો વીતી ગયાં ને
તોયે પહેલાનાં જેવો ઉમંગ
ઋતુઓનાં રંગોનાં રંગ રંગ માણ્યા
પ્રિયતમની પ્રીતિને સંગ
મારા વ્હાલમની ભાવ ભરી વાણી
એના એક એક બોલમાં ભીંજાણી
પ્રિયતમની પ્રીત્યું પિછાણી
સૈયર હું તો પ્રિયતમને હૈયે દેખાણી

જિવનભર ગમતીલો વૈભવ મળ્યો
ને તેમાંયે સ્નેહભરી પ્રીત
કહેવાનું કેટલુંયે ભીતર ભર્યું છે
પણ આંસુમાં અટવાયું ગીત
પ્રભુ ! તારી કૃપાને મેં જાણી
મારા વ્હાલમે મુજને પ્રમાણી
પ્રિયતમની પ્રીત્યું પિછાણી
સૈયર હું તો પ્રિયતમને હૈયે દેખાણી

– મેઘબિંદુ

કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે – વીરુ પુરોહિત

સ્વર – સોલી કાપડિયા
સ્વરાંકન – દક્ષેશ ધ્રુવ

શીર્ષક વિનાની કોઈ વારતા....

કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે

આસપાસ દર્પણનો આભાસી તડકો,
તું સૂરજ ના હોવાની ધારણા
લાગણીનું રણમાં ચણાતું મકાન
પારદર્શકતા સગપણનાં બારણાં

પડઘાતી દૂરતા નેવાંની ધારમાં,
ને ધોધમાર રોજ કોઈ વરસે..
કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે

રોજરોજ આંખ્યુંમાં ઈચ્છાનું પક્ષીઓ
મળવાનું આભ લઈ આવતાં
આપણા સંબંધ સખી એવા કહેવાય,
જાણે શીર્ષક વિનાની કોઈ વારતા

એકાદી આંગળીને બંસી બનાવી
કોઈ ફૂંકો તો ગોકુળ સળવળશે…
કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે

– વીરુ પુરોહિત

બે મંજીરાં – ભગવતીકુમાર શર્મા

સ્વર – સ્વરાંકન : સોલી કાપડિયા

મારે રુદિયે બે મંજીરાં:
એક જૂનાગઢનો મહેતો, બીજી મેવાડની મીરાં…

ક્રુષ્ણક્રુષ્ણના રસબસ રણકે
પડે પરમ પડછન્દા:

એક મંજીરે સૂરજ ઝળહળ,
બીજે અમિયલ ચન્દા.

શ્વાસશ્વાસમાં નામસ્મરણના સરસર વહત સમીરા…

રાસ ચગ્યો ને હૈડાહોંશે
હાથની કીધી મશાલ;

વિષનો પ્યાલો હોઠ પામીને
નરદમ બન્યો નિહાલ.

હરિનાં જન તો ગહનગભીરાં, જ્યમ જમુનાનાં નીરાં…
મારે રુદિયે બે મંજીરાં.

– ભગવતીકુમાર શર્મા

( આભાર – પ્રભાતના પુષ્પો)