ઝીણી ઝરમર વરસી ! – ઉપેન્દ્ર પંડ્યા

આ ગીત પહેલી વાર વાંચેલું ત્યારે તો મને યોગેશ જોષીનું વર્ષાકાવ્ય- ઝરમર વરસે ઝીણી જ યાદ આવી ગયેલું… અને હા, સાથે સાથે ન્હાનાલાલનું પેલું ખૂબ જ જાણીતુ ગીત-  ઝીણા ઝરમર વરસે મેહ યાદ ન આવે એવું બને?

ઝીણી ઝરમર વરસી !
આજ હવામાં હીરાની કંઇ કણીઓ ઝગમઝ વિલસી !
એવી ઝરમર વરસી !

વેણીની વીખરેલી લટ-શી લહરી ચંચલ સરકી,
તરુ તરુમાં મૂર્છિત તરણામાં લહરાતી ક્યાં લટકી?
ભૂલી પડેલી સહિયરને કો લેતું હૈયા સરસી !
ઝીણી…

પતંગિયાની પાંખ સમો આ કૂંળો તડકો ચમકે,
મધુમય અંતર આભ તણું શા અભિનવ છંદે મલકે?
કળીઓના ઘૂંઘટને ખોલી ભમતો પરાગ પ્યાસી.
ઝીણી…

વિરહિણી કો યક્ષિણી જેવી જલ ઝંખે ધરતી તરસી,
તપ્ત ધરાનાં અંગ અંગને અમરતથી ગઇ પરસી,
ઝીણી ઝરમર વરસી !

– ઉપેન્દ્ર પંડ્યા

10 replies on “ઝીણી ઝરમર વરસી ! – ઉપેન્દ્ર પંડ્યા”

  1. ઉપેન્દ્ર પંડ્યાનું ઉનાળો ગીત સાંભળવા મળે તો આનંદ થશે.

  2. Hi Jayshre !!

    Always try your best to send the song alongwith the track sound… That would ease everybody.

    Regards
    Rajesh K Vyas
    Chennai

  3. વરસાદને “હીરાની કણી ઝગમગ વિલસી” એ સરખામણી પહેલીવાર વાંચી. સરસ કલ્પના છે.
    શૈલા

  4. સરસ ગઝલ….ઝરમર વરસાદની મઝા જુદી જ હોય છે..

  5. Hello Anupana,
    There is no music added to this post. If I will get the music file of this song, I will add it to the post for sure in future.

    Thank you.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *