ધીરે ધીરે લખ્યું – રઇશ મનીઆર

આજની પોસ્ટ એટલે ઊર્મિની છલકતી ગાગરમાંની એક બુંદ..! એટલે કે – કોઇ પણ ભેળ-સેળ વગર સીધ્ધી ઉઠાંતરી! :) આમ પણ, Original material આટલું perfect હોય, તો એમાં મારી વાતો વચ્ચે મુકીને remix કરવાની જરૂર ખરી? (એટલે જ આ વાત અહીં શરૂઆતમાં જ કરી.) આગળ વાંચો ‘ઊર્મિ’ની ઊર્મિઓ…

cd-cover-sml.jpg

ડૉ. રઈશ મનીઆરનાં શબ્દોમાં લખવાની ખુમારીનાં એમનાં એક સુંદર મુક્તક અને ધીમે ધીમે લખવાની વાત કરતી એટલી જ મુલાયમ આ ગઝલ સાંભળીએ…

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ભલે અલ્પ તોયે વધારે લખ્યું છે,
લખ્યું તે બધું રક્તધારે લખ્યું છે;
લખાણે લખાણે પ્રહારો થયા છે,
અમે પણ પ્રહારે પ્રહારે લખ્યું છે.

*

અને ગઝલનાં ત્રણ શેરો તો મધુર સંગીત અને કર્ણપ્રિય સ્વરથી એવા રણઝણી ઉઠે છે કે એકવાર સાંભળ્યા પછી દિવસો સુધી આ રણઝણાટ શમતો જ નથી…!!

સંગીત: મેહુલ સુરતી
સ્વર: સત્યેન જગીવાલા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આખું જીવન અમે ધીરે ધીરે લખ્યું,
રેત પર જેમ પાગલ સમીરે લખ્યું.

કોરા કાગળ ઉપર બસ સખી રે ! લખ્યું,
એથી આગળ નથી મેં લગીરે લખ્યું.

મજનૂ ફરહાદ મહિવાલ હીરે લખ્યું,
લીરે લીરે ને આખા શરીરે લખ્યું.

રોજ માણસ ઘવાતો રહ્યો ચૂપચાપ,
જે લખ્યું તે નીતરતા ઝમીરે લખ્યું.

આપણે ક્યાં કદી કંઈ લખ્યું છે ‘રઈશ’ !
એક મીરાએ લખ્યું એક કબીરે લખ્યું.

-ડૉ. રઈશ મનીઆર

12 thoughts on “ધીરે ધીરે લખ્યું – રઇશ મનીઆર

 1. sanju

  હાય રઇશ,મેહુલ. સરસ ગઝલ. હજુ પણ લખતા,ગાતા રહો.

  Reply
 2. Pancham Shukla

  વાહ, રઈશભાઈની મઝેદાર ગઝલ પરનો સ્વ-અભિષેક અને સ્વરાભિષેક બન્ને માણવાની મજા પડી.

  Reply
 3. Prashant

  ખૂબ સુન્દર ગઝલ, રઈશભાઈ. અદભૂત સ્વરાંકન અને મજાની ગાયકી. સ્વરાંકન જો મક્તા મા જળવાયું હોત તો ઑર મજા આવત.

  Reply
 4. Mukesh Parikh

  શનિવારે આ ગઝલ પ્રત્યક્ષ રઈશ મનીઆર ના અવાજ માં સાંભળવાનો અમૂલ્ય લહાવો મળ્યો. મઝા આવી ગઈ….

  ‘મુકેશ’

  Reply
 5. Manubhai Raval

  જે લખ્યુ તે પ્રેમથી લખ્યુ પ્રેમ માટે લખ્યુ પ્રેમ મય થઇ લખ્યુ.

  અભિન્દન રઇશભાઈ

  Reply
 6. Kinjal MAkwana

  અદભુત !સુંદર… મઝા આવિ ગઈ…. આપણે ક્યાં કદી કંઈ લખ્યું છે ‘રઈશ’! એક મીરાએ લખ્યું એક કબીરે લખ્યું.. બહુ જ સરસ રચના.

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *