કોઈ જોડે કોઈ તોડે -ઉમાશંકર જોશી

શ્યામલ-સૌમિલના હસ્તાક્ષર સિરિઝમાં ‘ઉમાશંકર જોષી’ ના આલ્બમનું આ ગીત. એકદમ મઝાના શબ્દો, અને સાથે કર્ણપ્રિય સંગીતમાં ભળીને આવતો ગાર્ગી વોરાનો મીઠેરો કંઠ. જાણે વારંવાર સાંભળયા જ કરીએ.

સંગીત: શ્યામલ-સૌમિલ મુન્શી
સ્વર: ગાર્ગી વોરા

.

કોઈ જોડે કોઈ તોડે
પ્રીતડી કોઈ જોડે કોઈ તોડે

કોઈ ગુમાને ઉરઅરમાને અમથું મુખડું મોડે,
કો આંખને અધઅણસારે ઉલટથી સામું દોડે… પ્રીતડી…

કો એક ગભરુ પ્રણયભીરું ખસી ચાલે થોડે થોડે,
કોઈ ઉમંગી રસરંગી ધસી આવે કોડે કોડે… પ્રીતડી…

કોઈ અભાગી અધરે લાગી હૃદય કટોરી ફોડે,
કો રસીયા હૈયા ખાતર થઈ મૂકે જીવતર હોડે… પ્રીતડી…

કોઈ જોડે કોઈ તોડે
પ્રીતડી કોઈ જોડે કોઈ તોડે…

-ઉમાશંકર જોશી

17 replies on “કોઈ જોડે કોઈ તોડે -ઉમાશંકર જોશી”

  1. ખુબ જ સરસ .હુ તો ગાર્ગિ ના અવાજ નો ચાહક બનિ ગયો.

  2. મધુર સુન્દર સ્વર સાથે સુન્દર સ્વર્ર્ચના….વાહ્…વાહ્….

  3. હુ બે ગુજરતિ ગિોતો સોધુ ચ્હુ.
    ૧. મહેન્દ્રકપુરનુ મુમ્બિઅ રેદિઓ પેર ૧ થિ ૧ઃ૩૦ અવતુહતુ— ધુધવા હુ મુજને ધુધુ હુ તુજને ઓ સન્મ
    ૨. ભભિના અવતા ભાઇ ખોવૈ ગો અવુ મરિ નન્દઇએ નમહેનુ મરુ.

  4. સરસ ગીતનું સરસ સ્વરાંકન આવું સરસ ગીત રચનાર શ્રી ઉમાશંકર જોશીને belated જન્મદિવસની શુભ કામનાઓ.

  5. આવું સરસ ગીત રચનાર શ્રી ઉમાશંકર જોશીને belated જન્મદિવસની શુભ કામનાઓ.

  6. અમ્રુત નાયક ૨૨ જુલાઈ,૨૦૦૯.
    ગાર્ગેી વોરાના મધુર કન્થે ગવાએલ શ્રેી ઉમાન્કર રચિત સરસ મજાનુ ગિત.

  7. I use to think that SHREE UMASHANKARji must be a serious poet and a writer for the oldies! but I take my belief back ! Here he is with the great depth of love in various deffinations!
    salute to him….

  8. કોઈ ગુમાને ઉરઅરમાને અમથું મુખડું મોડે,
    સચિ વાત ચ્હે.બહુ જ મધુર મ્યુસિક્ ચ્હે.

  9. સરસ ગીત અને શ્રી ઉમાશકરભાઈને સલામ અને સ્મ્રુતીવન્દના…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *