મારી ગાગર ઉતારો તો જાણું ! – સુરેશ દલાલ

ઘણા દિવસો પહેલા મોરપિચ્છ પર મુકેલુ આ ગીત, આજે સંગીત સાથે ફરીથી રજુ કરું છું.

સ્વર : હંસા દવે , સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

મારી ગાગર ઉતારો તો જાણું
કે રાજ, તમે ઊંચક્યો ‘તો પહાડને !
હું તો ઘરે ઘરે જઇને વખાણું
કે રાજ, તમે ઊંચક્યો ‘તો પહાડને !

આખો દી વાંસળીને હાથમાં રમાડો કહાન !
એમાં શા હોય ઝાઝા વેતા ?
કાંટાળી કેડી પર ગાગર લઇને અમે
આવતાં, જતાં ને સ્મિત દેતાં.

હું તો વ્હેતી જમુનાને અહીં આણું :
મારી ગાગર ઉતારો તો જાણું
કે રાજ, તમે ઊંચક્યો ‘તો પહાડને !

ડચકારા દઇ દઇને ગાયો ચરાવવી
ને છાંય મહીં ખાઇ લેવો પોરો;
ચપટીમાં આવું તો કામ કરી નાખે
અહીં નાનકડો ગોકુળનો છોરો.

ફરી ફરી નહીં આવે ટાણું :
મારી ગાગર ઉતારો તો જાણું
કે રાજ, તમે ઊંચક્યો ‘તો પહાડને !

———————-

ફરમાઇશ કરનાર મિત્રો : ઊર્મિ, જય અંકલ

25 replies on “મારી ગાગર ઉતારો તો જાણું ! – સુરેશ દલાલ”

 1. સુરેશ જાની says:

  આ ગીત સાંભળ્યું છે. આશિત – હેમા અથવા રાસ વિહારી – વીભા ના કો’ક આલ્બમમાં છે.

 2. Urmi Saagar says:

  I heard it too…. i don’t remember where.
  Jayshree, you have to find the audio and post and tahuko now!

  khub sundar geet!

 3. Urmi Saagar says:

  I heard it too…. i don’t remember where.
  Jayshree, you have to find the audio and post it on tahuko now!

  khub sundar geet!

 4. સુંદર ગીત !!!

 5. gopal h parekh says:

  madhthi pan vadhu mithun geet,

 6. Hasmukh says:

  jayshreeben
  you aer the great
  mane parnavo ek chhokri avinash vyas nu geet chhe can put it on tahuko with audio

 7. Harshad Jangla says:

  સુરેશ દલાલ ના ગીતો માં નુ એક સુંદર ગીત
  આભાર

 8. જય says:

  સાચે જ આ મારૂં ખુબ જ ગમતું ગીત. શબ્દો, સંગીત અને લય ..આ બધાં નો એટલો સુંદર સમન્વય ..કે સાંભળતા, સાંભળતાં એવી પ્રતીતિ થાય છે કે જાણે નટખટ કાનો અને કૃષ્ણમય ગોપીઓ પ્રત્યક્ષ રાસ રમી રહ્યા છે! વાંસળી વગાડતો કાનો તોફાન કેવી રીતે કરી શકે? ગાગર ઉતારવા ના બહાને ગોપીઓ કાના ને વધારે નટખટ જોવા માંગતી હોય એમ જણાય છે. જય

 9. રાધીકા says:

  સુરેશકાકા મે પણ આ ગીત સાંભળેલુ છે, કદાચ રાસ વિહારી – વીભા ના જ આલ્બમમાં જ છે

 10. Chandsuraj says:

  બહેનશ્રી જયશ્રીબેન,
  ખુબ સુંદર રચના ” શ્રી સુરેશ દલાલ ” ની મહોર લઈને !
  ચાંદસૂરજ

 11. Kumi says:

  ઘણુ સરસ ગીત – આ ગીત સાંભળીને બીજ બે ગીતો યાદ આવી ગયા – “મારે પાલવડે બંધાયો જશોદાનો જાયો..” અને “મારી ગાગરડીમા ગંગા જમુના રે…પનઘટ પાણી મારે જાવુ રે..”

  જયશ્રી તારો ઘણૉ ઘણો આભાર –

 12. UrmiSaagar says:

  સાંભળવાની મજા આવી ગઇ… આભાર જયશ્રી!

  મારી ગાગર ઉતારો તો ‘હું’ જાણું…

  લખેલું સાથે સરખાવતા થોડાં શબ્દોનો ફેર લાગે છે!

 13. Bharti says:

  this is perfect songs i enjoy reading and listening too. thank you…..

 14. Jay says:

  Can somebody please post Avinash Vyas’s MANE PARNAVO EK CHHOKARI.

  Jay

 15. Umang Modi says:

  Hi ! Jayshri Didi,
  I got ‘Error opening file’ so Plz can u Fix it..
  Thanks.

 16. Jayshree says:

  Error fixed.
  Thank you..!!

 17. kantilal kallaiwalla says:

  the best service to gujrati community throughout world those who are really interested to hear ghazals, poems, bhajans in mother tounge gujrati. how to thank you no words can value this service

 18. kishor shah says:

  In lines, કે રાજ, તમે ઊંચક્યો ‘તો પહાડને !
  I think the word is કાન and not રાજ.

 19. Jyoti says:

  one of my old time favourite

 20. Jyoti Oza says:

  Unusual geet as many songs are sung by Radha to krishn but this time gopi is challaning kahan ke try this task! superb – mithu mithu geet and the music is simply brilliant too.

 21. indrvadan g vyas says:

  ફાંકડું ગીત.મઝા પડી.

 22. Mukul Jhaveri says:

  Kishorbhai Shah is correct. The word is “K’han” and not “Raaj”.

 23. Himanshu Trivedi says:

  Great imagination from one of the greatest modern poets …

  મારી ગાગર ઉતારો તો જાણું
  કે રાજ, તમે ઊંચક્યો ‘તો પહાડને !

  Though it is “Kahn Taame Unchkyo To Pahad Ne” (Aaj Kaal Na Raaj Paisa Na Pahad Unchakta Hoy Chhe … Paan Pacchi Emni Radha Paan Evi J Hoy!!) … it is merely a typo and it is one of the greatest expression of love – Sureshbhai has been very good.

  Thank you TAHUKO.

 24. sunanda joshi says:

  વાહ્ ખુબ સરસ, આ સુન્દર ગિત સામ્ભળવા વરસોથિ કાન તરસતા હતા જે આજે ત્રુપ્ત થયાઁ.. તમારો ઘણો આભાર !!

 25. Rajendra B Desai says:

  Good song, Please can you find out the song ” Mari gagardi ma ganga jamana re, panghat pani bharva java de……” . I don’t know the exect wording but in my childhood I listen the song& I like it.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *