કવિ શ્રી સુરેશ દલાલ ને અલવિદા….

ગુજરાતી ભાષાને કવિતાનો દરિયો જેમણે આપ્યો – એ વ્હાલા કવિ શ્રી સુરેશ દલાલ હવે આપણી વચ્ચે નથી! ગુજરાતી પ્રજા હંમેશા આ કવિની ઋણી રહેશે, અને કવિતા થકી કવિશ્રી હંમેશા આપણી સાથે જ રહેશે! કવિ શ્રી ને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી!

ફૂલપાંદડી જેવી કોમળ
મત્ત પવનની આંગળીએથી
લાવ, નદીના પટ પર તારું નામ લખી દઉં!

– સુરેશ દલાલ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


૦૧ આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ.. – સુરેશ દલાલ

૦૨ શ્યામ ! ઓ સાંવરીયા ! – સુરેશ દલાલ

૦૩ આટલું તે વ્હાલ નહીં વેરીએ… – સુરેશ દલાલ

૦૪ તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી – સુરેશ દલાલ

૦૫ પૂછતી નહીં કેટલો પાગલ… – સુરેશ દલાલ

૦૬ કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે..! – સુરેશ દલાલ

૦૭ મારી ગાગર ઉતારો તો જાણું ! – સુરેશ દલાલ

૦૮ અમે એવા છઇએ – સુરેશ દલાલ

૦૯ આજ રીસાઇ અકારણ રાધા… – સુરેશ દલાલ

૧૦ આંખ્યુંના આંજણમાં – સુરેશ દલાલ

૧૧ ઇટ્ટા કિટ્ટા… – સુરેશ દલાલ

૧૨ અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા – સુરેશ દલાલ

૧૩ મોરપિચ્છની રજાઈ ઓઢી – સુરેશ દલાલ

 

 

29 replies on “કવિ શ્રી સુરેશ દલાલ ને અલવિદા….”

 1. prashant desai says:

  we had learnt alot from sureshbhai via chitraleka we miss him lot for guide us pry to god for them

 2. Himanshu Trivedi says:

  A great poet, a wonderful human being who enriched our lives through the poetry, songs and his lectures!! May his soul rest in peace! It is a great loss to Gujarat and Gujaratis in particular and Indians and India in general but unfortunately, age and time works that way. He will be alive between us as all great artists do by the things they have created and given to the society. Amen!

 3. Suketu Koradia says:

  સુરેશ દલાલ માત્ર એક કવિ નહિ મહાકવિ-સન્સ્થા-યુગકવિ જેણે સાહિત્યનો નવો યુગ સર્જ્યો…વન્દન સાથે અસ્તિત્વનિ અનુભુતિ નો એહસાસ

 4. Prem Kapadia says:

  Sureshbhaina nirvan saathe j Gujarati kavitao jaane anath thai ghai chhe ane aakhun sahitya jagat nistabdh,nishabda.Sureshbhai kyank evun to nathine ke tamne
  tamara param mitra Harindrabhini utkatathi yaad aavi ane tame barabar janmashtami parva pasand kari a krishna geetkar ane kavino sang karva amne chhodi gaya!

 5. Mahendra & Mira Mehta says:

  Sureshbhai came to Amrica in 1983. We have fond memories of three glorious days with him here in N, California. His talk on Gujarati Poetry was easy to listen to, humerous and schoraly. He was a high grade scholar but never snobish
  Gujarat has lost a great poet and great man.

 6. chhaya says:

  આઘાત્જનક સમાચાર !
  ક્રિશ્ન જન્માશ્તમિને દિને ક્રિશ્નના અતિ સુન્દર કાવ્યો લેખો લખ્નાર વિદાય લે , ઇશ્વર્નો સન્કેત .હરિન્દ્ર દવે
  નિ યાદ આવિ ગૈ . ઇશ્વર પરાયન જિવ ને ,ઇશ્વર મા એક થતા પરમ શાન્તિ જ હોય .આપન ને ખોત પદિ

 7. Dr jagdip says:

  મોર પિચ્છની રજાઈ ઑઢી અમે સુતા લ્યો શ્યામ
  વ્હાલપ્નો હિંડોળો નાખો હવે તમે ઘનશ્યામ
  અમને થાય પછી આરામ……

 8. Atul Shastri says:

  કવિશ્રી સુરેશભાઈ ને સંભાળવા તે પણ એક લાહવો હતો. IMAGE PUBLICATION દ્વારા યોજાતા કાર્યક્રમોમાં તેમને ઘણી વાર સાંભળ્યા છે. પુરશોતમ ભાઈએ કહેલું સાંભળવા જેવું છે. એક કાર્યક્રમમાં તેમના વક્તવ્ય માટે ONCE MORE કહેવાયું ત્યારે લતા મંગેશકરે તેમને કહયું કે તેમણે તેમની જીંદગી માં ક્યારે આવું નથી જોયું કે સાંભળ્યું કે કોઈ વક્તાને તેમના પ્રવચન માટે ONCE MORE કહેવાયું હોય.

 9. રશ્મિન says:

  કવિ શ્રી સુરેશ દલાલને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી,

  ગુજરાત સાહિત્યજગત સદાય કવિશ્રીને યાદ કરશે….

  “કવિતા” માસિક હવે કવિતા વિનાનું જઈ જશે.

  કવિશ્રીને અશ્રુભીની અંજલિ…

 10. Vallabhdas Raichura says:

  હવે આપણી આંખો અને ગુજરાતી ગિરાનાં
  શબ્દોની પાંપણ સદાયે અશ્રુભીની રહેશે.
  કવિ સુરેશભાઈ તમે આવું નહીં વિચાર્યું હોય ,
  નહીંતર ૭૯ વર્ષ કંઈ બહુ કહેવાય?
  તમે જ કવિતામાં કહો!!

  વલ્લભદાસ રાયચુરા
  નોર્થ પતોમેક
  ઓગસ્ટ ૧૧, ૨૦૧૨ની રડતી સવારે.

 11. Rajesh Bhat says:

  It is indeed a sad news to hear that Suresh Dalal is no more with us! Gujarati literature owes him a lot for popularising literature. What struck me the most was his prolificity: of speech, of writing and of publishing. I will never forget his compering of literary shows, especially, “Kavi Sammelans”. It will not be an exaggeration to say that he lived poetry; the way he quoted poems of most poets was amazing! It is now up to us to keep him alive in our memories and publications as well as our literary events besides the dreary existence in text books.

  Rajesh Bhat, Ahmedabad.

 12. “ગુજરાતી ભાષાને કવિતાનો દરિયો જેમણે આપ્યો” – આ એક જ વાક્યમાં કેટલી સચોટ અંજલિ આપી દીધી !

  એમના જ શબ્દોમાં:

  “મૃત્યુ જેટલું મોટું પૂર્ણવિરામ કોઈ નથી”

 13. Ravindra Sankalia. says:

  કવિશ્રિ સુરેશ દલાલના જવાથી ગુજરાતી કવિતાવિષ્વ્ને જે ખોટ પડી છે તે કદીયે પુરશે નહિ.

 14. Vallabhdas Raichura says:

  “અમે ચક્કરને સર્કલ મારશું રે લોલ
  અમે સરકલને ચક્કર મારશું રે લોલ.”

  “અમે સદ્ધર ગુજરાતી અદ્ધર અંગ્રેજીમાં
  મોટી મોટી વાતોને ફાડશું રે લોલ.”

  Who will write such scathing poetry? Sureshbhai,
  you are more needed now than ever before for,there are more murderers of Gujarati language to day than they were during your 79 years of exalted stay on this “good earth”.
  Poverty defined!!

  Vallabhdas Raichura

  North Potomac:
  Aug.11,2012(ii).

 15. Vallabhdas Raichura says:

  હો દૂર તો ભી સલામ ભેજતે હૈ,

  તમન્નાયે અપને દિલ કી તમામ ભેજતે હૈ,

  માના કી આપસે મુલાકાત નહીં હોતી,

  પર દુઆયે દિલ સે હઝાર ભેજતે હૈ.

  (Kind Couryesy:
  Mumbai Samachar)

  Vallabhdas Raichura

  North Potomac:
  Aug.11, 2012(iii)

 16. Amrut Hazari says:

  ના, સુરેશ દલાલ જિવન્ નિ અનતિમ યાત્રાએ નથિ ગયા………પ્ર્ભુ પરમાત્માઅએ તેમને દિવાદાન્દિનુ બિરુદ આપિને પથદર્શ્ક બનાવિયા તેનો આનદ્…..કરિયે…….
  સુરેશ દલાલ અમર રહો……..

  આમ્રુત હઝારિ.

 17. જયેન્દ્ર ઠાકર says:

  હજારો સાલ સે રોતી હૅ નર્ગીસ અપની બે નુરા પે,
  કી બડી મુત્દસે પેદા હોતા હે ચમનમેં એક દિદાવર!
  શ્રી સુરેશ દલાલને હાર્દિક અંજલિ.

 18. નિર્વાણાંજલિ.
  આટલી સુંદર કૃષ્ણ કવિઓ કોણ આપશે?
  કૃષ્ણ ના આનંદ ધામમાંજ આપના આત્મા નો વાસ હો.
  ઓમ શાંતિ…શાંતિ…શાંતિ.

 19. Lina Savdharia says:

  પરમાત્મા એ આત્મા ને શાન્તિ અર્પે તેજ પ્રાર્થના.

 20. Himanshu Trivedi says:

  One of his lectures in Gujarati “Krishn: Mari Drashtiye” was such a classic that when I had it from someone, I heard it again and again. Mesmerising and so very clear in logic. He was a great orator apart from being a great poet and a person who gave such great Gujarati songs!

 21. M.D.Gandhi, U.S.A. says:

  કવિશ્રી પ્રોફેસર સુરેશ દલાલ જેઓ કે.સી.કોલેજમાં મારા ગુરુ પણ હતાં જેઓ આજે ખરેખર “મોરપિચ્છની રજાઈ ઓઢીને” કાયમ માટે સુઈ ગયા છે તેમને મારી હાર્દિક શ્રધ્ધાંજલી. તેમને મારી હાર્દિક શ્રધ્ધાંજલી. તેમને શ્રધ્ધાંજલી નિમિત્તે તમે યોગ્યજ કવિતા મુકી હતી.

  જેમણે “કવિતા”માં પણ “ઝલક” બતાવીને ભવ્ય “ઈમેજ” બંધાવી તેવા મારા ગુરુ શ્રી સુરેશ દલાલને મારા લાખ લાખ વંદન અને પ્રભુ તેમના આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના.

 22. Trilok Vyas says:

  રાત દિવસનો રસ્તો વ્હાલમ, નહીંતો ખૂટે કેમ?
  તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ.

  બસ આજ રીતે આપને અમે યાદ કરી કરી ને પ્રેમ કરતા રહીશું.

 23. Dinesh Pandya says:

  શ્વાસના થાક્યા વણઝારાનો નાક્થી છૂટે નાતો……

  પંખી ઉડ્યું જાય ને પછી જરી કંપે ડાળી
  એક પછી એક ઈન્દ્રિય કહે જો આ હું તો ચાલી ચાલી…….

  ગુજરાતી સાહિત્ય (કવિતા, નિબંધ અને વક્તવ્ય)ની એક ઈન્દ્રિય જાણે ચાલી ગઈ…..

 24. Geeta Vakil says:

  કવિ શ્રી સુરેશભાઈ દલાલનાં નિધનથી ગુજરાતી સાહિત્યને ન પુરાય તેવિ ખોટ પડી છે.કવિતા એમનાં વિના સૂની થઈ ગઈ છે. એમને હ્ર્દયપુર્વક્ની શ્રધાંજલી! કાવ્યાંજલી!!

 25. Vallabhdas Raichura says:

  સુશીલાબેન,કવિવર સુરેશભાઈ દલાલની બંને પુત્રીઓને,સંપાદકો તથા સમગ્ર ગુજરાતી ભાષીઓને
  એક જ નાની સરખી વિનંતી:

  શીઘ્રતાથી “સમગ્ર વ્ક્તવ્ય, કવિત અને નિબંધો- સુરેશ દલાલ”
  એ પ્રકારનું “Collected works-
  Suresh Dalal” તૈયાર કરવામાં અત્યારથી જ લાગી પડવું પડશે;નહીતર કાળદેવતા એ અમોલ મૂડી
  આપણી પાસેથી છીનવી લેશે અને આપણે પછી પસ્તાવાના ઝરણામાં જ રહીશું. આવનારી પેઢી
  આપણને કદી પણ ક્ષમા નહિ આપે એ નિશ્ચિત જ છે.

  વલ્લભદાસ રાયચુરા
  નોર્થ પટોમેક:
  ઓગસ્ટ ૧૩, ૨૦૧૨.

 26. manubhai1981 says:

  કવિને શ્રદ્ધાઁજલિ !

 27. વીરબાળા પંચોલી says:

  ગઈ કાલે જ જાણ્યું.હતપ્રભ થઈને રહી ગઈ. અહીં યુ.એસ.માં મને મોડી ખબર પડી.
  આવડીક અમથી આંગળીને
  છોડી ચાલ્યાં,તમે;
  શી રીતે લખાય હવે ?
  પેન તો હાથે થી સરે !

  તમારું વાક્ય ને તમારું ઓજસ ;
  અઢળક હામ દેતું અમને ,
  કેમ કરી ટકાવશું ?વડીલ?
  સખા?,આત્મીય ?
  તમ વિના
  આ “કવિતા”અને
  આ “ઈમેજ” પ્રકાશનને ?!

  મન તો હતું તમને મળવાનું
  યુ.એસ.થી આવીને ;
  પણ ગોઝારો કાળ !
  લઇ ગયો ,
  મુજ અભિલાષા
  તમ સંગે .

  કૃષ્ણનાં સાનિધ્યમાં
  એનાં મોરપીંછની સુંવાળપ
  તમને મળે એ જ અભ્યર્થના .

 28. biren chokshi says:

  રાત દિવસનો રસ્તો વ્હાલમ, નહીંતો ખૂટે કેમ?
  તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ.

  બસ આજ રીતે આપને અમે યાદ કરી કરી ને પ્રેમ કરતા રહીશું.

  શ્રી સુરેશ દલાલને મારા લાખ લાખ વંદન અને પ્રભુ તેમના આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના.

 29. શ્રી સુરેશભાઈ દલાલ ની વસમી વિદાઈથી ખુબ દુખ થયું,પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે,હમણાજ થોડો વખત પહેલા એમનું એક ગીત” આજ રિસાઈ અકારણ “મેં મારા સ્વરમાં ગાઈને યુ ટ્યુબ મુક્યું હતું ,મને ખુબ ગમ્યું હતું,આવા મહાન કલાકાર ની ખોટ સર્વે કવિગણોને સાલે એમાં નવાઈ નથી ,પણ પ્રભુની મરજી આગળ માનવી શું કરે ?હરી ઈચ્છા બળવાન .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *