આજે ૧૨મી જુન… આજથી બરાબર ૧૦ વર્ષ પહેલા – ટહુકો અને મોરપિચ્છ – એ બે બ્લોગ્સની શરૂઆત કરેલી… ફક્ત નિજાનંદ માટે, અને વતન ઝૂરાપાની વેદનાને થોડી ઓછી કરવાની ઇચ્છા સાથે શરૂ થયેલા બ્લોગ્સને મિત્રો, કલાકારો અને વાચકોનો એવો સારો પ્રતિસાદ મળ્યો કે આજે એક Registered non-profit organization તરીકે ટહુકો ફાઉન્ડેશન કાર્યરત છે..!!
અને આમાંથી કંઇ પણ – આપ સૌની શુભેચ્છા, માર્ગદર્શન, અને સતત સહકાર વગર શક્ય ન હતું..!! ઘણા મિત્રો, કવિઓ, ગાયકો અને સંગીતકારોએ આ દશાબ્દિ નિમિત્તે શુભેચ્છા સંદેશ મોકલ્યા છે… આવતા થોડા દિવસો સુધી એ આપ સુધી પહોંચાડવાની ઇચ્છા છે, અને હા, આપ સૌના સલાહ, સુચનો, શુભેચ્છાની પણ આશા રાખું છું..!! આપ અહીં કોમેંટમાં લખી શકો – અથવા અમને write2us@tahuko.com પર ઇમેઇલ કરી શકશો..!! આપના ઓડિયો, વિડિયો કે પત્ર સંદેશ અમે ટહુકો.કોમ વેબસાઇટ પર જરૂરથી લઇ આવશુ.
અને કવિ પન્ના નાયકના શુભેચ્છા સંદેશથી જ શરૂઆત કરીએને?
કોઈ કાવ્ય શોધવું છે, મળી જશે ટહુકો પર. કોઈ ગાયક શોધવો છે, મળી જશે ટહુકો પર. કોઈ સ્વરકાર શોધવો છે, મળી જશે ટહુકો પર. જયશ્રીએ tahuko.com સ્થાપીને સ્વથી સર્વ સુધીનો અભિગમ સાધ્યો છે. એટલે વિશ્વવ્યાપી tahuko.comને બિરદાવીએ એટલું ઓછું છે. જયશ્રીએ બીજ વાવ્યું અને આજે દસ વરસ પછી એ ઘટાદાર વૃક્ષ થયું છે. આ કામ જયશ્રીએ કોઈ અભિમાન કે આડંબર વિના કર્યું છે, માત્ર માતૃભાષાના પ્રેમને કારણે.
રોજ એક કવિતા શોધવી અને સવારે પાંચ વાગે એને બ્લોગ પર મૂકવી એ નાનીસૂની વાત નથી. અને આ કામ સતત દસ વરસથી જયશ્રી કરે છે. આજે ટહુકો પર લગભગ ૨૫૦૦ કવિતાઓ ઉપલબ્ધ છે. આ કામ ખંત અને નિષ્ઠા માગી લે છે અને એ જયશ્રીએ પુરવાર કર્યું છે.
tahuko.comના દસમા જન્મદિને મારી અનેક શુભેચ્છાઓ કે આ બ્લોગ હજી પણ ફૂલે ફાલે અને બીજા બ્લોગને પ્રેરણા આપતો રહે.
પન્ના નાયક
ટહુકાની દશમી વર્ષગાંઠ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન અને અંતરના આશિષ,
ખુબ ખુબ અભિનંદન અને હાર્દિક ધન્યવાદ.
આપે ગુજરાતી સાહિત્યને ટહુકાવ્યું છે..ને તેનો કેકારવ હર ગુજરાતીના હૃદયને ખુશીઓથી ભરીદે છે .
રમેશ પટેલ(આકાશદીપ)
‘ટહુકો’ ના ટહુકાથી મનનો મોરલો નાચતો, કૂદતો, ગાતો અને વાંચતો રહ્યો છે…બીજા રસિકો સાથે ટહુકા share કરતો રહ્યો છે. Long live tahuko and other Gujarati blogs and websites !
Khub Khub abhinanadan .
નમસ્કાર . અભિનન્દન જયશ્રીબેન આઠેક વરષો પહેલા નવનિત્ભાઇ શાહે પરિચય કરાવેલો.આજ સુધી આનન્દ માણવાનુ ચાલુ છે.
ઉત્તમ સેવાભાવ સાથે સાહિત્ય-સેવા થાય છે. આજે જ પી.કે.દાવડા સાથે વાત થૈ આવિશે. ઇશ્વર સારા કામ માતે સ્વયમ વ્યવસ્થા
કુદરતી પ્રેરણા દ્વારા થાય જ છે . શુધ્ધ નિષ્ઠા જ તેના પાયામા કામ કરતી હોય છે.
-લક્ષ્મિકાન્ત ઠક્કર / ૧૫.૬.૧૬
‘ટહુકો’ ની દશાબ્દિ નિમિત્તે અભિનંદન!
આ દસ વર્ષોમાં ‘ટહુકો’ એ સહિત્ય પ્રેમીઓનાં પ્રેમ-આદર જીત્યા છે,
એ જ રીતે હમેશાં સતત ટહુકે એવી શુભેચ્છા!
દસમી વર્ષગાઁઠ નિમિત્ત ખૂબ ખૂબ અભિનન્દ જયશ્રીબેન. આપની મહેનત અને લગનનું ફળસ્વરૂપ એ છે કે આજે ટહુકો ગુજરાતી ગીતોનું ગૂગલ થઇ ગયું છે. કોઇ પણ ગુજરાતી ગીત કે કાવ્યનો રેફરન્સ નીકળે અને તુરત સાંભળવું હોય તો સૌથી પહેલા ટહુકો પર સર્ચ કરીએ, અને મોટાભાગ અહિંથી ગીત મળી જ આવે. Long live Tahuko… hearties congratulations…
પ્રાણપિય ટહુકો ડૉટ કોમ તથા સૂત્રધાર જયશ્રી તથા અમિતને દશાબ્દિ પર્વ નિમિત્તે હૃદયપૂર્વકની સ્નેહકામનાઓ….
આ યાત્રા એકધારી રહે, અવિરત રહે, અને નિયમિત રહે એ જ અંતરેચ્છા….
🙂
”ટહુકો જેીઓ હજારો સાલ્ સાલ કે દિન હો પચાસ હજાર
ગોપાલકાકા
જયશ્રીબહેન અને ‘ટહુકો’ની ટીમને અઢળક અભીનન્દન… અને આશીષ..
ે જોઈએ તે મળી જશે ટહુકો પર્ એક જીવ્તો જગતો ધબ્ક્તો ટહુકો રુદય લલ્ચવે બહુ સમગ્ર કવીતનો, ગીતો! ગઝલ્ ગરબા, ફીલ્મી ગીતો વગેરેનો અખૂટ ભન્ડર્.
ખૂબ ખૂબ અભીનન્દન્.
ખુબ ખુબ અભિનંદન, ટીમ ટહુકો.કોમ
આપની સાથે “ટહુકો”ની શરુઆતથી હું આનંદ લઈ રહ્યો છું,૨૦૦૬ ના વરસથી કાવ્ય,ગીત,સંગીત, ટહુકો દ્વારા અનેક ગીતો માણવા મળ્યા,જે આનંદ પ્રાપ્ત થયો એ વ્યક્ત કરવા માટે શબ્દો ઓછા પડે,મારા જેવા સંગીતપ્રેમી વયસ્કોને માટે નોર્થ અમેરીકા/કેનેડામાં ટહુકો જીવન જીવવા માટૅ વિષેશ પ્રેરણા આપનારુ બની રહ્યુ છે એ માટૅ શ્રીમતી જયશ્રીબેન અને એમની આખી ટીમ ને અભિનદન અને અનેક શુભકામનાઓ,
ટહુકો દ્વારા ગુજરાતી ને જીવંત રાખવાનો પ્રયાસ પણ બિરદાવુ છું, ગુજરાતી સાહિત્ય,સંગીત,સુગમ સંગીત અમારા સુધી લઈ આવવા બદલ શ્રીમતી જયશ્રીબેન અને એમની સમગ્ર ટીમનો ખુબ,ખુબ આભાર……..
દશાબ્દી નિમિતે” ટહુકો” ને હાર્દિક શુભકામના.
જયશ્રીબેન,એક વાત મારી કેઃ ગુજરાતી બ્લોગ જોવાની શરૂઆત મારે ‘ટહુકો”થી થયેલ છે.
ત્યાર પછી તો ટહુકાએ મને પુરા બ્લોગજગતનો પરિચય કરાવીને એક નવા વિશ્વમાં વિહરતી કરી..
ખૂબ-ખૂબ આભારસહ શુભેચ્છઓ.
Adarniya Pannaji,
ABHINANDAN N ABHVADAN, GUJARATI NI MAHAN SEVA YAGNA J KARO CHHO,Ahuti ma kavyo ni anjali, network ma gunthavi, Afreen, BLESSED U
NIRANJAN SHASTRI
અમેરિકા મા રહી ને ગુજ્ર્રરાતી ધબકાર જીવતો રાખવા બદલ અભિનન્દન્!!!!
અભિનન્દન જયશ્રિદ્બેન, આપના તહુકા નો પ્રતિસાદ વિશ્વભર મા થિ મલિ રહ્યા ચ્હે.
ખુબ ખુબ અભિનન્દન્ ગુજરાતિ કવિતા નોૂ ખજાનો મલ્યો. ધર્મેન્દ્ર સેવન્તિલલ સાહ.
દસ વર્ષ !!!!હજી હમણાજ શરૂ કર્યું હોય તેવો અનુભવ થાય છે.!!!!
રોજ નવી કવિતા, ભજન પ્રાચીન અને અર્વાચીન,;કલાકારોનો તો ભંડાર !!!!
તમને ગમે તે શોધી લો અથવા જયશ્રી બહેન ને શોપી દો !!!
હું તો ભૈશાહેબ ,હર રોજ સવાર- સાંજ ટહુકો લઇ બેસી જાઉં છું।
હવે મુદ્દા પર આવું,જયશ્રીબહેન ,4-5 વર્ષ પૂર્વે ;અપને ફરમાઇશ કરેલી।
1964 ગુજરાતી ફિલ્મ ” ગરવી ગુજરાતણ ” ગીત ” ઓરે માડીના નોરતા આવ્યા રે ”
કૃપયા શોધવા મહેરબાની અવશ્ય કરશો એવી આશા હજુ સેવી રહ્યો છું। .ગુજરાતી ગીતોનાં
સંગ્રાહકો પાસે હોય તો। ……….. પુનઃ દશાબ્દી નિમિતે ટહુકો ને હાર્દિક શુભકામના।
જય ભવાની ……મન ને મોર બનાવે ટહુકો। ….
. નટુ નાગલા
Congratulation jayshreeben,
For achieving 10 yrs of tahuko.com .
We appreciate your consistant efforts for the feeling of gujarati literature especialy poetry and popular songs ,gazals ,garba and make popular poets,singers,compositer and singers too.
Once again my congratulations.
Ramesh Oza
rameshoza@gmail.com
ટહુકો બધા ગુજ્રરતિઓને સથે એક કર્વા ખુબ સફલ બનેલ રાહેલ. ખુબ હર્શ થયો.
Wish you a very happy birthday
congratulation for 10 years of succes
CONGRATULATIONS…
ખુબ ખુબ ધન્યવાદ , મા , માત્રુભાષા અને માત્રુભુમિ નો કોઇ વિકલ્પ નથેી .
ABHINANDEN
VERY GOOD
વર્શ દિન મુબારક .પ્રગતિને પથ પર ચલતા રહોઈજ આભ્યથના.
ખુબ ખુબ અભિનંદન અને હાર્દિક ધન્યવાદ, નવું નવું ભવિષ્યમાં પણ ગયેલ દસ વર્ષો જેમ ટહુકો દ્વારા મનોરંજન મળી રહે તેમ શુભેચ્છાઓ.
હરીશ ભટ્ટ
LONG LIVE TAHUKO ! CONGRATS !
Congrats, Jayshreeben. Your dedication is much appreciated. Wish you continued success.
Tarun Mehta.