આ મનપાંચમના મેળામાં – રમેશ પારેખ

પહેલા ફક્ત શબ્દો સાથે મુકેલી આ ગઝલ આજે સ્વર-સંગીત સાથે ફરી એકવાર.. આજે ૧૭ મે, કવિ શ્રી રમેશ પારેખને એમની પુણ્યતિથિને દિવસે આપણા સૌ તરફથી શ્રધ્ધાંજલી.  રમેશ પારેખની રચનાઓની વિવિધતા પર એક નજર કરશો આશ્ચર્ય થયા વિના ન રહે.. એ વ્હાલબાવરીનું ગીત લખે, ૯૯ વર્ષના રાજપૂતનું ગીત લખે, વૃક્ષસંવનનાર્થીનું ગીત પણ લખે, બાળગીતો, સોનલ કાવ્યો, મીરાં કાવ્યો, આલાખાચર કાવ્યો, છોકરા+છોકરીના ગીતો, ગઝલો..

વધારે વાતો નથી કરવી, પણ એટલું ચોક્કસ કહીશ કે એમનો સમગ્ર કાવ્ય/ગઝલ સંગ્રહ ‘છ અક્ષરનું નામ’ મળે તો ચોક્કસ વાંચજો, પાને પાને સાહિત્યનો સાગર છલકશે…

(આ પથ્થરો વચ્ચે… Half Dome, Yosemite N. Park, Aug 08)

* * * * *

સ્વર : ઉદય મઝુમદાર, રેખા ત્રિવેદી
સંગીત : ઉદય મઝુમદાર
આલ્બમ : હસ્તાક્ષર ‘રમેશ પારેખ’

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત

.

આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે,
કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.

અહીં પયગંબરની જીભ જુઓ, વેચાય છે બબ્બે પૈસામાં,
ને લોકો બબ્બે પૈસાની ઔકાત લઈને આવ્યા છે.

કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા,
કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે.

કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ, કોઈ ઉભડક ઉભડક લાગણીઓ,
કોઈ ફાળ, તો કોઈ તંબુની નિરાંત લઈને આવ્યા છે.

કોઈ લા.ઠા., ચિનુ, આદિલજી બુલેટિન જેવું બોલે છે:
અહીંયા સૌ માણસો હોવાનો આઘાત લઈને આવ્યા છે.

કોઈ ચશ્માં જેવી આંખોથી વાંચે છે છાપાં વાચાનાં,
ને કોઈ અભણ હોઠો જેવી વિસાત લઈને આવ્યા છે.

કોઈ લાવ્યા ખિસ્સું અજવાળું, કોઈ લાવ્યા મૂઠી પતંગિયાં,
કોઈ લીલીસૂકી આંખોની મિરાત લઈને આવ્યા છે.

કોઈ ધસમસતા ખાલી ચહેરે, કોઈ ભરચક શ્વાસે ઊમટતા,
કોઈ અધકચરા, કોઈ અણોસરા જજબાત લઈને આવ્યા છે.

આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવુ લાવ્યો તું ય, રમેશ,
સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે.

42 replies on “આ મનપાંચમના મેળામાં – રમેશ પારેખ”

  1. ઘણા વખતે ફરીવાર આ બધું વાંચીને અને ગીત ૩-૪ વખત સાંભળીને ખુબ ગમ્યું.

  2. આ ગઝલ ઘણીવાર સાંભળી પણ બધા વાચકોનો અભિપ્રાય આજ વખતે વાંચ્યો અને ગઝલ ના શબ્દોનો ભાવાર્થ આજ વખતે સમ્જ્યો.

    ગુજરાતી સાહિત્ય અને લેખકો માટે આપણૅ સૌ ગૌરવ લઇએ.

    નવિન કાટવાળા

  3. I like your this post very much so I posted it in my F.B. profile, thanks, thanks for all, thanking you.

  4. Vijaybhai
    Thanks for your views, I agree and appreciate.
    Shri Rameshbhai Parek is one of the best Kavi and the way of expression of his feelings, is fabulous.

  5. ખુબજ સરસ… દરેક શબ્દો સાંભળવા સમજવા જેવા…

  6. કોઇ સળગતો સુરજ તો કોઇ ચાંદની રાત લઇ ને આવ્યા છે,
    કોઇ પડઘાતું મૌન તો કોઇ ટોળાની વાત લઇ ને આવ્યા છે.

    કોઇ રસ્તા પર ચાલે તો કોઇન હાથમાં નકશા નસીબના હોય
    કોઇ તરસે ને કોઇ મિલનની મુલાકાત લઇ ને આવ્યા છે.

    શબ્દો તો કવિઓનો સોનેરી શણગાર,લાગણિની વણઝાર છે
    કોઇ વિરહની તો કોઇ પ્રણયની વાત લઇ ને આવ્યા છે.

    • રમેશ પારેખની રચનામા એક અલગતા જોવા મળે છે.એમની ગહનતા તથા વિચારશક્તિમા અલગ્તા જીવન જીવવાની ક્ષમતા જોવા મળે છે.

  7. કવિશ્રી રમેશ પારેખની આ તો ખુબી છે.કે કોઇ ઝરમર ઝરમર છાંયડી લઇ ને આવ્યા છે.

  8. This song is very great & this lyrics is very heart touching. This song I can listen on Bhavnagar on Udaybhai & Rekhaben voice… Basically I am in bhavnagar but right now i am in vadodara & I am Tabla Player…

    Very very thankful to all of youuuuuuuu…..

  9. Just like being in mela this creation itself has generated feeling of ups and downs of life and each individual’s existence have many ways to experience it and so poet has expressed that philosophy in his own style.UNIQUE isn’t it?

  10. આહા ખરેખર મન પાચમ ના મેળા મા ફેરવી દીધા વાહ વાહ

  11. I read with a lot of interest comments by RUPAL and also by others including Shri Vivekbhai Tailor (whom I respect a lot as a poet, person and he must be a good doctor as well)…that is not important i.e. my respecting others or my interest in others’ comments…

    I was to avoid commenting on this … but I had a thought today – like RUPAL and others have “differing thoughts” on the subject of positivity, negativity, poets’ expressions etc. – that is what RAMESH PAREKH wants to communicate in this poem of his or Geet of his … Aa Manpancham Na Mela Ma, Sau Jaat Lai Ne Aavya Chhe … everyone comes with one’s own opinion (and scales) about others and what others shall do etc. … I am just smiling at so many people (including myself) jumping to comment upon comments … that is what this MELA is all about … happy listening … this is one of my favourite songs, so very well composed and sung by Udaybhai and Rekhaben. Thank you Jayshreeben/Amitbhai for putting it up on Tahuko. Regards to all listeners.

  12. મેળો એટલે માનવસ્વભાવનો ‘મેગ્નિફાઈંગ વ્યુ’ જીવનની બહુવિધતાનું સકારાત્મક ચિત્રણ

  13. અહીં પયગંબરની જીભ જુઓ, વેચાય છે બબ્બે પૈસામાં,
    ને લોકો બબ્બે પૈસાની ઔકાત લઈને આવ્યા છે.

    સરસ ગઝલ. આમેય હસ્તાક્ષરનો આખો સેટ જ મોટો ખજાનો છે. આ પોસ્ટ પર થયેલી લાંબી ચર્ચાઓ જરા વધુ પડતી લાંબી લાગી અને પોસ્ટને લગતી વાત કરતાં આડવાતો લાગી. કોઇને ખોટું લાગે તો માફ કરજો. પણ જે જણાયું તે લખ્યું છે.

  14. કોઈ રીબેલીયસ વાચક કોઈ લેખક-કવિની રચના-કૃતિની ટીકા કરે તો તે સાહિત્યની સેવા લેખાય..?

    કોઈપણ સાહિત્યકાર ટીકાઓથી પર નથી. જેમ લેખક-કવિને પોતાના વિચારો વ્યકત કરવાની કે કોઈ કવિને પોતાના મનોઃભાવ કલમમાંથી પ્રગટ કરવાનું સ્વાતંત્રય છે તેજ પ્રમાણે વાચકોને તે કૃતિનું પ્રુથકરણ કરવાની આઝાદી પણ છે…અને છેવટે તો વાચકો જ કૃતિ-રચનાને અમર કરતા હોય છે.

    કવિની સામાજિક જવાબદારી શું ?

    મા સરસ્વતીની જેના પર કૃપા થઈ હોય અને જેનામાં સંસ્કારોનું સિંચન થયું હોય તે ભાષાની મયૉદા હંમેશા સમજે. કવિ જ્યારે કૃતિનું સજૅન કરે ત્યારે તે પોતે પોતાના અંતર ભાવો વ્યક્ત કરતો હોય છે. કવિ તેની દ્રષ્ટીથી દુનિયાના રંગો રજુ કરે છે અને તે જરુરી નથી કે હંમેશા સજૅનાત્મક જ હોય. કવિની કલમ પર બંધન ના હોઈ શકે..તેથી જ કહેવાયું છે કે..

    જ્યાં ના પહોંચે રવિ
    ત્યાં પહોંચે કવિ.

    હવે આ મનપાંચમના મેળાની બીજી કડીના આક્રોષ પર..!!

    અહીં પયગંબરની જીભ જુઓ વેચાય છે બબ્બે પૈસામાં
    ને લોકો બબ્બે પૈસાની ઔકાત લઈને આવ્યા છે.

    આ કડીને બરાબર સમજ્યા વિના બહેન રુપલે બળવો કયૉ છે..!!
    પહેલી પંકિતીમાં કવિ પયગંબરની જીભ વિષે કહે છે.
    આ પયગંબરની જીભ એટલે શું ? જે લોકો પોતે ઈશ્વરના એજંટ- ગુરુઓ થઈ બેઠેલા છે તેવા ગુરુ-ઘંટાલોની માનસિકતા પર કવિએ પ્રહાર કયૉ છે. આ ગુરુ-ઘંટાલો તેમના કહેવાતા પ્રવચનો દ્વારા નાણાં રળવાનો વ્યવસાય કરી રહ્યા છે..( વેચાય છે બબ્બે પૈસામાં ) આવી ઠગી રીતથી પેટીયું રળનારા ગુરુ-ઘંટાલોને વધારે ડીવેલ્યુટ કરવા માટે..
    ને લોકો બબ્બે પૈસાની ઔકાત લઈને આવ્યા છે.
    આ બીજી કડીમાં ધામિંકતાનો અંશ હોવાથી અને તેથી જ અપેક્ષિત વિવાદોને ધ્યાનમાં લઈને જ્યારે આ ગીતને સંગીતથી મઢવામાં આવ્યું ત્યારે આ બીજી કડીને અછુત રાખવામાં આવી છે.
    પતિ-પત્નીના શ્રુંગાર વિષે કહું તો..
    કવિ કાલિદાસકૃત કુમારસંભવમ વાંચી જવા ભલામણ.
    લેખકની સામાજિક જવાબદારી વિષે કહું તો..
    વષૉ પહેલાં સ્વ.ચંદ્રકાંત બક્ષીએ તેમની કોઈ નવલકથામાં કુંતિ વિષે બેફામ લખેલું. આ બિભસ્ત લખાણ ગુજરાત સરકારના ધ્યાન પર આવતાં ગુજરાત સરકાર ચંદ્રકાંત બક્ષીની પાછળ હાથ ધોઈને પડી ગયેલી અને બક્ષીને ગુજરાત બહાર ભાગવું પડેલું..!!
    ( આ ઘટનાનો ઉલ્લેખ શ્રી વિનોદ ભટ્ટે તેમના પુસ્તક વિનોદની નજરે..માં કયૉ છે.)

    ટહુકા પર પ્રગટ થતી કૃતિઓ પોતાને ગમતી જ હોય અથવા સજૅનાત્મક ભાવ વાળી જ હોય તેવી અપેક્ષા વધુતી પડતી તો ગણાય જ અને ક્ષમ્ય પણ ગણાય.

  15. હેલ્લો જય્શ્રેીબેન્,

    હુ આપનૅ એક અન્ગત કામે આ પત્ર લખી રહિ ચ્ુ;. મારા મામા કવિ શ્રે રમેશ પારેખ ને લૈને મારે તમરી સાથે થોદિક ચર્ચા કરવેી ચચ્હે. મારા મામી તમારિ સાથે વાત કરવા માગે ચે. પણ્ મામિને કોમ્પ્યુટૃર આવદ્તુ નથિ. હુ સોફ્તવેર એન્જિનિયર તરિકે પુનામા એક ફોરેઇન કમ્પનિ મા કામ કરુ ચ્હુ. પણ્ મામા ને લિધે મને નાનેથિ આરટસમા રસ ચ્હે. અનેા આથિ જ જ્યારે પણ્ સમય મળૅ ત્તયારે સઆઈટ મા જાઈને સારી-સારી કવીતા વાચી લઊ ચૂ. મામી તંમારી સાથૅ સઆઇટ નૅ લઈનૅ વાત કરવા માગૅ ચ્હે. આપ જૉ શક્ય હૉય તો મનૅ ફૉન કરજો. કારણ કૅ અન્ગ્રૅજી કીબૉર્ડ સાથે ગુજ્ર્રાતીમા ટાઈપ કરવૂ હાડ પડૅ ચે. અને વાત થોડી લાબી ચે.

    મૅઘના

  16. dear sir, since last so many times i am in search of your song ‘AA MAN PANCHAMNA MELA MA SAHU’ .
    can you give me the link of this song either download this song or where it is available in market.- Jignesh shah

  17. Hi, I am not posting any comment regularly but after reading responses here especially from Rupal I think i should also contribute some thing.

    According to my point of view, કવિઓ માત્ર બિજાઓ માટે જ કવિતા નથિ લખ્તા. પણ તેઓ પોતાનિ મનસ્થિતિ નુ વણ્ન પણ કરતા હોય. અને હુ નથિ માનતો કે કવિ ઓ એ કોઇ જવાબદારિ નિભાવવિ જોઇયે. કવિઓ પોતનિ મનોસ્થિતિ શબ્દો મ વણ્રવિ શકે અને જે કોઇ પન તેનિ કવિતા વાન્ચે તે પોતાનિ જ કોઇ મનોસ્થિતિ જોઇ જાય તો તે કવિતા તેને ગમે. અને જ્યારે કોઇ કવિ ગુસ્સો, પિડા, પ્રેમ્, કે વ્યથા અનુભવે ત્યારે જ તે સર્વશ્રેશ્થ ક્રુતિ નુ સર્જન કરે ચે.
    sorry vijaybhai for doing analysis of analysis.
    But i strongly believe that kavio are humans only and not upadeshak so they can not give you what is right.

  18. પ્રિય રૂપલ,

    આપનું અભ્યાસસભર જ્ઞાન પ્રભાવિત કરે એવું છે. કવિનું અને એજ સંદર્ભમાં કોઈ પણ કળાકારનું સમાજ પરત્વે જે દાયિત્વ હોવું જોઈએ એ અંગેની આપની વાત હું ખુલ્લા મને સ્વીકારું છું. મારી પોતાની કવિતાઓમાં હું એ જવાબદારીનું વહન નથી કરી શક્તો અને એ જ પ્રમાણે અન્ય ઘણા કળાકારો પણ આ જવાબદારી નિભાવી ન શક્તા હોય તો એના માટે એમના પોતાના અંગત કારણો હોઈ શકે છે.

    કળા નૈસર્ગિક હોવી ઘટે. દરેક કવિ નર્મદ કે મેઘાણી બની જ ન શકે. કોઈકે ર.પા. કે રાવજી જેવા નકરી સંવેદનાના વાહક પણ બનવું પડે કારણકે કવિની કલમમાંથી એ જ બહાર આવી શકે જે અંદર ઊભરાતું હોય. અને કોઈ કવિ પોતાની જાત પર એવી જબરદસ્તી ના કરી શકે કે એનામાં દેશદાઝ જ ઉભરાવી જોઈએ…

  19. Rupal,
    Now I understand the real context of your comments. Especially, if you live away from India, in the western world, we do appreciate the positivity more. Excellent comments. You deserve my comliments for clarity of thoughts and expressions.( I cannot type in Gujarati fast so I am writing in English. )

    The very purpose of these kinds of blogs is to exchange intelligent views and ( SAHITYA SAMVAD). Please keep your accute sensitivity sharper. Regards. Vijay Bhatt

  20. First of all, મારા નાનકડા આક્રોશના આટલા બધા response બદલ thank you!

    અહીં મિત્રો સાથેના discussionનો સાર કાંઈક આવો છે…..આ વાતો મનપાંચમના મેળાના ગીત-specific નથી, વધારે general છે એ પહેલેથી કહી દઉં……

    સવારે ઊઠીએ અને ટહુકો વાંચીએ ત્યારે મન એક સારો વિચાર શોધતું હોય, એક ઉત્સાહપ્રેરક અને positive વાત શોધતું હોય…તેવે સમયે કવિતાની એક ફરજ બને છે કે મને એ આવો વિધાયક વિચાર અને વિધાયક ભાવ આપે. સામાન્ય માણસની આ જ એક અપેક્ષા હોય છે. અને કવિની પણ જવાબદારી હોય છે કે પોતાના વિચારથી સમાજના વધારેમાં વધારે લોકોનું જીવન ઉન્નત અને ભાવમય થાય. કાવ્ય એટલે એક એવું પદ્ય કે જેમાં દોષરહિત, ટીકારહિત, સગુણ તથા સાલંકાર પદાવલિ હોય. કવિ અને કાવ્યની આ વ્યાખ્યા મારી નથી પરંતુ એક મહાપુરૂષ પાસેથી મેં સાંભળેલી છે. આપણા સપ્તર્ષિઓમાંના એક એવા અત્રિ ઋષિએ આવા કવિઓનો સમુહ ઊભો કર્યો હતો. (મારી પાસે એનું સંદર્ભ સાહિત્ય છે.) આપણું વૈદિક વાંગ્મય વાંચીએ તો ખ્યાલ આવે કે કેવાં ભવ્ય કાવ્યો આપણી પાસે છે. અને આ એવાં કાવ્યો કે જે હજારો વરસો પછી પણ હજુ લોકજીભેથી ભૂલાયા નથી. એમાંનું સર્વોચ્ચ ઉદાહરણ એટલે આપણી શ્રીમદ ભગવદ ગીતા- એનો એક એક અક્ષર વિધાયક છે! આવા કાવ્યોમાં માણસને “અમૃતસ્ય પુત્રાઃ” કહીને કે પછી “મમૈવાંશો જીવલોકે” કહીને અજબની અસ્મિતા બક્ષેલી છે. વિશ્વ એ ભોગવવાનું નહીં પણ ભાવમય અને ભદ્ર જીવન જીવવાનું સાધન છે એવો દ્રષ્ટિકોણ આપણને એમાંથી મળે છે. મૃત્યુ એ બધાનો અન્ત નહીં પણ ભગવાન સાથેનું મંગલ મિલન છે એવી ગર્જના એમાં છે. આવો છે આપણો ભવ્ય વારસો! પહેલાના જમાનામાં કાવ્યોના એક એક શબ્દોના લોકો દ્વારા વિશ્લેષણ થતા હતા, લોકો તપાસતા હતા કે એક પણ શબ્દ વધારાનો તો નથી ને, એક પણ વિચાર નબળો તો નથી ને. અને પછી જ એ કાવ્ય સમાજમાં સ્થાન પામતું. કવિકુલગુરુ કાલિદાસે અભિજ્ઞાન શાકુન્તલ લખ્યું, તો ઈર્ષ્યાથી પ્રેરાઈને કવિ દંડીએ અભિનવ શાકુન્તલ લખ્યું, પરંતુ એ લોકભોગ્ય અને લોકસ્વીકૃત બની ના શક્યું. ચાર્વાકે ભોગપ્રધાન વાતો લખી તો એ ક્યારની લોકોના મગજમાંથી ભૂંસાઈ ગઈ, પરંતુ રામાયણ, મહાભારત અને ગીતા આજે પણ ઘર-ઘર ગવાય છે- કારણ કે તે વિધાયક છે.

    તો પછી કોઈને પ્રશ્ન થાય કે શું કવિતામાં કટાક્ષ, વ્યંગ, ટીકા, real પણ negative ઘટના જેવું લખવું જ નહીં? તો એમાં at least આવું લખ્યા પછી પણ અન્તમાં જો કોઈ positive વિચાર આવતો હોય, કોઈ solution આવતું હોય તો પણ સારું. કટાક્ષ કે વ્યંગથી એક સારા રસ્તાનો ગર્ભિત નિર્દેશ કરવો એ એક રીત છે, અને વધારે સારી રીત એ પણ છે કે સરળતાથી મધુરતાથી વિધાયક વાત કહી દેવી. કોઈ કહેશે કે કટાક્ષથી નિર્દેશ કરવો એ તો કવિતાની એક કલા છે, પણ એ કલા કેટલા લોકોના મન સુધી પહોંચી શકશે? આપણાં લોકગીતો જ જુઓને, કેટલા સરળ, ભાવમય અને છતાંય ચોટદાર; અને વરસોથી લોકોની જીભે ગવાતા રહેલા છે. જ્યારે મારા જેવાની કવિતાઓની ચોપડીઓ પસ્તીમાં વેચાતી હોય.

    આનો અર્થ એવો પણ નથી કે કવિતા લખનારાઓને પ્રોત્સાહન ના આપવું. અહીં ટહુકા પર જે પ્રયાસ થાય એ પ્રશંસનીય છે જ. બીજા બધા blogs છે તે પણ સારા પ્રયાસો છે જ. નિસરણીના નીચેના પગથિયા પરથી જ ધીમેધીમે ઉપરના પગથિયા સુધી પહોંચાય છે, એ નીચેના પગથિયાં ભૂલાય નહીં. અગત્યનું એ છે કે આપણને ધ્યાન રહે કે ઉપરનું પણ એક પગથિયું હોય છે એ આપણે પામવાનું છે- કવિએ એવી કવિતા લખીને અને મારા જેવા લોકોએ એ કાવ્ય વાંચી-સમજીને.

    આજે વાણીસ્વાતંત્ર્યના બહાને જે લખ્યું તે છાપી નંખાય છે. Internetની સુલભતાને લીધે કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ લખીને post કરી નાંખે છે. આપણે બધાં Internet surf કરીએ છીએ એટલે આ બધા કચરાની આપણને ખબર છે જ. bedroomમાં પતિ પત્નીને કશુંક શ્રુંગારિક કહે તે બધું શું કવિતામાં લખીને છાપી નંખાય? મનને ભડકાવે અને શરીરને ઉત્તેજિત કરે એવી ભાષામાં શાયરીઓ/અનુભવો લખી છાપી નંખાય? મન ફાવે તેવા શબ્દો બનાવીને અને મન ફાવે તેવી જોડણીઓ બનાવીને શું છાપી નંખાય? ……કવિની ખૂબ મોટી જવાબદારી છે સમાજને એક વિધાયક દિશામાં lead કરવાની! આપણા પૂર્વજોએ આપણને કલ્પના પણ ના આવે એવા પ્ર-યત્નો કરીને આ વાંગ્મયનો વારસો આપ્યો છે, એક રાહ બતાવેલો છે. મા સરસ્વતીના આશીર્વાદથી કવિને શબ્દજ્ઞાન મળ્યું છે, ભાવદૃષ્ટિ મળી છે, તો એનાથી એણે ઉન્નત સમાજનું નિર્માણ કરવાનું છે. વેદવ્યાસ, શંકરાચાર્ય, કાલિદાસ, ભવભૂતિ વગેરે જેવી વિભૂતિઓ જ આજના કવિના આદર્શ બની રહે.

  21. To all,
    There is no point in doing analysis of analysis. As a matter of fact KAVITA is to be ‘felt’ not to be discussed like Vedas. Kavita is nectar of inner most human feelings. Had Ramesh been born in an English speaking country and had he written the same in English- he would have got Nobel prize multiple times… Ramesh is like “VARSAAD”… Simply enjoy him no need to write MEGHDOOT on him.

    Jayshree ben.. please keep up great work.
    Vijay J Bhatt (Los Angeles)

  22. પ્રિય રૂપલ,

    બે-એક શબ્દ આ ગઝલ વિશે પણ…

    ર.પા.ને હું જેટલું ઓળખી શક્યો છું, મને લાગે છે કે એ એક ખૂબ જ સ-ભાન કવિ હતા. (અહીં સ-ભાન શબ્દ મેં સહેતુક અને પૂરી પ્રામાણિક્તાથી પ્રયોજ્યો છે)

    મેળો એટલે માનવસ્વભાવનો ‘મેગ્નિફાઈંગ વ્યુ’. મનુષ્ય જીવનના તમામ ભાતીગળ રંગો એક જ સ્થળે જ્યાં જોવા મળે એ મેળો. ર.પા. જ્યારે મેળા પર ગઝલ લખે ત્યારે સ્વાભાવિકરીતે જ એમાં મનુષ્યજીવનના તમામ નાનાવિધ રંગો પણ ઉપસવાના જ. અને આ તો પાછો ‘મનપાંચમ’નો મેળો. (નવા શબ્દો ‘કોઈન’ કરવા એ પણ શ્રેષ્ઠતમ કવિકર્મ જ સ્તો!)… આ ગઝલમાં ર.પા.એ મેળાની પૃષ્ઠ્ભૂમિ પર મનુષ્યજીવનના પચરંગીપણાને શબ્દોમાં આબાદ ઝીલ્યું છે. ( એ છે કવિની સ-ભાનતા!)

    નકારાત્મક અને સકારાત્મક બંને રંગો આપણા જીવનમાં વારાફરતી ઉપસતા જ રહે છે. પણ કળામાં હંમેશા કાળો રંગ વધુ સ્થાન પામે છે. આપણે પણ સુખ ક્ષણિક અને દુઃખ ચિરંજીવી હોવાનું શું નથી અનુભવતા?

    કોઈ સપનું લઈને આવ્યા છે તો કોઈ રાત લઈને… સપનું આમ તો રાતનો જ એક ભાગ નથી? પણ કવિ પોતાની રીતે ખૂબ સ્પષ્ટ છે. સપનું એટલે રગોનો મેળાવડો, આશા અને જિજિવિષા… જ્યારે રાતનો રંગ તો અંધારો, કાળો હોય છે…

    બીજા શેરમાં કવિ અદભુત વાત લઈને આવે છે, એવી વાસ્તવિક્તા જે પચાવવી ઘણાને અઘરી થઈ પડે. ગૌતમ, મહંમદ, ગાંધી, ઈસુ, મહાવીર- કંઈ કેટલાય પયગંબરો આવ્યા અને ગયા. એમના મહાન-જીવનમૂલ્યોને સાચી રીતે સમજવાને બદલે એમના આદર્શોને આપણે આપણા વેપારનું સાધન બનાવી દીધું. દીવાલ પર કે શો-કેસમાં ચિત્રો, મૂર્તિઓ, પ્રાણીના માથાંઓ જેવા શૉ-પીસની લગોલગ જ ભગવાનની જાત-જાતની મૂર્તિઓ, ચિત્રો… ઈશ્વર આપણા માટે ભજવાનું સાધન ઓછું અને દેખાડવાનું વધારે છે. સત્ય આપણા માટે પ્રદર્શનનું વધારે અને અમલનું નહિવત્ મૂલ્ય ધરાવે છે… પયગંબરોના ઉપદેશને વેચી ખાનાર લોકોની ઔકાત કદાચ બે પૈસા આંકી એ પણ શું વધારે નથી?

    ફુગ્ગો અને દોરો…. કવિ મેળામાં આગળ વધે છે પણ આ કયા ફુગ્ગા અને દોરાની વાત છે? આ આપણા આયખાની વાત છે કે આપણા તકલાદી વ્યક્તિત્વની? જીવનમાં માણસ કેટકેટલીવાર પોતે તૂટે છે અને અન્યોને તૂતતાં જુએ છે? ક્યારેક આ ફૂટવું ફુગ્ગા જેવું ધમાકાસભર હોય છે તો ક્યારેક દોરા જેવું સાવ શાંત… અને મેળાની ભીડની વચ્ચે પણ એકલા હોય એવા માણસો શું અહીં ઓછા છે? મારી દૃષ્ટિએ આ જીવનની બહુવિધતાનું સકારાત્મક ચિત્રણ છે…

    આમ તો દરેક શેર આગળ વધારી શકાય… પણ મારે જે કહેવું છે તે એ કે એક જ કવિતામાં કોઈને નકારાત્મક રંગ વધુ ભાસે તો કોઈને સકારાત્મક પણ લાગી શકે… ગ્લાસ કોઈને અડધો ખાલી લાગે તો કોઈને અડધો ભરેલો… કવિતામાં મેળા જેવી જ અલગ-અલગ અર્થચ્છાયાઓ ઉપસે એજ તો કવિની કુશળતા છે ને !

  23. Rupal, you are absolutely right! As you mentioned that “I think we are very fortunate that GOD gave us the birth of human.So I personally don’t think that “aapne babbe paisa ni aukat lai ne aavya chie”.”
    If one believe that, God gives us birth as “Human” then God also telling us how to live and what to ask. In “ManPancham Na Mela” Shri Rameshbhai observed that we forget our “Aukat” and asking for all material things and glitter. What is needed in todays world is PEACE and HAPPYNESS (not FUN). By demanding all those non-sense we are proving that. Not only that Shri Rameshbhai also realized that todays human is so much surrounded by too many pressure and demand, so he realized and with sympathy he said- સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે.
    In my opinon he is telling us that don’t follow thsese misery, live as HANUMAN not as Miserable, poor HUMAN!

  24. Rupalben,
    You offer very interesting observation.
    In response to your post and request for possible interpretation, I was thinking that it is helpful to reflect upon and/or analyze a piece when we understand the inspiration behind the composition and the mood (or experiences?) that prompt such sentiments in a poet’s mind. Upon re-reading it following your thoughts, I found the sentiment reflective (rather than negative). Just my two cents! Thank you for posing your own thoughts–it made me re-read and “think” about the poem some more.

  25. પ્રિય રૂપલ,

    સૌ પ્રથમ આપની નાનકડી ગેરસમજણ દૂર કરી દઉં… ‘સુંદર રચના”ના તકિયાકલમ સિવાયના શબ્દો પણ હું ક્યારેક વાપરતો હોઉં છું.

    ટહુકો.કોમ પર આ વર્ષે રજૂ થયેલી કૃતિઓમાં મારા કેટલાક અભિપ્રાય અહીં રજૂ કરું છું. આશા રાખું કે આપના મનનું સમાધાન થશે. ‘સુંદર રચના’ કહીને છટકી જવાની મારી મનોવૃત્તિ નથી હોતી એવું પણ હું નથી કહેતો. કોઈકવાર ખૂબ વાંચેલી રચના અથવા નેટ પર ઉપલબ્ધ હોય એવી જ રચના ફરી-ફરીને વાંચવા મળે ત્યારે નવું શું કહેવું એ પ્રશ્ન બની રહે છે. વેબ-સાઈટ ચલાવવા માટે સમય અને ક્યારેક ગાંઠના પૈસાનું ઈંધણ પણ ખૂબ રેડવું પડતું હોય છે એટલે સારી વેબ-સાઈટ્સના સંચાલકોને પ્રોત્સાહનનું પીઠબળ મળે એ કારણોસર જ્યારે કંઈ ન સૂઝે ત્યારે આ તકિયાકલમ વાપરી જવાબદારી નિભાવી લીધાનો સંતોષ પ્રમાણું છું. પણ હવે થોડી તકેદારી પણ રાખીશ…-

