આજે ફરીથી સાંજ પડે દિલ ઉદાસ છે – મનોજ મુની

સ્વર – સંગીત : સોલી કાપડિયા

.

આજે ફરીથી સાંજ પડે, દિલ ઉદાસ છે.
છે સાથ તારો આજે, છતાં મન ઉદાસ છે.

ઢળતા સૂરજની લાલી ભરી ચકચૂર છે ગગન,
આછો ઉભરતો ચાંદ ક્ષિતિજે ઉદાસ છે.

હાથોમાં લઇને હાથ, બસ જોતો રહ્યો તને,
આશ્લેષમાં શ્વાસો તણા સ્પંદન ઉદાસ છે.

આ શું જુદા પડી અને મળશું ફરી કદી ?
મિલનમાં હસતી આંખમાં કીકી ઉદાસ છે.

પૂજ્યા’તા દેવ કેટલા તેં પામવા મને ?
દઇ ના શક્યો વરદાન, પ્રભુ પણ ઉદાસ છે.

– મનોજ મુની

18 replies on “આજે ફરીથી સાંજ પડે દિલ ઉદાસ છે – મનોજ મુની”

  1. સુન્દર ગઝલ અને ખુબજ સુન્દર પ્રસ્તુતિ….

  2. આ શું જુદા પડી અને મળશું ફરી કદી ?
    મિલનમાં હસતી આંખમાં કીકી ઉદાસ છે.

    जिंदगी चलते-चलते अचानक ठहर सी जाती है,
    तब देखता हूं अपनी ही आंखों में उदासी है।
    जिन आंखों में डूबकर लिखता था किस्सा मुहब्बत का,
    उन आंखों के कतरों की उदासी भी तो प्यासी है।

  3. એક દમ સરળ અને સરસ રચના…પ્રિયતમ ની બધિ ફરઆદો ને ખુબ જ સુન્દર રીતે રજુ કરી છે…

  4. વારંવાર સાંભળવા નુ મન થાય છે………..ખુબ જ સુન્દર……..

  5. વિરહ અને ફરીથી મળવાનુ દુખ જેણે અનુભવ્યુ હોય એને જ ખબર હોય, શબ્દોમા ઘણુ કહેવાય ગયુ છે………સંગીત, સ્વર, કવિશ્રી અને ગાયકી સહીત સૌને અભિનદન અને આપનો આભાર…………..

  6. પૂજ્યા’તા દેવ કેટલા તેં પામવા મને ?
    દઇ ના શક્યો વરદાન, પ્રભુ પણ ઉદાસ છે.

    વાહ…ક્યા બાત હૈ !

  7. સુન્દર રચના છે. સંગીત પણ દ્ર્દને વધુ તેજ કરે છે.

  8. મિલન પછીનો વિરહ કેટલી ઉદાસી લાવી શકે તેનુ તાદ્રશ્ય આલેખન.
    હૃદયસ્પર્શી રચના.
    સોલીભાઈની સુંદર રજૂઆત.

  9. ખૂબ હ્રદયસ્પર્શી રચના. રચનાના લખાણમાં ચોથી કડીમાં ‘આ શું’ વંચાય છે પરંતુ સાંભળતા ‘થાશું’ સંભળાય છે.

  10. પૂજ્યા’તા દેવ કેટલા તેં પામવા મને ?
    દઇ ના શક્યો વરદાન, પ્રભુ પણ ઉદાસ છે.

    વાહ…….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *