હમણાં થોડા દિવસો પહેલા સરખા લાગતા ગીતો મોરપિચ્છ અને ટહુકા પર મુક્યા હતા, એ તો યાદ હશે તમને. આજે પણ એક એવું ગીત લઇને આવી છું, કે સાંભળતા હો સુરેશ દલાલને અને રમેશ પારેખ વારે વારે યાદ આવે… ગીતના શબ્દો છે, “તમે માછલી માગો ને અમે દરિયો દઇએ.”.. હવે તમે જ કહો, રમેશ પારેખનું પેલુ ખૂબ જાણીતું “વ્હાલબાવરીનું ગીત - હું તો ખોબો માગું ને દઈ દ્યૈ દરિયો ! ” યાદ ન આવે એવું બને ?
સ્વર : હંસા દવે
અમે એવા છઇએ, અમે એવા છઇએ.
તમે માછલી માગો ને અમે દરિયો દઇએ.
તમે અમથું જુઓ તો અમે દઇ દઇએ સ્મિત,
તમે સૂર એક માગો તો દઇ દઇએ ગીત,
તમે વાંસળી કહો ત્યાં અમે વૃન્દાવન જઇએ,
અમે તારા બગીચાની માલણ છઇએ.
તમે પગલું માંડો કે અમે થઇ જઇએ પંથ,
અમે ફૂલોની પાંદડીમાં છૂપી વસંત,
તમે પૂછો નહિ અમને અમે કેવા છઇએ,
અમે તારા આકાશમાં પારેવાં છઇએ.




March 13th, 2007 at 6:09 pm
‘સહિયારું સર્જન’ વાંચતો હતો ને આ પંક્તિઓ જોઇ, શાળાનાં સમ્મેલનમાં એક વાર એક મિત્રએ આ ગીતથી એવો રંગ જમાવેલો કે તરત જ આ ગીત સાંભળવાની ઇચ્છા થઇ આવી. મજાની વાત તો એ છે કે એની નીચે જ આ ગીતની લીંક તમે કોમેન્ટરૂપે મુકી હતી. એવો ખુશ થઇ ગયો કે ન પુછો વાત! ધન્યવાદ.
May 17th, 2007 at 5:15 am
Really nice written and sung. thanks to make in notice
October 19th, 2007 at 5:29 am
ખુબજ સુંદર ગીત.. આજે જ ટાઈમ લઈને માત્ર તમારી જ વેબસાઈટ જોઈ રહ્યો છું. મજા પડી ગઈ…
November 1st, 2007 at 6:40 pm
GREAT
April 11th, 2008 at 2:37 am
hi
how come song i can,t listen all the way
October 16th, 2008 at 9:20 pm
hansa dave etale hansa dave…
Gujarati Sugam Sangeet ma Meera Bai ni anubhuti karavto swar…
Ane geet pan kevu… Meera ena shyam ne kahe tevu….
June 15th, 2009 at 3:57 pm
vaah gana time pachhi aa geet sambhlu…..bahu saras lagyu. Hu cpllege ma hati tyare main suresh dalal na kavyo read karya hata…..ane emanu j ek aa maru gamtu geet che. tyare mane khaber nahoti ke odio cd bazar ma male che.. TKANKS TO YOU….
October 1st, 2009 at 6:20 am
[...] તો ખોબો માગું ને દઈ દે દરિયો !’ અને ‘ તમે માછલી માગો ને અમે દરિયો દઇએ’ … બોલો, છે ને એક સાંભળો અને બીજું યાદ [...]
October 2nd, 2009 at 11:13 am
ખરેખર મજા આવી ગઈ…..
October 11th, 2009 at 12:13 pm
અમે એવા છઈએ કે આપિ ગુલાબ કાંટા પાછા લઈએ……
April 2nd, 2010 at 1:07 pm
ખુબ સરસ ગીત , ખુબ સરસ રીતે ગવાયેલુ ગીત આભાર
April 26th, 2010 at 11:50 am
khub saras. album nu naam ane year of publication jaani shakun , please?
tame 2006 ma to e upload karyu hatu.