    ***************************
    ***************************

    હું જ બાંધી ના શક્યો સામાનમાં
    બેગમાં ઘર આવવા તૈયાર છે

    – મજાની ગઝલ અને સુંદર અભિવ્યક્તિ… ઘણા સમય પૂર્વે વાંચી હતી ત્યારે પણ ગમી હતી અને આજે સ-વિશેષ ગમી ગઈ…
    ***
    આ ગીત તો સેંકડો વાર સાંભળ્યું હતું પણ રઈશભાઈએ લખ્યું છે એ વાત આજે જ જાણી… ટહુકો પર સુરત-સ્પેશીઅલ સપ્તાહ ચાલે છે કે શું? ગૌરાંગ ઠાકર, ગનીચાચા, મુકુલભાઈ અને સળંગ બબ્બે દિવસ રઈશભાઈ….
    ***
    મુકુલભાઈની લબ્ધપ્રતિષ્ઠ કૃતિ… કયા શેરને વખાણવો અને કયાને નહીં એ પ્રાણપ્રશ્ન બની રહે એમ છે…
    ***
    સાંજ ડૂબી એકલી તારા વગર
    એટલે છે આંખ મારી તરબતર

    -ખૂબ સુંદર અભિવ્યક્તિ…

    લઇ ઉદાસી કેટલું ચાલ્યા કરે
    એકલો માણસ અને ભરચક નગર
    -આ શેર પણ લાજવાબ થયો છે… સરળ ભાષામાં સહજ ગઝલ…
    ***
    સુંદર રચના… ગઝલ વિશે ઘણા કવિઓએ ગઝલ કરી છે. શૂન્યની આ રચના એ બધામાં અનોખી જ ભાત પૂરે છે…
    ***
    કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે ;
    અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે.

    -ક્યારેક એક જ શેર કવિની ઓળખ બની જઈ શકે છે. રઈશભાઈનો આ શેર ગુજરાતી ભાષાના અમર શેરોમાંનો એક છે…
    ***
    અવનવા કલ્પનો લઈને કાવ્યમાં કંડારવા માટે રવીન્દ્રભાઈ જાણીતા છે. ઘણીવાર જ્યાં આપણી કલ્પના અટકતી જણાય ત્યાંથી ઘણીવાર એમની શરૂ થતી હોવાનું પણ અનુભવાય..

    મજાનું ગીત…
    ***

  26. Maybe a person being just like you in knowlede of kavita ras..but i can definitely say something about the above written “rachna”..that as u said that GOD has given us birth in form of human..and that is why we feel lucky..but amongst us who is “the wise” to take this opportunity of being human and remain humane..if you will ask your inner soul that is anyone in this world is actually “human”? you would find it in negative.some of them just come and waste their precious life,give nothing to the world, neither take from it..and go away..some of ’em jus come for just destuction..and so the poet is feelin really disturbed and suffocated that he is using some aggresive words to explain that how ppl just waste their lives..and although he’s said some negative expressions he has tried to show the contradiction in the piece…so as a small person in the pacific of kavi jagat i have said so many things hope everythings to the point..and maybe Rupal can find somthing from this..

  27. વિવેકભાઈ
    તમારા પ્રત્ત્યુત્તરની સહુ રાહ જોઈશું

  28. Hello,
    Ramesh Parekh is one of my favorite KAVI.This “rachana” of him is nicely written in a way of wordings.But one thing came in my mind after reading is that,why almost everything is negative here? or may be I am not understanding it!!!! Is there anyone there in this kavi world who can explain me? except Vivekbhai !!! Sorry Vivekbhai but I always see your comment in here,and it is always “Sunder rachana” for you. Seems like you are very positive person.But I need an opinion from an honest person here.I think we are very fortunate that GOD gave us the birth of human.So I personally don’t think that “aapne babbe paisa ni aukat lai ne aavya chie”.This is what I think.I might be wrong.Because as I said Ramesh Parekh is a very respectful person according to me and his vision of writing this might be way different from what I think.So……..please take this comment positively and explain it to me.

    • Ramesh parekh is a favorite and one of my favorite poem here, what an observation of world and the way he has chosen words. Pranam ane salaam are words for his creativity.I find nothing negative here, an observation of a traveler on earth knowing the nature of BEING probably and the drama of duality being played perfectly. He talks about ajvalu ane patangia too, saying there is always duality on earth. આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવુ લાવ્યો તું ય, રમેશ,
      this is Ramesh – as is.
      Kavita is written by soul and not body, there is a bigger responsibility to stay loyal to oneself as people are going to chose what they like. there is ocean of poetry in front of a person and he ll def attract what he is looking for.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *