Category Archives: વર્ષગાંઠ

વર્ષગાંઠ

વર્ષગાંઠ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

છઠ્ઠી વર્ષગાંઠ Special : વરસાદી ગીતો
છઠ્ઠી વર્ષગાંઠ Special: ગમતા ગીતો
જન્મદિવસ મુબારક હો, પ્યારી જયશ્રી....
ટહુકો ત્રણ વર્ષનો થયો -મુકુલ ચોક્સી
ટહુકોની ચોથી વર્ષગાંઠ... (ભાગ - 1)
ટહુકોની ચોથી વર્ષગાંઠ… (ભાગ - 2)
ટહુકોની પાંચમી વર્ષગાંઠ...
ટહુકોની સાતમી વર્ષગાંઠ - Happy 7th Birthday to ટહુકો.કોમ
પાંચમી વર્ષગાંઠ સ્પેશિયલ: (ગઝલ) હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે - રાજેન્દ્ર શુક્લ
પાંચમી વર્ષગાંઠ સ્પેશિયલ: (પ્રભાતિયા) જાગીને જોઉં તો જગત દીસે નહિ - નરસિંહ મહેતા
પાંચમી વર્ષગાંઠ સ્પેશિયલ: (ફિલ્મના ગીતો) આજ મારી નણદીએ મેણું માર્યું - અવિનાશ વ્યાસ
પાંચમી વર્ષગાંઠ સ્પેશિયલ: (બાળગીત) વારતા રે વારતા ...
પાંચમી વર્ષગાંઠ સ્પેશિયલ: (રંગભૂમિના ગીતો) પ્રિતમજી આણા મોકલે - પ્રભુલાલ દ્વિવેદી
પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે....
વર્ષગાંઠ મુબારક હો, જયશ્રી...
વર્ષગાંઠ મુબારક હો, ટહુકો.કોમ....
વિવેક ટેલરના ગીત-ગઝલ અને એના સ્વરનામાનું નવું સરનામું..!!
હેપ્પી બર્થ ડે, જયશ્રી....
Happy (2nd) Birthday.. ટહુકો....જન્મદિવસ મુબારક હો, પ્યારી જયશ્રી….

Jayshree by Vivek Tailor

જયશ્રી ભક્ત પટેલ અને ટહુકો ડૉટ કૉમ – આ બે નામ ગુજરાતી કવિતા-સંગીતપ્રેમીઓના હૃદયમાં ‘અમિત’પણે અંકાઈ ચૂક્યા છે. આજે ચોથી સપ્ટેમ્બરના રોજ ટહુકોની કર્ણધાર-સ્થાપક જયશ્રીની વર્ષગાંઠ છે… જયશ્રીને વર્ષગાંઠ નિમિત્તે શત શત કોટિ શુભકામનાઓ…

शतम् जीवेत् शरद: ।

*

આ ફુલ્લકુસુમિત તેજ રહો યાવત્ચંદ્રૌદિવાકરો,
આ સ્મિત પણ એનું એ જ રહો યાવત્ચંદ્રૌદિવાકરો.

મદમસ્ત ગુલાબી સપનાંને એકેય કંટક ભોંકાય નહીં,
એવી મખમલ મખમલ સેજ રહો, યાવત્ચંદ્રૌદિવાકરો.

- વિવેક મનહર ટેલર

*

જોગાનુજોગ આજે કવિશ્રી કૃષ્ણ દવે અને મહેશ રાવલની પણ વર્ષગાંઠ છે. બંનેને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ…

વર્ષગાંઠ મુબારક હો, ટહુકો.કોમ….

bulbul by Vivek Tailor

*

૧૨ જુન, ૨૦૦૬….. ૧૨ જુન, ૨૦૧૪…

આઠ વર્ષ…. ૨૩૦૦થી વધુ પૉસ્ટ્સ… ૪૦૦૦૦થી વધુ પ્રતિભાવ… અને વિશ્વભરમાં ખૂણે-ખૂણે વસતા ગુજરાતીઓનો અપ્રતિમ સ્નેહ… કોઈ એવો ગુજરાતી શોધવો મુશ્કેલ છે જેને પોતાના મૂળિયા વિશે, ગુજરાતી હોવાપણા વિશે થોડો પણ પ્રેમ હોય અને ટહુકો.કોમ પર એકપણ મુલાકાત ન લીધી હોય.

કૂકડાની બાંગ કરતાંય વધુ નિયમિતતાથી રોજ સવારે સૂરજનું સ્વાગત કરતો જયશ્રી-અમિતનો ટહુકો છેલ્લા થોડા સમયથી અનિયમિત થયો છે એ આપણે સહુ જાણીએ જ છીએ. પારિવારિક વ્યસ્તતામાં બંને જણ ઝડપભેર ‘સેટ’ થઈ જાય અને આવનારા સમયમાં ફરી ટહુકો કૂકડાની બાંગ સાથે ‘કૉમ્પિટ’ કરતો થઈ જાય એવી શુભકામનાઓ સાથે મારા-તમારા-આપણા સહુના વહાલસોયા ટહુકો.કોમને આઠમી વર્ષગાંઠ પર શત શત કોટિ શુભકામનાઓ…

વર્ષગાંઠની અંતઃકરણપૂર્વકની વધાઈ હો, પ્યારા ટહુકો.કોમ !

- વિવેક મનહર ટેલર

વર્ષગાંઠ મુબારક હો, જયશ્રી…

OLYMPUS DIGITAL CAMERA
(વર્ષગાંઠની શત શત કોટિ વધાઈ… …યોસેમાઇટ પાર્ક, અમેરિકા, ૨૦૧૧)

*

આમ તો ટહુકો.કોમ એટલે જયશ્રી અને અમિતની ગરાસ… પણ કેટલાક દિવસ હું આ સાઇટ પર વિના પરવાનગી નોંક-ઝોંક કરી લેવાની મારી આદત છોડી શકતો નથી.

આજે ચોથી સપ્ટેમ્બર… જયશ્રીની વર્ષગાંઠ… આજનો દિવસ વળી એટલા માટે પણ ખાસ છે કે જયશ્રીના જીવનમાં આજની વર્ષગાંઠ એક નવી વસંત સાથે ઊઘડી છે… (હવે આ વસંતનું રહસ્ય મને ના પૂછશો… કેટલીક છીપના મોતી સમયના મરજીવાના હાથે જ ઊઘડે એ સારું!)

પ્રિય જયશ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ…

અને હા, જયશ્રીની એક ખૂબ જ ચોટદાર કવિતા લયસ્તરો.કોમ પર આજે મૂકી છે. એ નહીં વાંચો તો જયશ્રીને પાઠવેલી આપની શુભકામનાઓ અધૂરી જ ગણાશે… કવિતા વાંચવા માટે અહીં ક્લિક કરો: http://layastaro.com/?p=10466

- વિવેક

ટહુકોની સાતમી વર્ષગાંઠ – Happy 7th Birthday to ટહુકો.કોમ

આજે જુન ૧૨.. ટહુકો.કોમ શરૂ થયાને સાત વર્ષ થયા..!  Happy Birthday to Darling tahuko.com ..!!  આ સાત વર્ષોમાં ટહુકો એ ઘણું ઘણું આપ્યું. અને આ સફર આમ જ ચાલુ રહેશે એની ખાત્રી છે – કારણ કે ટહુકો જે ઘણું આપ્યું – એમાં સૌથી ટોચ પર કંઇક આવતું હોય તો એ છે મિત્રો..! અને આપ સૌ મિત્રોનો પ્રેમ અને સહકાર જ આ સફર આગળ ધપાવશે..!

7th-birthday

અને ટહુકોની સફર ભવિષ્યમાં નવા માઇલસ્ટોન્સ સર કરશે જ.  iPhone, iPad, Android phones માં ટહુકો બરાબર વંચાતો નથી – સંભળાતો નથી – એનું મને ધ્યાન છે – અને આવતા વર્ષમાં એ ઉપણ દૂર થઇ જ જશે. એ પછી પણ ટહુકોની iPhone app, iPad app, Android app વગેરે પર કામ કરવાનું છે.

આ બધું થશે.. બસ થોડી વધુ રાહ જોવી પડશે. હું CPA, અને અમિત Architect/Construction Manager… એટલે ટહુકોને technologically advanced કરવા માટે in-house resources પૂરતા નહીં થાય, outsourcing કરવું પડશે. :)

ચલો, બાકીની વાતો પછી… આજે તો સાતમા જન્મદિવસની ખુશીઓ મનાવીએ..! કેવી રીતે? અરે… ગીતો સાંભળીને ..! સાંભળો આ થોડાં અમને ગમતાં ટહુકાઓ…!! અને for-a-change – અહી મુકેલા ગીતો-ગઝલો તમારા iPhone, iPad, Android phones, Android tablets માં પણ સાંભળાશે..!!  કેવી લાગી આ birthday gift ?? :)

આંખ્યુંનાં આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસુડો લાલ… (સાંવરિયા રમવાને ચાલ)

અમૃત ભરેલું અંતર જેનું (આંધળી માંનો કાગળ)

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં

એક છોકરી ના હોય ત્યારે કેટલા અરીસાઓ સામટાં ગરીબ બની જાય છે

હુ તુ તુ તુ તુ…. જામી રમતની ઋતુ…

આંખોમાં આવી રીતે તું દ્રશ્યો ના મોકલાવ

પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો…

આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે

પહેલા વરસાદનો છાંટો મુને વાગીયો, હું પાટો બંધાવાને હાલી રે…

તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે મને ગમતું રે…

નયને નૈન મળે જ્યાં છાના, વાતો હૈયાની કહેવાના, તમને પારકાં માનું કે માનું પોતાના…

કેવા રે મળેલા મનના મેળ…

એમ પૂછીને થાય નહીં પ્રેમ…. દરિયાના મોજા કંઇ રેતીને પૂછે, તને ભીંજાવું ગમશે કે કેમ?

મારા રામ તમે સીતાની ને તોલે ન આવો…

સાંવરિયો રે મારો સાંવરિયો, હું તો ખોબો માંગું ને દઇ દે દરિયો…

હાથને ચીરો તો ગંગા નીકળી, ને છેવટે એ વાત અફવા નીકળે…

ચાલ સખી, પાંદડીમાં, ઝાકળના ટીપાંની જેમ ફરી જિંદગીને મૂકીએ…

અરે! મારા આ હાથ છે જડભરતને..

ક્યારે પૂરા થશે મનના કોડ, કે સાહ્યબો મારો ગુલાબનો છોડ

એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ…

તારી હથેળીને દરિયો માનીને કોઇ ઝંખનાને સોંપે સુકાન

પાનખરોમાં પાન ખરે ને ઝાડનો આખો વાન ખરે ને ત્યારે, સાલું લાગી આવે…

આભને ઝરૂખે માડી તારો દિવડો પ્રગટાવ્યો

એક પાટણ શહેરની નાર પદમણી

હે જી એવી ચોપાટ્યું મંડાળી ચંદન ચોકમાં

એ થી જ રંગ રંગથી સઘળું ભર્યું હતું, આંખો મહીં પતંગિયાએ ઘર કર્યું હતું

આ ડાળ ડાળ જાણે કે રસ્તાં વસંતના

આ કોની મનોરમ દ્રષ્ટિથી…

આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે

આહા એટલે આહા એટલે આહા….

આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે

મારી આંખે કુંકુના સૂરજ આથમ્યા..

અલ્લક મલ્લક લાગણીઓની ઝાલર વાગે રણઝણ રણઝણ

બજે તાલ મંજીરા ઢોલ રે ભવાની માં…

બંસીના સૂર તમે છેડો તો ક્હાન મારા કાનોમાં મધનો વરસાદ જો..

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા..

તને નજરું લાગી છે મારા નામની

માળામાં ફરક્યું વેરાન

વિવેક ટેલરના ગીત-ગઝલ અને એના સ્વરનામાનું નવું સરનામું..!!

મિત્રો,

આપે શબ્દો છે શ્વાસ મારા – લયસ્તરો – ટહુકો અને
બીજા બ્લોગ્સ – ફેસબુક જેવી જગ્યાએ ઓનલાઇન, કવિ સંમેલનમાં, કોઇ કવિતાની ચોપડીમાં, અખબારમાં.. એમ ઘણીવાર વિવેક ટેલરની કલમને માણી જ હશે..!

vivek

અને કદાચ આપે એના કાવ્યસંગ્રહ – શબ્દો છે શ્વાસ મારા, ગરમાળો પણ વાંચ્યા હશે, અને હા અડધી રમતથી… વિવેકના શબ્દોનું એ સ્વરમાનું તો ક્યાંથી ભૂલાય?

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


તો આજે… વ્હાલા મિત્ર વિવેકના જન્મદિવસે – એને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે – એના શબ્દો અને સ્વરનામાનું એક નવું સરનામું..!

અમેરિકામાં રહેતા વિવેકના ચાહકો માટે ખાસ:
વિવેકનો ગઝલસંગ્રહ ‘શબ્દો છે શ્વાસ મારા’ , કાવ્યસંગ્રહ ‘ગરમાળો’ અને એના ગીત-ગઝલોનું સ્વરાંકન – અડધી રમતી – હવે કોમ્પ્યુટરની થોડી ક્લિક પર તમારા ઘર આંગણે..!!

નીચે આપેલ લિંક પર ક્લિક કરો – જે તમને લઇ જશે – Ebay – જેના પરથી તમે વિવેકના શબ્દો-સ્વર તમારા ઘર આંગણે મંગાવી શકશો.

અડધી રમતથી – વિવેક ટેલરના ગીત-ગઝલનું સ્વરનામું

Click here to buy this CD from Ebay!

ગરમાળો – કાવ્યસંગ્રહ 

Click here to buy this book from Ebay!

 ********

 

શબ્દો છે શ્વાસ મારા – ગઝલસંગ્રહ  

 

Click here to buy this book from Ebay!