જુન ૨૦૦૬માં જ્યારે ટહુકો શરૂ કર્યો હતો, ત્યારે ખબર નો’તી કે ફક્ત શોખ માટે શરૂ કરેલો આ પ્રયાસ મારા માટે જીવનનું એક અભિન્ન અંગ બની જશે.
અને સપ્ટેમ્બર ૨૦૦૬માં જ્યારે San Francisco છોડીને Los Angeles ગઇ, ત્યારે પણ ખબર નો’તી કે આટલું જલ્દી આ શહેર, મને આટલા પ્રેમથી પાછી બોલાવશે.
તમારામાંથી ઘણાને ખબર હશે, કે એપ્રિલ, 2008 માં – હું અને અમિત – અહીં San Jose (CA) ના એક નાનકડા મંદિરમાં – પ્રભુ અને થોડા વડીલોના આશિર્વાદ લઇ લગ્નગંથ્રીથી જોડાયા, અને તમારા આ ટહુકોના જીવનમાં ઘેલી વસંત આવી..
જીંદગીનું એક નવું અને સૌથી મહત્વનું chapter શરૂ થઇ રહ્યું છે.. અને મને ખાત્રી છે કે આપની શુભેચ્છાઓ અને આશિર્વાદ હંમેશા મારી સાથે રહેશે 🙂
એક નવું સુમધુર ગીત આવતીકાલે – Specially for Me & Amit…
અને આજે – ટહુકો પર પહેલા મુકેલા, અને મારા ઘણાજ ગમતા યુગલગીતો…
[audio:sangathe_sukh_shodhiye_-_Tushar_Shukal.mp3,TAHUKE TAHUKE OGALVUN.mp3,Tamone Prem Karun Chun Hun.mp3,Latakati Latao….mp3,EK SATHAWARO SAGPAN NO.mp3,CHAL VARSAD NI.mp3,AdhiAksharNuChomasu.mp3,dheeme dheeme.mp3,Gheli_Vasant_Aavi.mp3,PREM MAA CHALNE CHAKCHUR.mp3,AAHA AETLE AAHA.mp3]
સંગાથે સુખ શોધીએ, રચીયે… એક હુંફાળો માળો….
ટહુકે ટહુકે ઓગળવું એ પ્રેમ, સખી દે તાલી….
કહી દો અમોને તમે… વારંવાર… તમોને પ્રેમ કરું છું હું….
પઘારો વસંતો, આ આંગણ સજાવો….
એક સથવારો સગપણનો.. મારગ મઝિયારો બે જણનો…
ચાલ! વરસાદની મૌસમ છે, વરસતા જઇએ…
અઢી અક્ષરનું ચોમાસું ને બે અક્ષરના અમે…
ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે..
ઘેલી વસંત આવી રે…
પ્રેમમાં ચાલને ચકચૂર થઇ ચાલ્યા કરીએ…
આહા એટલે આહા એટલે આહા….
ઊર્મિસાગર.કોમ, ટહુકો પર, અને ઇમેઇલથી ઘણા મિત્રોને શુભેચ્છાઓ મોકલી એના માટે સૌનો દિલથી આભાર, અને સાથે સાથે દરેકને સમયસર જવાબ ન આપી શકી એના માટે માફી પણ માંગુ છું. નવી નોકરીની શોધ, ઘર બદલવાનું, વિઝાનું કામકાજ, ટહુકોના જન્મદિવસની તૈયારી, અને બીજી જવાબદારીઓ તરફ ધ્યાન આપવાની કોશિશમાં મિત્રો સાથે ઘણી ઓછી વાતો થઇ, અને આટલા મહત્વના ખબર આપવામાં મોડુ કર્યું, એ માટે મને માફ કરશો ને?