~ કવયિત્રી: જયશ્રી વિનુ મરચંટ
~ સ્વરકાર – સ્વરઃ હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ
~ સંગીત સંકલનઃ અસીમ મહેતા
~ સંગીત નિયોજનઃ આલાપ દેસાઈ
~ નિર્માણ-પ્રસ્તુતિ: આપણું આંગણું બ્લોગ
~ બ્લોગ સંપર્ક: +91 88500 74946
આ ગઝલના શબ્દો અને સંગીત ભલે પહેલીવાર સાંભળતા હોવ, પણ ખાસ તો મત્લા અને આ સ્વરાંકન જાણીતા અને પોતીકા લાગે છે – જાણે કે આ શબ્દોને જ સાકાર કરતા હોય – વાત તારી મારી છે!
વિશ્વ સંગીત દિવસે આપણું આંગણું બ્લોગ તરફથી આ વિશ્વના આંગણે ધરાયેલી ભેટ છે – આપ સૌ ને પણ એ એટલી જ પોતાની લાગશે એ આશા છે.
(‘વાત તારી ને મારી છે’ મ્યુઝિક આલબમમાંથી પ્રસ્તુતિ-૧.)
નોંધ: દર અઠવાડિયે સોમવારે ઓડિયો આલબમમાંથી એક નવું સ્વરાંકન બ્લોગમાં મુકાશે. આ રીતે સુગમ સંગીતના કુલ ૯ ગીત-ગઝલની પ્રસ્તુતિ અહીં થશે.)
Apple Music Link:
https://apple.co/3xxlwC4
——————–
ગઝલ:
શબ્દની પાલખી મેં એટલે શણગારી છે
છે ગઝલ ને તે છતાં વાત તારી-મારી છે
તું કહે તો વન મહીં ને તું કહે તો મન મહીં
જ્યાં કહે ત્યાં આવવાની આપણી તૈયારી છે
ચંદ્ર થઈ ઊગ્યો છે તું બેઠી છું હું ચાતક બની
એક એવી કલ્પના મેં તારા વિશે ધારી છે
જ્યારે એને ખોલું છું કે તું તરત દેખાય છે
મારા ઘરમાં ખૂબ અંગત એક એવી બારી છે
ભગ્ન દીવો યાદનો પેટાવીને મૂક્યો છે મેં
ત્યાં જ એનું આવવું, ઘટના ઘણી અણધારી છે
હેતલ, મારી ગઝલને તારા મધુર કંઠ અને સ્વરાકાંને ફર્શથી ઊંચકીને અર્શ પર મૂકી આપી! થેંક્યુ. આલાપભાઈના સંગીત નિયોજને સુંદર ઊઠાવ આપ્યો છે. થેંક્યુ આલાપભાઈ.
સુંદર કવિતા, સુંદર સ્વરાંકન, સુંદર ગાયું!