મોરપિચ્છની રજાઈ ઓઢી – સુરેશ દલાલ

Update at 10.15 pm of August 10, 2012:
ગુજરાતી ભાષાને કવિતાનો દરિયો જેમણે આપ્યો – એ વ્હાલા કવિ શ્રી સુરેશ દલાલ હવે આપણી વચ્ચે નથી! ગુજરાતી પ્રજા હંમેશા આ કવિની ઋણી રહેશે, અને કવિતા થકી કવિશ્રી હંમેશા આપણી સાથે જ રહેશે! કવિ શ્રી ને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી!

અમે એવા છઇએ, અમે એવા છઇએ.
તમે માછલી માગો ને અમે દરિયો દઇએ.

– સુરેશ દલાલ
———————————————————–

Posted at 5.25 am of August 10, 2012:

આદિ કવિ નરસિંહ મહેતાથી લઇને અર્વાચિન કવિઓની વાત કરીએ – એ બધામાં ‘ગુરુત્તમ સામાન્ય અવયવ’ એટલે કૃષ્ણ..!

તો આજે ‘જન્માષ્ટમી’ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણો એક મઝાનું કૃષ્ણકાવ્ય..! કવિ કહે – “અમે તમારા સપનામાં તો નક્કી જ આવી ચડાશું…” આહા…! પૂર્ણ સમર્પણ વગર આટલો confidence શક્ય જ નથી. અને આ મઝાના શબ્દોને સ્વર-સંગીત પણ એવા મળ્યા છે કે કૃષ્ણમય થયા વિના છૂટકો જ નથી..!!

સ્વર : હરિહરન
સંગીત : આશિત દેસાઇ

મોરપિચ્છની રજાઈ ઓઢી
તમે સૂઓને શ્યામ
અમને થાય પછી આરામ….

મુરલીના સૂરનાં ઓશીકાં
રાખો અડખે-પડખે
તમે નીંદમાં કેવા લાગો
જોવા ને જીવ વલખે
રાત પછી તો રાતરાણી થઇ
મ્હેકી ઊઠે આમ….

અમે તમારા સપનામાં તો
નક્કી જ આવી ચડાશું
આંખ ખોલીને જોશો ત્યારે
અમે જ નજરે પડશું
નિદ્રા-તંદ્રા-જાગૃતિમાં
ઝળહળભર્યો દમામ….

– સુરેશ દલાલ

Love it? Share it?
error

26 replies on “મોરપિચ્છની રજાઈ ઓઢી – સુરેશ દલાલ”

 1. sangita says:

  ખરેખર ક્રુશ્નમય બનિ જ જવાયુ…

 2. Bhavik Patel says:

  ધન્યવાદ..
  This post helps a lot..
  it was your kind reply of my request from your side.. (Tahuko..)

  Thanks again..
  Jai Shree Krishna..

 3. jay says:

  ખુબ જ સુન્દર રચના… અદ્-ભુત composition… સામ્ભળતા સામ્ભળતા તંદ્રા મા ખોવાય જવાય.. આશિત્ ભાઈના સ્વર મા પણ આ રચના ખુબ જ ગમી …

 4. chhaya says:

  આન્ખ ખોલિને જોશો ત્યારે ,અમે જ નજરે પદશુ
  કેવો વિશ્વાસ !

 5. Kamlesh says:

  વાહ…ઘેરો, સુમધુર અવાજ….કાનુડામય થઇ જવાયૂ….

 6. nirlep - qatar says:

  rest in peace – suresh dalal…..mere co-incidence that you put his poem and today he passed away…jsk

 7. chandrika says:

  કેવી સુંદર કલ્પના,મોરપિંચ્છ ની રજાઈ ઓઢીને ક્રુષ્ણ સૂતા હોય ને સપનામાં અમે(સુરેશભાઈ) આવે ને આંખ ખોલી જુવે તો પણ અમે (તેઓ) જ દેખાય.અને સુરેશભાઈએ છેલ્લી વિદાય નો દિવસ પણ કેવો મનગમતો શોધ્યો આજનો જન્માષ્ટમીનૉ, હવે ક્રુષ્ણ ચરણે બેસી તેમને પણ કવિતાઓ સંભળવી ને તેઓ ખુશ કરશે પણ આપણુ શું?

 8. chandrika says:

  કેવો યોગાનોયોગ છે કે આજે જ અમિતભાઈએ સુરેશ દલાલની ક્રુષ્ણ કવિતા ટહુકો ઉપર મૂકી

 9. M.D.Gandhi, U.S.A. says:

  કવિશ્રી પ્રોફેસર સુરેશ દલાલ જેઓ કે.સી.કોલેજમાં મારા ગુરુ પણ હતાં જેઓ આજે ખરેખર “મોરપિચ્છની રજાઈ ઓઢીને” કાયમ માટે સુઈ ગયા છે તેમને મારી હાર્દિક શ્રધ્ધાંજલી. તેમને શ્રધ્ધાંજલી નિમિત્તે યોગ્યજ કવિતા મુકી છે.

  જેમણે “કવિતા”માં પણ “ઝલક” બતાવીને ભવ્ય “ઈમેજ” બંધાવી તેવા મારા ગુરુ શ્રી સુરેશ દલાલને મારા લાખ લાખ વંદન અને પ્રભુ તેમના આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના.

 10. Ullas Oza says:

  કવિ શ્રી સુરેશભાઈ દલાલ જેવા ઉમદા કવિ, વિવેચક, સંપાદક અને વક્તા આજે આપણી સાથે નથી તે જાણી હૃદય દ્રવી ઉઠ્યું.
  તેમની કવિતાઓ ગહન, મનનીય અને પ્રેરક બની રહેતી. ‘ઇમેજ’ દ્વારા તેમણે સુંદર ગુજરાતી પુસ્તકો પ્રગટ કર્યા. ‘કવિતા’ દ્વિમાસિકનુ સંપાદન કરી દુનિયાભરના કવિઓની રચનાઓને જીવંત કરી.
  ગુજરાતી સાહિત્ય જગત માટે તેમની ખોટ પૂરવી મુશ્કેલ છે.
  પ્રભુ તેમના આત્માને નીરવ શાંતિ આપે તે જ અભ્યર્થના.
  યોગિની અને ઉલ્લાસ ઓઝા

 11. vimala says:

  વાહ અમિત ભાઈ, ક્રુષ્ણ-ક્રુષ્ણના બુલંદ માહોલ વચ્ચે મોરપિચ્છની રજાઈની હુંફ્માં સુતેલા શ્યામના દર્શન કરાવી ને જન્માષ્ટમીની ઉજવણીમાં રાતરાણીની મ્હેક પ્રસરાવી દીધી.
  શ્રીસુરેશ દલાલ,શ્રી હરિ હરન,શ્રી આશિત દેસાઇ
  સર્વને નમન.

 12. Parul says:

  શ્રી સુરેશ દલાલ ને ખુબ જ સરસ શ્રદ્ધાજલિ.એ આપણા ઋદય મા હમેશા રહેશે.

 13. viranchibhai says:

  સુરેશભાઇ ને શ્રદ્ધાજલિ.પ્રભુ તેમના આત્માને નીરવ શાંતિ આપે તે જ અભ્યર્થના.

 14. PARASHAR DWIVEDI says:

  MU. SURESHBHAI HAS GONE HAVE EXPRESSO COFFEE WITH KRISHNA ON THE VERY FIRST DAY OF
  BAL KRISHNA. GUJRATI POETRY WAS AWAKENED BECAUSE OF HIM. NOW WHO WILL WRITE ZALAK IN
  CHITRALEKHA?
  SURESHBHAI, WHERE EVER YOU MAY BE PL. SEND US DIVINE POETRY AND YOUR COMMENTARY
  MAY YOU COME BACK FOR GUJRATI LANGUAGE WITH NEW FRAGRANCE OF KRISNA.
  PARASHAR—– BARODA.

 15. Ketan says:

  ગુજરાતી કવિતાને “કવિતા” ના માધ્યમ (સંપાદક) થકી જેમણે આટલા વર્ષો જીવંત અને તાજી રાખી (કેટ-કેટલી નવી અને અજાણ પ્રતિભાઓની તેઓએ આપણને ઓળખાણ કરાવી અને વિશ્વભરની કવિતાની સૃષ્ટિમાં આપણને પ્રવાસ કરાવ્યા – એમની “બારીએથી”જોવું તેનો એક અનેરો લાહ્વો જન્મભૂમી પ્રવાસીની રવિવારની પૂર્તિથી (“મારી બારીએથી”) મળતો)અને ગુજરાતી સાહિત્યને જેમણે કૃષ્ણ-રાધા-ગોપીઓના વૃંદાવનની માટીથી મહેકતું કર્યું, યમુનાના જળથી ભીંજાવ્યું અને વાંસળીના સુર-મોરપીંછના રંગોથી ભરી દીધું, તેવા અગ્રગણ્ય સાહિત્યકાર શ્રી સુરેશ દલાલ આપણી વચ્ચે હવે નથી રહ્યા એ અત્યંત ખેદજનક સમાચાર છે. જન્માષ્ટમીના દિવસે જ તેઓ “કૃષ્ણમય” બની ગયા – શ્રી હરીન્દ્ર દવેની જેમ તેઓ પણ નરસિંહ મહેતા અને મીરાંના એક સાચા વારસદાર હતા એ કહેવું કદાચ અસ્થાને નથી. એમના અદ્દ્ભુત ગીતો-કવિતા-અસંખ્ય લેખો દ્વારા તેઓ હંમેશા ગુજરાતી સાહિત્યમાં જીવંત રહેશે – શ્રી મનોજ ખંડેરિયાના શબ્દો અહીં અનુરૂપ લાગે છે – “મારો અભાવ મોરની માફક ટહુકશે, ઘેરાશે વાદળો અને હું સાંભરી જઇશ.”

 16. vallari achhodawala says:

  એક મન્દિર ક્રિશ્ન બક્ત વગર નુ થૈ ગયુ, ખબર ન પદિ મન્દિર, ને ઘન્ત, ને અરતિને કે ભક્ત,
  ક્યા ચલ્યા ગયા ભક્ત
  કવિ બનિ કવિતા અપિ
  મિત્ર બનિ જિવન નિ સમઝ આપિ,
  મા શુ ચ્હે અએ સમ્જવ્યુ,
  કુદરત શુ ચ્હે આએ સમ્ઝવ્યુ,
  મન મન્તુ નથિ અમ્નુ મરન્,,,,,,,,,,
  ભગ્વન અનિ અત્મ ને શન્તિ અપે

 17. jayshree says:

  ખુબ ભાવુક ગિત્……..આભર દિલ ના તાર દોલિગયા………

 18. manubhai1981 says:

  કવિએ મોર પિઁછની રજાઇ ઓઢી.આપણે તો
  બસ યાદ જ કરવાના રહ્યા ને ? શ્રદ્ધાઁજલિ !

 19. nilesh sheth says:

  આ ગીત (ભક્તિ રચના ને )ડાઉનલોડ કેમ કરી ને કરવું?

 20. Parth Rupareliya says:

  આ રચના ખુબ જ ગમી …

  અમે તમારા સપનામાં તો
  નક્કી જ આવી ચડાશું……ના કવિશ્રીને હાર્દિક શ્રધ્ધાંજલી

 21. Soniya thakkar says:

  ખરેખર ખૂબ જ સુંદર રચના.
  સાંભળતા સાંભળતા કૃષ્ણમય થઈ જવાય છે.
  જેટલી વાર સાંભળું છુ તેટલી વાર નવી જ અનુભૂતિ થયા વગર રહેતી નથી.
  THANK YOU TAHUKO.COM

 22. Goswami Hitesh says:

  મોરપીછની રજાઇ ઓઢી… આ ઘણુ’ સુંદર-મધુર અને જેના માટે કોઇ શબ્‍દોની ઉપમા ન આપી શકાય તેવું મધુર ગીત છે. આ ગીતની સી.ડી-આલબમનું નામ ન ખબર હોવાથી હું આ કૃતી મેળવી શકુ તેમ નથી. જો કોઇ પાસે હોય તો આપવા વિનમ્ર વિનંતી.

 23. indira shah says:

  ી અન્તર નો આનન્દ મલ્યો

 24. bm shah says:

  anathi vadhu sunder rachna sapnamaya na male
  jai shri krishna

 25. અતી સુન્દર રચના…….ભાવ વિભોર થઈ જવાયુ…….

 26. VIJAY BHATT (Los Angeles) says:

  જય્શ્રેી,
  આભાર !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *