પુત્રવધૂનો સત્કાર – મેઘબિંદુ

સ્વર – હેમા દેસાઈ
સંગીત – ચન્દુ મટ્ટાણી

સ્વર / સંગીત – સોલી કાપડિયા

સ્વર – રવિન્દ્ર સાઠે
સંગીત – મોહન બલસારા

ટહુકો ફોંઉન્ડેશન પ્રસ્તુત “સંવેદનાનની સુરાવલી” કાર્યક્રમમાં પલક વ્યાસના અવાજમાં ગવાયેલ ગીત :

લાડકવાઈ લાડી

તું રૂમઝુમ પગલે આવ, તું કુમકુમ પગલે આવ,
ઘરમંદિરને સ્નેહ સુગંધે અભર સભર મહેકાવ

શ્રધ્ધાનો લઈ દીપ ઘરને અજવાળાથી ભરજે
સ્મિત સમર્પણ ને વિશ્વાસે ઘરમાં હરજે ફરજે
જીવન તારું પુલકિત કરવા ભાવસુધા વરસાવ
તું કુમકુમ પગલે આવ, તું રૂમઝુમ પગલે આવ

દિલનાં સૌ અરમાનોથી તું રંગોળી નિત કરજે
હેત પ્રીત આદર મમતાથી સંબંધો જાળવજે
સપ્તપદીનાં સપ્તભાવથી માંગલ્ય પ્રગટાવ
તું કુમકુમ પગલે આવ, તું રૂમઝુમ પગલે આવ

માતપિતાને ભાઈ બહેનનો સ્નેહ તને સાંપડશે
જીવનપંથે સુખનો વૈભવ સહજ તને તો મળશે
ઈશકૃપાથી મળશે તુજને દાંમ્પત્યનો ભાવ
તું કુમકુમ પગલે આવ, તું રૂમઝુમ પગલે આવ

– મેઘબિંદુ

24 replies on “પુત્રવધૂનો સત્કાર – મેઘબિંદુ”

  1. an excellent poem to welcome warmly ( not would be daughter in law but) DAUGHTER who will not only mingle with a new family but also generate a new hope for the family where she will sweeten the days for the elders and entire family

  2. aashirwad sama aa geetne khubaj manyu bcs.before three days my son married in canada.(this is his second marriage due to cancer of his wife.)our other family mambers has attended the ceremony.it is arranged by us before thre monthes. i m giving blessing through this song.

  3. not every daughter in low is lucky to have a wonderful “sasariya”… only few understands daughter in lows feelings.. even though this song creates positive vibes for every girl.. to perfrom their duties.. lovely song.. thanks for sharing Jaishree ben

  4. ” પુત્રવધુનો સ્તકાર ” –
    મેઘબિન્દુજીને અભિનન્દન દિલથી. . જ્યારે લગનની વિધિ ચાલુ હોય ત્યારે યોગ્ય સમયે આ ગીતનુ વાચન અને ગાયન જે માહોલ ઉભુ કરે . . . .ક્યા બાત . .

  5. અધુરી કમેન્ટ રહી ગઇને એન્ટર પ્રેસ થઇ ગયુ
    કોઇ પણ દીકરી જ્યારે આ પન્ક્તિ વાચશે ત્યારે હકારાત્મક સોચ લઇને તેના સાસરિયામા જશે
    I think it excellent for each daughter

  6. મે આ પન્ક્તિઓ એક કન્કોતરી મા વાચી હતી
    પણ હવે ખબર પડી કે તે મેઘબિન્દુમાથી લીધેલી હતી
    આવી સરસ પન્ક્તિઓ પુત્રવધુ માટે આપતા રહેજો

  7. DEAR JAYSHREEBEN,
    WHAT A WONDERFUL SONG.NEWLY MARRIED GIRL IS PAYING TREMENDOUS SACRIFICE BY LEAVING PARENTS, BROTHERS, SISTERS, FRIENDS AND OTHER FAMILY MEMBERS. SHE DESERVES MOST LOVING WELCOME FROM THE FAMILY OF THE HUSBAND. THIS SONG REFLECTS THAT WELCOME. MANY MANY THANKS JAYSHREEBEN.
    DR. BATOOK GANDHI.

  8. Even now, 7:30 PM EDT on 5/18/2012, the recording by Hemaben Desai stops after 3:12 min. of play. I am using Firefox and Freecorder 4 player to listen to this sound track. So, Amitbhai the problem has NOT been fixed. Would be nice if this issue is resolved, and more nice if I receive an email message when this has been done.

    As for the music, besides saying that I agree with all the positive previous comments, what more there is to add?

  9. આ ગેીત હેમાબહેન અને સોલી ના સ્વરોમાઁ
    ખૂબ જ શોભે છે.સાભાર અભિનઁદન બેઉને !
    આભાર !

  10. જયશ્રીબેન+અમિત્ ભાઈ,
    ૩:૧૨મી. પર, નવમી લીટીના “સપ્તપદીના…’ પછી અટકી જાય છે[હેમાંદેસાઈ]

    મેઘબિંદુ સાહેબને સો સો સલ્લામ…હૃદય સ્પર્શી ભાવ-નઝરાણું…ગાયકી અને કમ્પોઝીંગ
    પણ કોમલ લાગણી-ભાવોની પ્રવાહિતાને સિદ્ધ કરે છે!

    એક ઇચ્છનીય આદર્શ ભાવના તો ખરી જ પણ……મોડર્ન ટ્રેન્ડ
    હકીકતે જુદો જ જોવા મળે છે લગભગ…” મુક્ત સહચાર,આચાર-વિચાર
    અને સ્વતંત્રતા-(‘ઘરથી વધુ સમય બહાર રહેવાની)’,અને વડિલોની અપેક્ષાઓ
    જુદી દિશાની અને સાસુ-વહુની વિરોધાભાસી વલણ-વર્તન ની આદતો…..
    લગભગ ક્લેશમય વાતાવરણ,ખુલ્લેઆમ નહીતો ભારેલા અગ્નિની જેમ અંદરમાં તો
    પરદા પાછળ તાપે,સંતાપે કનડે જ છે .જે નથી…તે ઇચ્છવું એ ” આદર્શ સ્થિતિ ”
    બાકી રચના સારીજ છે અને ગાયકીમાં અજુઆત પણ કર્ણપ્રિય સુગમ છે .ચાર વખત માણી.
    આભાર .

  11. પુત્રવધુને આવકારતુ આ ગીત સામ્ભળીને ક્ણ્વરુશિએ શકુન્તલાને વિદાય આપ્તીવખતે જે શીખામણ આપી હતી તે યાદ આવી ગઈ.

  12. દિલનાં સૌ અરમાનોથી તું રંગોળી નિત કરજે
    હેત પ્રીત આદર મમતાથી સંબંધો જાળવજે
    સપ્તપદીનાં સપ્તભાવથી માંગલ્ય પ્રગટાવ*****આ સહુથી કાબીલ-એ-દાદ કડી!
    તું કુમકુમ પગલે આવ, તું રૂમઝુમ પગલે આવ

    કન્યાવિદાયના ગીતો ઘણા છે પણ પુત્રવધુના સત્કારનાં ગીતો સાંભળવા નથી મળતા.
    આવું સુન્દર સ્વરબધ્ધ ગીત આપવા બદલ કવિ, સ્વરકારો, ગાયકો અને ટહુકો સહુને અભિનંદન!

    દિનેશ

  13. સત્કાર છે બેઉ નો
    -એટલેકે મારી બન્ને પુત્રવધુ નો

  14. ખુબ જ સુદર !!!!!!!!!પગલા ઘરમા ફરે એટલે અજવાળા ઘરમા ફરી વળવાના જ .આ લગ્ન સમયે ગવાવુ જોઇએ .કેમ લાગે છે ? જયન્ત શાહ

  15. હેમા દેસાઇ ના સ્વર વાળું ગીત ૪૨ સેકંડ થી આગળ વધતુ નથી અને પ્લેયર બંધ થઈ જાય છે. જયશ્રી બેન આનો ઉપાય કરો…..

      • અમિત ભાઇ, હેમા નો સ્વર ખૂબજ મધૂર છે. હજી પણ પ્લેયર માં પુરૂ ગીત વગડતું નથી. ૩ મિનીટ ૧૩ સેકન્ડે બંધ થઇ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *