સ્વર : ચિત્રા શરદ, પ્રકાશ સૈયદ
સંગીત : દિપેશ દેસાઇ
.
હાં રે અભિસારે નીસરી હું અનંતના
છાયો અંધાર ઘેરીઘેરી રાતલડી
જ્યોતિઓ ઝગે રે દિગંતમાં
મેંદી મુકી’તી મેં તો રાગને વિરાગની
માળા ગુંથી તી મેં તો અશ્રુના બિન્દુની
નૂતન શૃંગાર મારા હંસના… હાં રે..
નુપૂરના નાદ મારે ગાજે બ્રહ્માંડમાં
કંકણના નાદ સરી જાય ખંડખંડમાં
રંગે રંગાઇ હું વસંતના… હાં રે..
સોળસોળ પાંખડીનું પોયણું પ્રફૂલ્લ આ
સૃષ્ટિ સોહાગભર્યો ઉડતો પરાગરજ
પાંખડીયે પાંખડીયે ઝંખના… હાં રે..
– પ્રવીણ બક્ષી
Beautiful song sung with lots of Emotions.The words take you to a new high.Artists have fully justified in rendering this emotions to a great extent.CONGRATULATIONS.
દિપેશ પાસેથિ વધારે સારિ રચના નિ અપેક્શા રાખિ શકાય્.
સુન્દર !!
I must thank you for publishing this song written,composed by my pujya vadil Praveen Kaka
There many such unique songs written and composed by Shri Praveen Bakshi are yet to be published.
I on behalf of entire Bakshi family once again thank you to the publisher Ms Jayshree Patel.
Mihir Baxi – +919825011450
[…] વખત પહેલા પ્રવિણ બક્ષીની એક રચના, ‘હાં રે અભિસારે નીસરી હું અનંતના…… સાંભળી હતી, યાદ છે? એમની જ એક બીજી રચના, […]
Thanks for making this composition available to large audience of Gujarati songs. I am deeply touched by recalling historical moments of live recording of this song.Long live songs of duo-sisters.
Dear Jayshree
ben,
Chhap Tilak sab
chhini(all four
song) and
Anant na abhisare
sambhali
badhi 16
pankhadio
khili uthi ane
‘DIL’ prassann
thai gayun.
abhar sah,
Bansilal
Dhruva
વાહ શું કલ્પના છે- અનંતના અભિસારની ! સુંદર ગીત-સંગીત.
રાગ સોહની પર આધરિત આ ગીત બન્ને બહેનોએ ખુબ જ સરસ મધુર અવાજમાં ગાયું છે. તેઓના સાન્નિધ્ય અને સહવાસ મળ્યા બદલ ધન્યતા અનુભવું છું.
આ જ રીતે આ બહેનોનું ” અમે નીલ ફુવારે રમતાં રે મનગમતાં…” સંભળાવવા વિનંતી..
સુંદર શબ્દરચના સાથે બે બેહેનોએ, ચિત્રાબેન અને પ્રકાશબેન, ભાવથી ગાયેલું ગીત સાંભળવાની ઘણી મઝા પડી. રાગ પણ સરસ છે. બન્ને બેનો પાસેથી વધારે ગીતોની આશા રાખું છું. અસ્તુ.
નિરલ
So happy to hear singing by my aunts [fois]whom i had heard since childhood and had happy moments when we grew up in our house in Ahmedabad.One has left for heavenly abode,but the other is still vibrant.Thanks for bringing nostalgia and and emotions of time which has disappered in past.
નવીનતાભરી સુંદર રચના છે.
સુંદર રચના…
મનના ઉલ્લાસનું નવી જ ભાતનું ગીત,
વારંવાર સાંભળ્યા જ કરવાનું મન થાય એવું ગીત.
સૌને અભિનંદન !
સરસ ગીત……………