(ચાલ્યા જતા પ્રસંગની એક ક્ષણ.. Nevada Falls, Yosemite National Park, April 09)
* * * * *
સ્વર: આલાપ દેસાઈ
આલ્બમ: ગઝલ રૂહાની
.
ચાલ્યા જતા પ્રસંગની એકાદ ક્ષણ રહે
તોપણ પૂરા પ્રસંગનું વાતાવરણ રહે.
જો દ્રષ્ટિ સ્થિર થાશે તો જોઈશ ધરાઈને
પણ ત્યાં સુધી એ રૂપ ઉપર આવરણ રહે.
મારી ક્ષિતિજ લઈને હું ફરતો રહ્યાં કરું
મર્યાદા એની એ રહે ને વિસ્તરણ રહે.
મન થાય ત્યારે યાદ નિરાંતે કરું નહીં ?
એ શું કે વાતવાતમાં તારું સ્મરણ રહે !
સ્વપ્નાંય બહુ તો ઓગળી ઝાકળ થઈ ગયાં
જીવનમા તો પછી ‘ફના’ ક્યાંથી ઝરણ રહે ?
– જવાહર બક્ષી
hi javaharbhai kemchho? tmne ‘tahukoma vachya. ketle vkhte tmaru lakhelu jovamalyu.
ઉત્તમ ગઝલ… બધા જ શેર આસ્વાદ્ય થયા છે….
દરેક શેર અદભૂત…
આ શેર બહુ ગમ્યો.
જો દ્રષ્ટિ સ્થિર થાશે તો જોઈશ ધરાઈને
પણ ત્યાં સુધી એ રૂપ ઉપર આવરણ રહે.
‘મુકેશ’
સરસ ગઝલ
સરળ બાનીમાં ગહન બાત. ધીમે ધીમે એકેક શેરને ફોલો તો સત્વ પ્રગટે.
જવાહરભાઈ, તમારી ગઝલને આ રીતે મળવાની મજા પડી.
જવાહરભાઇ જેવી જ ઊંચી કક્ષાની ગઝલ.
What a surprise packet? Yesterday it was from Madhumati Mehta, today from Jawahar Bakshi.
Thanks!