આજે અમીર ખૂસરોની આ અમર રચના.. નુસરત ફતેહઅલી ખાન, આબીદા પરવીન, સાબરી બ્રધર્સ થી લઇને લતા, આશા, રીચા શર્મા, કૈલાસ ખેર સુધીના કેટલાય નામી-અનામી કલાકારોને આ રચનાને કંઠ આપ્યો છે. થોડા વર્ષો પહેલા આવેલી ફિલ્મ ‘સાથિયા’નું પેલું ગીત ‘નૈના મિલાયકે…’ યાદ છે? એ ગીત પણ તો આ રચનાને આધારે જ બન્યું છે.
અને હિંદી ફિલ્મમાં આ રચના આમ તો લતા-આશાના અવાજમાં ‘મેં તુલસી તેરે આંગન કી’ ફિલ્મમાં પણ થોડા ફેરફાર સાથે લેવામાં આવી છે. અને લતા-આશાના સહિયારા અવાજમાં એ ગીત થોડું વધારે જ સ્પેશિયલ લાગે.. બરાબર ને?
સ્વર : નુસરત ફતેહઅલી ખાન
સ્વર : નાહિદ અખ્તર
સ્વર : આબિદા પરવીન ??
સ્વર : હર્ષદીપ ??
स्वर: आशा भोंसले, लता
गीतकार: आनन्द बक्षी
फ़िल्म: मैं तुलसी तेरे आँगन की (1978)
संगीत: लक्ष्मीकांत-प्यारेलाल
आ सजना इन नैनन में पलक ढाक तोहे लूँ |
ना मैं देखूं यार को ना तोहे देखन दूँ ||
काजर धारु किरकरा जो सुरमा दिया न जाए |
इन नैनन में पिय बसे दूजा कौन समाए, दूजा कौन समाए ||
नैना मिलायके मोह से सैना मिलायके|
नैना मिलायके मोह से सैना मिलायके ||
छाप तिलक सब छीनी…मोह से नैना मिलायके |
छाप तिलक सब छीनी…मोह से नैना मिलायके ||
प्रेमवटी का मधवा पिलायके
प्रेमवटी का मधवा पिलायके
मतवारी कर दीन्ही मोह से नैना मिलायके
मतवारी कर दीन्ही मोह से नैना मिलायके
गोरी गोरी बैयाँ हरी हरी चूडियाँ
गोरी गोरी बैयाँ हरी हरी चूडियाँ
बैयाँ पकड़ हर लीनी मोह से नैना मिलायके
बैयाँ पकड़ हर लीनी मोह से नैना मिलायके
बल बल जाऊं तोरे रंगरजवा
बल बल जाऊं तोरे रंगरजवा
अपनी सी रंग दीन्ही मोह से नैना मिलायके
अपनी सी रंग दीन्ही ….. नैना मिलायके
खुसरो निजाम के बल बल जई है
खुसरो निजाम के बल बल जई है
खुसरो निजाम के बल बल जई है
मोहे सुहागन कीन्ही मोह से नैना मिलायके
मोहे सुहागन कीन्ही मोह से नैना मिलायके
આજે ૨૧ જુલાઇ, વ્હાલા કવિ-સંગીતકાર અને જેને ફક્ત ગુજરાતી સંગીતની ઇમારતનો પાયો જ નહીં, પણ આખે આખી ઇમારત જ કહી શકાય એવા શ્રી અવિનાશ વ્યાસનો અને જેના નામ વગર ગુજરાતી કવિતા અધૂરી જ કહેવાય એવા કવિ શ્રી ઉમાશંકર જોષીનો જન્મદિવસ..! ( જન્મ : 21 જુલાઇ, 1911 )
અવિનાશ વ્યાસને એમના સંગીતથી તો ગુજરાત આખુ જાણે છે, પણ એમના થોડા વધુ નજીકથી ઓળખવા હોય તો રીડગુજરાતી.કોમ પર પ્રસિધ્ધ થયેલો આ લેખ :એક ગરવા ગુજરાતી – વીણા દેરાસરી જરૂર વાંચવા જેવો છે. (વીણાબેનની પરવાનગી મળે તો આ આખો લેખ ટહુકો પર જરૂર સમાવીશ)
તો આજે સાંભળીયે અવિનાશ વ્યાસની કલમે લખાયેલ અને એમણે સ્વરબધ્ધ કરેલા કેટકેટલાય સુપ્રસિધ્ધ ગુજરાતી ગીતોમાંનું એક ગીત.. અમદાવાદનો રિક્ષાવાળો…! આ ગીતની સાથે સાથે અમદાવાદની સફર કરવાની પણ એક અનેરી મઝા સાથે..! અને કિશોરકુમારના સ્વરની હાજરી પણ એક રીતે આ ગીતને બીજા ગીતોથી અલગ પાડે છે.
.
હે… હે અલ્યા… હે બાજુ બાજુ… એ ભઈલા
હું અમદાવાદનો રિક્ષાવાળો
નવસો નવ્વાણું નંબરવાળો,
અમદાવાદ…અમદાવાદ બતાવું ચાલો…
એવી રિક્ષાં હાંકુ હેરત પામે ઉપરવાળો,
અમદાવાદ બતાવું ચાલો…
હું અમદાવાદનો રિક્ષાવાળો…
રીચી રોડના અડ્ડા જેવી હોટલ એક વખણાય,
જ્યાં ગરમ ફાફડા ગરમ જલેબી નાના-મોટાં ખાય…
અહીં દાળમાં પડતો કેવો ઉમદા ગરમ મસાલો,
અમદાવાદ બતાવું ચાલો…
હું અમદાવાદનો રિક્ષાવાળો…
ભદ્ર મહીં બિરાજે રુડા માતા ભદ્રકાળી,
ભીડ જામે ત્યાં ભક્તજનોની સૌના દુ:ખ દે ટાળી,
જ્યાં મંદિર હોય ત્યાં જરૂર હોય કોઈ બુટ ચોરવાવાળો,
અમદાવાદ બતાવું ચાલો…
હું અમદાવાદનો રિક્ષાવાળો…
રાત પડે ત્યારે માણેકચોકની અંદર જાફત ઉડે,
અરે પાણીપુરી ને કુલ્ફી ભજીયા,શેઠ મજુર સૌ ઝૂડે…
દિવસે અહીં સોની બેસે ને રાતે ગોટાવાળો,
અમદાવાદ બતાવું ચાલો…
હું અમદાવાદનો રિક્ષાવાળો…
લૉ-ગાર્ડન કે લવ ગાર્ડન એ હજુ એ ના સમઝાય
પણ સાંજ પડે ત્યાં છોરા છોરી ફરવા બહાને જાય,
લૉ ને લવ ની અંદર થોડો થઇ ગયો ગોટાળો
અમદાવાદ બતાવું ચાલો…
હું અમદાવાદનો રિક્ષાવાળો…
એક વાણિયે સાબરના પાણીની કિંમત જાણી
દાંડી કૂચથી આઝાદીની લડત અહીં મંડાણી
પણ સાચો અમદાવાદી કોઇને કદી ન ઝૂકવાવાળો
અમદાવાદ બતાવું ચાલો…
હું અમદાવાદનો રિક્ષાવાળો…
કોઈ રીસાયેલા પ્રેમી-પંખીડા રિક્ષા કરતા ભાડે,
એકબીજાથી રૂસણું લઈને મીઠો ઝઘડો માણે,
પણ એક બ્રેકના ફટકે… કેવો કરીએ મેળ રૂપાળો,
અમદાવાદ બતાવું ચાલો…
હું અમદાવાદનો રિક્ષાવાળો…
અમદાવાદ…અમદાવાદ…અમદાવાદ…અમદાવાદ
————–
અને હા… અવિનાશ વ્યાસનું જ પેલું ‘ અમે અમદાવાદી… ‘ ગીત સાંભળવાનું ચૂકી ન જતા
આ ગીત પહેલી વાર વાંચેલું ત્યારે તો મને યોગેશ જોષીનું વર્ષાકાવ્ય- ઝરમર વરસે ઝીણી જ યાદ આવી ગયેલું… અને હા, સાથે સાથે ન્હાનાલાલનું પેલું ખૂબ જ જાણીતુ ગીત- ઝીણા ઝરમર વરસે મેહ યાદ ન આવે એવું બને?
કૈક ચોમાસા અને વરસાદ… એમ લાગે છે ને કે આજે ફરીથી એક વરસાદી ગઝલ? ના રે.. ચોમાસા અને વરસાદથી ભલે શરૂ થાય ગઝલ, પણ ખરેખર તો આ સંપૂર્ણત: કૃષ્ણગીત. અને કૃષ્ણગીત કરતા પણ વધારે તો રાધાગીત.
તમે કાજલ ઓઝાની નવલકથા ‘કૃષ્ણાયન’ વાંચી છે? જીવનની છેલ્લી ક્ષણોમાં કૃષ્ણ કેવી રીતે અને કેટલી હદે રાધા સાંભરી હશે, એનો આંખ ભીની કરી જાય એવું સુંદર વર્ણન કર્યું છે લેખિકાએ.
અને મુકેશ જોષીની આ ગઝલ પણ કંઇક એવા જ ભાવ લઇને આવે છે.. રાધા કે બીના શ્યામ આધા…!!
અને આખી ગઝલનો હાર્દ હોય એવો ગઝલનો મક્તા..!
કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.
અને હા, હવે તો મુકેશ જોષીની રચનાઓ માણવી easier than ever..! 🙂 વાંચો એમની રચનાઓ એમના પોતાના બ્લોગ પર : http://mdj029.wordpress.com/
(વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા………… )
* * * * * * *
સ્વર – સંગીત : અનંત વ્યાસ
.
કૈંક ચોમાસાં અને વરસાદ રાધા,
એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા.
ને, ઝુરાપાનું સુદર્શન આંગળીએ,
રોજ છેદી નાખતો જે સાદ રાધા.
એટલે તો જિંદગીભર શંખ ફુંક્યો,
વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા.
કૃષ્ણને બહેલાવવાને આજ પણ,
ચોતરફ બ્રહ્માંડમાં એક નાદ રાધા.
કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.