ઇટ્ટા કિટ્ટા… – સુરેશ દલાલ

તમે અમદાવાદ રહેતા હો કે આમ્સ્ટરડેમ, અથવા તો લંડન કે લોસ એંજેલેસ હો, બાળક અંગ્રેજી માધ્યમમાં ભણતુ હોય એ ખુબ જ સામાન્ય છે. અને જ્યારે એ બચ્ચાઓ ટ્વિંકલ ટ્વિંકલ કરતા હોય, ત્યારે સહેજે ગુજરાતી માધ્યમમાં ભણેલા મા-બાપને કે દાદા-દાદીને પોતે ગાતા હશે એ ગુજરાતી બાળગીતો પણ યાદ આવતા હશે.

જો તમને ય ઇચ્છા હોય કે ઘરના બાળકો અંગ્રેજી અને હિન્દી (ફિલ્મના) ગીતોની સાથે ગુજરાતીમાં ગીતો ગાતા અને સાંભળતા થાય, તો સુરતના ‘હોબી સેંટર’ (the play group nursery)નું નજરાણું ‘હસતા રમતા’ – બાળગીતોની સીડી અચુક સાંભળજો… અને બાળકોને સંભળાવજો. (એક ખાનગી વાત કહું? બાળકોની સાથે સાથે કોઇ પણ ઉંમરની વ્યકિતને સાંભળવા ગમે, એવા છે આ બાળગીતો 🙂 )

( ‘હસતા રમતા’ ના બીજા થોડા ગીતો અહીં સાંભળો )

સ્વર : ઐશ્વર્યા હીરાની, સુપલ તલાટી
Composer : મોનલ શાહ
Music Arranger & Recording : મેહુલ સુરતી

.

કિટ્ટા કિટ્ટા…. કિટ્ટા…
કિટ્ટા કિટ્ટા…. કિટ્ટા…

કનુ :
ઇલા તારી કિટ્ટા…

ઇલા:
કનુ તારી કિટ્ટા…

ઇલા:
મારી પાસે મીઠી મીઠી શેરડી ને સિંગો
લે હવે તું લેતો જા હું આપું તને ડીંગો

કનુ :
મારી પાસે ખાટી મીઠી આંબલી ને બોર
એકે નહીં આપુ તને છો ને કરે શોર

ઇલા:
જાણે હું તો આંબલી ને બોર નો તુ ઠળીયો
ભોગ લાગ્યા ભાગ્યના કે ભાઇ આવો મળીયો

કનુ :
બોલી બોલી વળી જાય જીભના છો કુચ્ચા
હવે કદી કરું નહી તારી સાથે બુચ્ચા

ઇલા:
જા જા હવે લુચ્ચા….

ઇટ્ટા અને કિટ્ટાની વાત અલ્યા છોડ
ભાઇ બહેન કેરી ક્યાં જોઇ એવી જોડ

Love it? Share it?
error

32 replies on “ઇટ્ટા કિટ્ટા… – સુરેશ દલાલ”

 1. ઉનાળાની વહેલી પરોઢની હૂંફાળી ટાઢકમાં આ ગીતો સંભળાવીને મજા કરાવી દીધી, જયશ્રી! સુપલ તલાટી અને ઐશ્વર્યા હિરાની – બંને મારા ખાસ કહી શકાય એવા તબીબમિત્રોના બાળકો છે. બંનેને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

  …અને મેહુલો જે રીતે ટહુકો પર વરસી પડ્યો છે એ જોતાં આ સાઈટનું નામ કદાચ મેહુલો.કોમ થઈ જાય તો નવાઈ નહીં…(Jokes apart)… મેહુલની પ્રતિભા આપણે સમયસર પારખી શક્યા છીએ એ હકીકતે તો આપણું જ સદનસીબ છે…. આ સીડી બહાર પાડનાર હૉબી સેન્ટર વાળી મોનલને પણ અભિનંદન…

  મફતમાં ગીતો અહીં આંભળી લેવાને બદલે એક સીડી ખરીદી લઈએ તો આ બાળકોને સાચું પ્રોત્સાહન આપ્યું ગણાશે…

 2. sujata says:

  saascharya ne aashcharya sathe bachpan vitavelu
  ketli nirdosta hati badhu yaad aavi gayu bahuj meetha lagya aa geeto aj ni pedhi ne pan jaroor gamse…….Aishwarya ane Supal na awaz karnpriya che ane vivekbhai nu sugession swikarya che……..

 3. ashalata says:

  આવી સુન્દર માહિતિ બદલ ખુબ ખુબ આભર!!!

 4. Harshad Jangla says:

  બાળપણ યાદ કરાવી દીધું
  આભાર

 5. Rahi says:

  I am unable to listen any songs of this website. Should I download any player or do any modifications in settings. Please, help me out as I am missing a great fun what you all have using this website

 6. sunil says:

  i think there is some technical prob with your pc…! u need better speed !

 7. Rashi Sonsakia says:

  The song is brilliant. We the kids like it very much and this type of situation is almost between each brother and sister. The child artists-supal, aishwaria had sung it melodiously and the voice of Monal was too sweet. The composition of Mehul uncle was brilliant. Thanks

 8. Darshak says:

  શુ સુન્દર ગેીત રજુ કરવામા આવ્યુ.. બહુ જ સુન્દર…
  બહુ જ મજા પડી…

 9. […] અને બાળપણમાં મિત્રો અને ભાઇ-બહેન સાથે ઇટ્ટા-કિટ્ટા કરવાની, ફિલમ ફિલમ રમવાની અને એવી તો કેટલીય મજા છે, જે મોટેરાઓને નથી મળતી… […]

 10. himanshu pathak says:

  Excellent song.
   

 11. Sweta says:

  ખુબ મજા આવી.

 12. Niraj Dikshit says:

  I had never ever listened this kind of best song. Thanks is very small word to express my feelings. I be grateful if someone can give me the address from where I can purchase the CD of these songs.
  Thanks a lot.

 13. rajesh says:

  સરસ મજા આવિ ગઈ

 14. parimal says:

  Balpan ni yad aavi gai. Em thay ke hamesha nana balak thai ne j rahie. koi javabdari nahi, koi tension nahi bas anand thi ramie ane anand thi jivie. Khub saras rachana che. varamvar sambhalavu game che. roj divas ni saruat aa geet sambhaline karu chu.

 15. ASHOK BHATT-QATAR says:

  i heard this song with my lovely daughter and she was really enjoying during the song and having a hope this type of Children song will be create by our great auther …..thnx

 16. parmendra chokshi says:

  ઘનુ સુન્દેર ગિત હતુ.બલ્પન નિ યાદ આવિ ગૈ.

 17. Purvi says:

  Hello Jayshreeben

  My daughter is 1 year old and in effort to teach her gujarati in this country – I found this song. Since I have played it, my daughter makes the sign of kitta and asks me to play it evouerytime I am around laptop and lol – I am always around laptop. I have asked my brother to send the CD from India but I really wanted to thank you for building this wonderful site and having this amazing collection of songs for people like us. Regards, Purvi

 18. dr.roshni says:

  બ હુ મજા આવિ ગઇ.અવાજ બહુ સ્વિટ લાગ્યો.

 19. pravin says:

  વાહ, મઝા આવી ગઈ, ખુબ ખુબ મઝા આવી ગઈ.

 20. […] બાળદિનની ઉજવણી સાથે, એક અન્ય ‘બાળક’નો જન્મદિન પણ આજે ૧૬ નવેમ્બરે જ છે તેમનો જન્મદિન પણ મનાવી લઇએ તો ?  હા, હું વાત કરું છું મેહુલ સુરતીની. જેમનાં થકી ગુજરાતી સુગમ સંગીત એક નવી જ ઊંચાઇને સ્પર્શી શક્યું છે. અને ખા…સ તો યુવા પેઢી અને બાળકોને તેમણે આકર્ષ્યા છે.  જે બીજી ચાવી ‘ગુજરાતી ભાષા બચાવો’ની…. !!  (ઑડિયો) […]

 21. wah bhai maja avi gai bhau saras music ane atlaj sara bol

 22. lata.kulkarni says:

  kitta song is wonderful even my grand son is listen this guj.song.thanks.

 23. આવી સુન્દર માહિતિ બદલ ખુબ ખુબ આભર!!!

 24. Bharat Parekh says:

  વાવ!!!!!!!!!!!!!!!!!!!!!!!
  ખરેખર ખૂબ જ સુંદર બાળગીત છે.

 25. […] કહીને લેપટોપ બતાવીને ટહુકો.કૉમ પરથી ‘ઈટ્ટા-કિટ્ટા’ ગીત સાંભળવા માટેની ડિમાન્ડ કરે […]

 26. Bharat Parekh says:

  વાહ! ખૂબ સરસ ગીત છે.

 27. usha says:

  very nice song i like very much.

 28. komal sailor says:

  આ બાળગીત સાંભળીને ખ

 29. pulkit says:

  બાળપણ યાદ કરાવી દીધું
  આભાર

 30. Manjari Damania says:

  ભાઇ-બહેન સાથે ઇટ્ટા-કિટ્ટા કરવાની, આખરે બુચ્ચા થૈ જાય્.
  સુંદર બાળગીત સાંભળવાનિ મઝા આવી.

 31. Rekha shukla(Chicago) says:

  રક્ષાબંધનની સર્વે ભાઈ-બેહનોને મુબારકબાદી…હેપી રાખી ડે…”ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના”…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *