અમે ગુજરાતી – રઇશ મનીઆર

આજે – પ્રજાસત્તાક દિવસે – સુરતમાં આ ગીત પર ૩૦૦૦ ગુજરાતીઓ પરેડ કરશે..!! તો મને થયું – આજે જ આ ગીત વિશ્વગુર્જરી સુધી કેમ ન પહોંચે? માણો આ મઝાનું ગીત… સાથે સૌને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ..!!

સ્વરાંકન : મેહુલ સુરતી
સ્વર : ગાર્ગી વોરા, અમન લેખડિયા
સ્વર-વૃંદ : સત્યેન જગીવાલા , આશિષ , રૂપાંગ ખાનસાહેબ , નુતન સુરતી , ખુશ્બુ , બિરવા, જિગીષા

સ્વર્ણિમ આ ગુજરાત, વિશ્વવિખ્યાત, અમે ગુજરાતી
દિલમાં છે દિનરાત, સદા ગુજરાત, અમે ગુજરાતી

સરવર આ સરદાર, કલ્પસર સાથ, લીલોછમ બાગ બન્યું છે.
વનબંધુ કલ્યાણ ને સાગરખેડુનું ઉત્થાન થયું છે.
નવયુગનો પૈગામ લઇ હર ગામ જુઓ ઇ ગ્રામ બન્યું છે.
ખૂંદ્યા સમદર સાત, ન કંઇ ઉત્પાત, અમે ગુજરાતી

સ્વર્ણિમ આ ગુજરાત, વિશ્વવિખ્યાત, અમે ગુજરાતી
દિલમાં છે દિનરાત, સદા ગુજરાત, અમે ગુજરાતી

નમણાં આ વટવૃક્ષનું ઘડતર, મૂળ છુપ્યાં છે અંદર
સૌ સારસ્વત, નેતા, શિક્ષક, સાહસિક, ધર્મધુરંધર
હર ગુજરાતી સોહે વનનું અંગ બનીને સુંદર
ફૂલ કળી ને પાત, નિરાળી ભાત, અમે ગુજરાતી

સ્વર્ણિમ આ ગુજરાત, વિશ્વવિખ્યાત, અમે ગુજરાતી
દિલમાં છે દિનરાત, સદા ગુજરાત, અમે ગુજરાતી

25 replies on “અમે ગુજરાતી – રઇશ મનીઆર”

 1. Sad news Jayshreeben.

  people should march on a song of national integration instead of the song of regional pride … need of an hour is to pray and try for saving the country from falling apart and not let the work of Sardar Patel go in vain…

  I pray people come back in their senses and wisdom soon… Amen !!!

  I have nothing to say about the song though – at least on the day that dignifies the integration of our Country.

 2. maulik shah says:

  ઘણા વખતે રઈશભાઈ અને મેહુલનું કોમ્બીનેશન જોવા મળ્યુ. ફટાફટ સાંભળી લેવાની તાલાવેલી થી લોગ ઇન કર્યુ પણ… મેહુલ પાસે સદાયે કંઈ અનોખુ સાંભળવાની અપેક્ષા હોઈ આ રચના બહુ જામી નહી. રઈશભાઈએ કદાચ માહિતીખાતા માટે સરકારી એડ બનાવી હોય તેવુ શબ્દાંકન કર્યુ. છતાયે આ ગીતને 6/10 તો આપવા જ રહ્યા.

 3. Jayshree says:

  કુણાલ,

  પેલો શેર યાદ છે?

  जाहिद शराब पिने दे मस्जिद में बैठ कर,
  या फिर वो जगह बता जंहा खुदा ना हो !!

  If this song is good enough for May 1st – then why not on January 26?

  Not just today – there shouldn’t be any single day when regional pride becomes greater than national pride.

  ઉમાશંકર જોશીની આ પંક્તિઓ ફક્ત આજે નહીં – કાયમ માટે – દરેક ગરવા ગુજરાતીએ હ્રદયસ્થ કરવા જેવી છે :

  એ તે કેવો ગુજરાતી
  જે હો કેવળ ગુજરાતી ?
  હિંદભૂમિના નામે જેની ઊછળે ના છાતી ?

 4. vipul acharya says:

  આ રચના સુન્દર પણ ૧લિ મે ને દિવસે બેહતર લાગે.

 5. vipul acharya says:

  વ્હાય નો કોઇ જવાબ ન હોય, ૧લિ મે એ રાશ્ટૃગેીતો કેમ નહિ?

 6. That’s true Jayashreeben.

  I just felt sad about the incident happening in Surat. I have no issues with the song.

  This reaction was because of my observation of today’s politics of dividing the country in bits and pieces by the politicians (we’ve lost the leaders years back. What this country is left with are just politicians).

  It’s a high time now for a big reformation…

  I’ll stop here since this is not the forum for direction this discussion is going to.

  Wish everyone A Happy Republic Day !!

 7. Pramod C. shah says:

  સ્વર્ણિમ આ ગુજરાત, વિશ્વવિખ્યાત, અમે ગુજરાતી
  દિલમાં છે દિનરાત, સદા ગુજરાત, અમે ગુજરાતી…અતિ સુન્દર

 8. kalapi patel says:

  it was pleasure to listen this song being a Gujarati. However on the day of Indan Republic day I would rather see same kind of a song with words Bharat and Bharati instead of Gujarat and Gujarati. If 3000 people can march in Surat on the bit of this song then imagine how many will with word Bharat. Hope some one out there can make a song like I have imagined for next Independence day parade.

 9. Anila Amin says:

  ગુજરતના ગીત સાથે ગુજરાતના પનોતા પુત્ર મહાત્મા ગાન્ધીજી યાદ આવ્યા વગર કેમ રહે?
  મ્હાત્મા ગાન્ધીજીની પુણ્યતીથી આવી રહીછે ત્યારે વર્ષોસુધી એ દિવસે હુ આગીત ગાતી તે યાદ
  આવ્યુ અને આપનીસાથે શેર કરવાનુ મન થયુ એઅટલે અહીયા લખુછુ–

  ત્રીસમી તારીખ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ, શુક્રવારની સન્ધ્યાટાણે સમ્ભરાણી એક ચીસ
  વિશ્વનોબાપુ ખોવાયો, હિન્દનો દીપક બુઝાયો.

  બિરલાહાઊસથી નિકળ્યાબાપુ આવ્યા પ્રાર્થનાસ્થાને,કેમ મોડુ થયુ પછ્યુએકયુવાને,
  બાપુ જવાબ કઈ વાળે,ત્યાતો પિસ્તોલ નિહાળી

  બાપુ વાળે જવાબ કઈત્યા ફટફટ ગૉળી છૂટી,હિન્દતણા લાડીલાવીરની જીવન દોરી તૂટી,
  બાપુ ઢગલો થઈ પડતા, સઘળા ટોળે ત્યા વળતા.

  કોણ હતો એ પાપી નિરાધાર વાતો સહુકોઇ પૂછે, રડતા માનવીઓનઆસુ કોના કોણજ લૂછે,
  બાપુ મરતા મરતારે, પાપીની માફી તો માગે.

  વાયુવેગે વાતો પ્રશન્સિ બાપુ સ્વર્ગે સિધાવ્યા, પન્ડિતોનાબેલી આજે સૌન છોડી ચાલ્યા,
  સારુ હિન્દ અશ્રુ સારે, બાપુ બાપુ પોકારે.

  ગુલામ નિરીક્ષરપ્રથા હતી તેને એકીઅવાજે જગાડી, સત્યાહિન્સા શાન્તિકેરી સૌને લગની લગાડી
  ,એઓ સ્વર્ગે સિધાવ્યા,બાપુ હિન્દછોડી ચાલ્યા.

  શાન્તિ તણો એ હતો ઉપાસક નહિરોગ નહિ દેન્,નહિ આડમ્બરવસ્ત્રમા જે સજતો સાદાવેશે,
  એઓ સ્વર્ગે સિધાવ્યા, બાપુ હિન્દ છોડી ચાલ્યા.

  એક સભામા પ્રાર્થનાઓમા પ્રતિજ્ઞા સૌએ કરજો,બપુના આદર્શને જીવનમાટે ધરજો
  આશિષ દેવો સૌ દેજો, અમર એ સન્તપુરુષ રહેજો,

  આગીત ઝવેરચન્દ મેઘાણીના “રક્તટપકતી ” ના રાગમા બહુ સરસરીતે ગાઈ શકાય.

 10. Anila Amin says:

  ઉપરનુ ગીત ત્રીસમી તારીખે ટહૂકો પર મૂકશો અને ભાવકો તથાવાચકો સાથે શેર કરવાનુ

  ગમશે. મારા નામથી નહી,મનેનાનપણમા કોઇની પાસેથી મળ્યુ હતુ,એના કવિ કોણછે? તે

  આજસુધી શોધુછુ પણ મને મળ્યાનથી, કદાચ કોઇ આવાચે અન ખબર હોયતો મળી જાયતો

  મારી વર્ષોની શોધ નેટના જમાનામા અને આપના ટહુકો.કોમ દ્વારા પૂર્ણ થાયતો એના

  જેટલો આનન્દ બીજો કયો હોઇ શકે? આભાર સહ.

 11. Rekha Shukla (chicago) says:

  “પ્રજાસત્તાકદિન મુબારક” બધા ભારતીયો માટેના આ શુભદિને અતિ સુન્દર ગીત મુક્વા માટે આભાર જયશ્રીબેન…!!ગુજરાતની વાત આવી એટલે લખુ છુ…..

  “જે વિસરે તે ના ગુજરાતી”….!!!
  રંગલાનું ર્ંગદર્શન કે કઠપુતળીનો ડાન્સ્,સ્ંસ્ક્રુતિનો ભળે ખજાનો કે રામલીલાનો ચાન્સ્,જે વિસરે તે ના ગુજરાતી…
  ઓપનએર થિયેટર કે ટાઉનહોલના નાટક,બ્રીજ નીચે સુકાતી જાય સાબરમતી દુબળી,જે વિસરે તે ના ગુજરાતી….
  બટમોગરો, બીલીપત્ર કે કેવડો ને ચંપો, ગુલમ્હોરના વ્રુક્ષો ને કાચી કેરીની ડાળો,જે વિસરે તે ના ગુજરાતી….
  ગિલ્લી-દંડો પાંચી-કુકા ને અવળાસવળા સોગઠા,રંગીન લખોટી-ભમરડાને સંતાકુકડી કે ખો-ખો,જે વિસરે તે ના ગુજરાતી…
  વિધ્યાર્થીની રોજનીશી ને ગુજરાતણની ગરબી,રુપાળી રંગોળીને સીદી સૈયદની જાળી,જે વિસરે તે ના ગુજરાતી…
  જીવનનુ શિક્ષણ દેનારા શિક્ષકોની કતાર,લંગડાતા શહેરને દે ભાષાની લાકડી…જે વિસરે તે ના ગુજરાતી…
  રેખા શુક્લ (શિકાગો)

 12. Indu Shah says:

  હું અનિલાબેન સાથે સહમત થાઉ છું પ્રજાસત્તાક દિવસે ભારના ગૌરવનું ગીત વધારે યોગ્ય ગણાય
  રયિસભાઇનું ગીત સરસ છે ૧ મે ના દિવસ માટે.

 13. બહેનો રેખાબહેન અને અનિલાબહેન ! તમને આ
  દાદાના પ્રણામ ! જયશ્રેીબહેનને સો સલામ !
  ગાયકોને હજાર સલામ !સ્વદેશને કરોડો નમન !

 14. Rekha Shukla (chicago) says:

  મુરબ્બી શ્રી મનુદાદા ને મારા પ્રણામ…જયશ્રીબેનનો ખુબખુબ આભાર…તરફડાતી લાગણી ની ફલાંગો ને શબ્દમાં બાંધુ તો..સ્વપ્નો હુ જોઉ ઝાઝા ન્હાના…..
  ગુંજન દિલમાં ગુજરાતનું ને કવિતાની કડી લઈશ,
  કલમની તલવારો ને કવિતાનો છે આશરો,
  સાહિત્યના આભુષણો ને શબ્દના છે અલ્ંકારો….
  ફરી વાર તમારો ખુબ આભાર.

 15. સુંદર ગીત અને મજાની ગાયકી…

 16. Yogi Trivedi says:

  માણસ જાણે મોબાઇલ થઇ ગયો … કોણે લખ્યુ છે?

 17. bharat Pandya says:

  મારી જાણ મુજબ ગાર્ગીબેન સુગમ સંગીતના લોકપ્રીય ગીત લેખક શ્રી ભાસ્કર વોરાના પુત્રી છે.
  ભાસ્કર વોરાનુ લખેલુ ક્ષૅમુભાઈએ સ્વરબધ્દ્ા કરેલું ‘અલી તારું હૈયું કેસુડાનું ફુલ; સુંદર છે.

 18. RASESH JOSHI says:

  બે અ પ્રોઉદ ઓફ ગુજરતિ…..

 19. ખૂબ સરસ રચના

 20. Jayanti Chavda says:

  far away from Gujrat for nerly a century now – yet proud Gujrati and such patriotic songs make us feel proud

 21. V says:

  Very nice work. This is a very good addition to the list of “Garvi Gujarat” songs.

 22. purvin says:

  this is amezing anthem , proud tobe a gujarati,this is not to proud tobe MOdi government but Gujarat,Aapnu gujarat,garvi gujarat na santan che aapne

 23. desai vatsal says:

  fantastic song…..
  I’ve been a great fan of Mr. Mehul Surti and Dr.Raeesh Maniaar.
  This song was one of the best song written by Dr.Maniaar.
  I would like to hear “કાગળ મળ્યો ચ્હે” written by Dhanji Patel and sung by Aman Lekhadia.

  શુ તમે આ ગીત સભળાવશો?

 24. અનિલ ઠક્કર says:

  મારા કોમ્પ્યુટરમાં આ સાઇટ પરના ગીત વાગતા કેમ બંધ થઇ ગયા હશે?

 25. Ashish Pandya says:

  Singing is my hobby and I love singing Gujarati song and today I was looking for lyrics of ‘prem etle ke’ originally sung by Solibhai Kapadiya, and I got lyrics and song both here in this blog and I fall in love with this blog.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *