હાઈકુ – પન્ના નાયક

૧.

અંગઅંગ આ
પલળ્યાં,ધોધમાર
સ્મૃતિ-વરસાદે

૨.

આસોપાલવ
ના અહીં, દ્વારે ટાંગ્યાં
સ્મિત-તોરણ

૩.

ઈચ્છામૃત્યુ જો
મળે, મળે કવિતા
બાહુપાશમાં

૪.

ઉપવનમાં
પવન ગાતો ગીતો-
વૃક્ષો ડોલતાં

૫.

કૂણાં તૃણની
ઓઢણી અંગે ઓઢી
ધરા શોભતી

14 replies on “હાઈકુ – પન્ના નાયક”

  1. પન્નાજી ના સુંદર હાઈકુ વાંચ્યા આંનદ થયો.
    આ બે મારા તરફ થી

    ગયા થા હજ્જે
    અને ઝાલ્યા કસ્ટમે
    ફેરો ફોકટ
    ==============
    કોટ બુરકો,
    કરે ગુસપુસ ને,
    શ્વાન ભસે

  2. રહેવું છેમારે
    નિરંતર શ્રીજીના
    શરણમાં

  3. સરસ હાઈકુ…

    અંગઅંગ આ
    પલળ્યાં,ધોધમાર
    સ્મૃતિ-વરસાદે…..

  4. પન્નાબેનના હાઈકુ માટે ખૂબ..ખૂબ.. અભિનંદન.

    તેમના હાઈકુ વાંચી – સ્વ પ્રયત્ને નવા હાઈકુ રચવાની સ્ફુરણા જાગે છે.
    આ રહ્યો મારો એક પ્રયાસઃ
    ——
    બહુ રત્ના છે
    વસુધરા, ન જોયા
    રત્નો યે મલે.
    ——
    સ્પર્શિ જો જાય
    પારસ, બિંદુ બને
    મોતી ક્ષણમાં
    —–
    તરણા ઓથે
    ડુંગર રે ડુંગર
    કોઇ દેખે ના
    ——
    અવિનાશિ છે
    છુપાયેલ એમજ
    આ જગતમાં
    —–
    Jayshree, આશા છે કદાચ આ આવતરણો હઈકુમાં ગણી શકાય.

  5. અંગઅંગ આ
    પલળ્યાં,ધોધમાર
    સ્મૃતિ-વરસાદે
    ———
    આસોપાલવ
    ના અહીં, દ્વારે ટાંગ્યાં
    સ્મિત-તોરણ

    પન્નાબેન બહુ સરસ હાઈકુ. વાંચીને ખુબ આનંદ થયો.

  6. બહુ પહેલા વાંચેલી.કદાચ બધાને ગમશે.

    બેવફા શમા ખુબ
    પ્રકાશી,પતંગ
    બલિદાને
    ————

    રોશની શમાની
    ઝાંખી જોઈને,
    પતંગ બળયો

  7. અ છાં દ સ મા
    ખૂબ માણી રચના
    હ વે હા ય કુ
    ………
    ઈચ્છામૃત્યુ જો
    મળે, મળે કવિતા
    બાહુપાશમાં
    ………..
    ગમ્યુ હાઇકુ
    મૃત્યુ બાહુપાશમા
    કવિતાઓના

  8. બસની બારી ખુલી
    પડદો પડ્યો
    ટાઢક વળી.
    યાદ આવી જવાથી ટપકાવ્યુઁ !
    પન્ના બહેનને નમસ્કાર પાઠવશો ?

  9. હાઈકુ વાંચીને આનંદ થયો. જયશ્રીબેન, એક ગીત સાંભળવાની ખૂબ ઈચ્છા છે, ‘એક વાર શ્યામ તમે રાધાને કહી દો કે ગોકુળીએ ગામ નહીં આવું'(શબ્દોમાં ભૂલ હોય તો ક્ષમા). અગાઉ આવી ગયું હોય તો લીંક મોકલશો. આભાર.

  10. પન્નાબેન બહુ સરસ હાઈકુ, હુ ધો.૧૧- ૧૨મા ગુજરાતી ભણાવતી ત્યારે હાઈકુ માટેપણ્

    એકહાઈકુ વિદ્યાર્થીઓને કહેતી હતી તે આપના હાઈકુ વાચતા યાદ આવી ગયુ કે–

    સત્તરાક્ષરી

    જાપાનની માધુરી

    ભારતેઝરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *