આજ રીસાઇ અકારણ રાધા… – સુરેશ દલાલ

કવિ : સુરેશ દલાલ

.

આજ રીસાઇ અકારણ રાધા…
આજ રીસાઇ અકારણ
બોલકણીએ, મૂંગી થઇ ને
મૂંગું એનું મારણ

મોરલીના સૂર છેડે માધવ
વિધવિધ રીતે મનાવે
નીલ-ભૂરા નીજ મોરપિંછને
ગોરા ગાલ લગાવે

આજ જવાને કોઇ બહાને
નેણથી નીતરે શ્રાવણ
રાધા.. આજ રીસાઇ અકારણ

છાની છેડ કરે છોગાળો
જાય વળી સંતાઇ
તોય ન રીઝે રાધા
કા’નનું કાળજું જાયે કંતાઇ

થાય રે આજે શામળિયાને
અંતરે બહુ અકળામ
રાધા… આજ રીસાઇ અકારણ

આજ રીસાઇ અકારણ
રાધા… આજ રીસાઇ અકારણ

14 replies on “આજ રીસાઇ અકારણ રાધા… – સુરેશ દલાલ”

 1. Surendra Trivedi says:

  Music is by Kshemubhai Divatia. This song is included in the 4 part “Sangeet Sudha” (Kshemubhai’s compositions) collection and may contain the name of the artist and the poet. A wonderful song indeed as are all others in this collection.

 2. Vijay Bhatt( Los Angeles) says:

  અમ્ર ભ્ટ્ટ સ્વર અને સન્ગિત્

 3. વાહ… સુંદર ગીત…

 4. mehmood says:

  થાય રે આજે શામળિયાને
  અંતરે બહુ અકળામ
  રાધા…

 5. P A Mevada says:

  અકારણ રિસાવું એ શું પ્રેમ ની અભિવ્યક્તિ હશે?
  “સાજ મેવાડા

 6. dipti says:

  રાધાનુ રિસાવુ ને શામળિયાનુ મનાવવુ…

  વાહ્.. પણ રાધા માની કે નહી???

 7. રસાળ ગીત.

 8. M.D.Gandhi, U.S.A. says:

  સરસ ગીત છે.

 9. Harshad says:

  જયશ્ઈ બેન્
  અ કારન રિસાઈ રાધા ખુબજ ગમ્યુ

  આભાર્ર….

 10. Maheshchandra Naik says:

  પ્રેમવશ રિસાઈને રહીએ તો પણ એને અકારણ જ રાધા-કિશનના સંબંધથી સ્વિકારવુ રહ્યુ……….

 11. Krutagnya says:

  @Dipti: Shamaliyo Manave ne Radha na maane evu baney koi divas?! 😛

  Ati sunder Rachna…

 12. Asha says:

  …મોરલીના સૂર છેડે માધવ
  વિધવિધ રીતે મનાવે
  નીલ-ભૂરા નીજ મોરપિંછને
  ગોરા ગાલ લગાવે…

  સુન્દર કલ્પના….

 13. રાધા રિસાય એ કેમ ચાલે ?….જશોદા નો લાલો…..

 14. sangita dave says:

  jayshriben anathi moti prem ni biji koi j abhivyakti nathi. a adrshaniya prem 6. am kartay kano radhani pase to ave 6 tene manavava. ato prem meleveveni radhani navi yukti 6 kharune?
  ati ati raszartu premgit

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *