પ્રશંસામાં નથી હોતી – આસિમ રાંદેરી

મ્યુઝિક આલબમઃ વાત તારી ને મારી છે | Audio Song # 2: પ્રશંસામાં નથી હોતી

~ કવિ: આસિમ રાંદેરી
~ સ્વરકાર અને સ્વર: અસીમ મહેતા
~ સંગીત નિયોજનઃ આલાપ દેસાઈ
~ નિર્માણ-પ્રસ્તુતિ: આપણું આંગણું બ્લોગ
~ બ્લોગ સંપર્ક: +91 8850074946

(‘વાત તારી ને મારી છે’ મ્યુઝિક આલબમમાંથી પ્રસ્તુતિ ક્રમાંક-૨.)
નોંધ: દર અઠવાડિયે સોમવારે ઓડિયો આલબમમાંથી એક નવું સ્વરાંકન બ્લોગમાં મુકાશે. આ રીતે સુગમ સંગીતના કુલ ૯ ગીત-ગઝલની પ્રસ્તુતિ અહીં થશે.)

Apple Music link:
https://apple.co/3A8bJoW

Spotify Link:
https://open.spotify.com/album/54sg0Vi3UBQZnkmxxGkPYd?si=MN75UT7jS9-wEfGSwfqtrQ

પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી,
મજા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી હોતી.

ગુલાબી આંખની રંગીની શીશામાં નથી હોતી,
નજરમાં હોય છે મસ્તી, તે મદિરામાં નથી હોતી.

મજા ક્યારેક એવી હોયે છે જે એક ‘ના’માં પણ,
અનુભવ છે કે એવી સેંકડો ‘હા’માં નથી હોતી.

મોહબ્બત થાય છે પણ થઈ જતાં બહુ વાર લાગે છે,
મોહબ્બત ચીજ છે એવી જે રસ્તામાં નથી હોતી.

અનુભવ એ પણ ‘આસિમ’ મેં કરી જોયો છે જીવનમાં,
જે ઊર્મિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.

One reply

  1. આસીમ રાંદેરીની આ ગઝલ દેશકાળથી પરે છે. શબ્દોની સાદગી ને અર્થોની ગહનતાના વૈભવની આ જુગલબંધી પર અસીમભાઈની ગાયકી અને સ્સોવરાંકન્નનો સોનેરી મુગુટ શોભી રહ્યો છે. થેંક્યુ અસીમભાઈ.
    આલાપભાઈનું સંગીત નિયોજન પણ લાજવાબ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *