૧૨મી જુન… ટહુકોની વર્ષગાંઠ… આ વર્ષે કોઇ ખાસ ‘Celebration’ લઇને નથી આવી.. બસ એક વાત કરવી છે, વાચકો સાથે.. અને ખાસ તો પોતાની સાથે..!!! I haven’t given up on myself, yet! ટહુકોનો સાથ આપતા રહેજો.. કૂકડાની બાંગ સાથે ટક્કર લેવા જેટલી નિયમિતતા ફરી આવશે!!
વ્હાલા ‘ટહુકો’ ને જન્મદિવસની મોડી પણ મોળી નહિં એવી શુભેચ્છાઓ સાથે – વ્હાલી સખી મોના નાયક ‘ઊર્મિ’ની આ મનગમતી ગઝલ!!
Tropical Cyclone ‘વાયુ’ થી પ્રભુ સૌની રક્ષા કરે એ પ્રાર્થના.
*******
પ્રથમ ખૂલ્લી આંખે એ સપના ગણે છે,
પછી સ્વપ્નમાં આવી ચૂંટી ખણે છે.
આ માણસ અજાયબ ને અવળુ ભણે છે,
ફસલને નહીં, વાવણીને લણે છે.
નથી હોશ એને કે ગૂંગળાઈ જાશે…
એ બારી વિનાની ઈમારત ચણે છે.
વચન આપીને પણ ક્યાં આવે છે એ, સૈં !
છતાંયે સતત પગરવો રણઝણે છે.
વિના કારણે પહેલા વિખરાઈ જાશે,
પછી એ સમેટીને ખુદને વણે છે.
ગજબનું નગર છે, ગજબના છે માણસ,
જે અંતરનાં સગપણને વળગણ ગણે છે!
લખે છે, ભૂંસે છે, ફરીથી લખે છે…
આ રીતે એ મનનાં તમસને હણે છે.
ઘડીભરમાં સ્થાપે, ઘડીમાં ઊથાપે,
સતત મારી ઊર્મિઓ સમરાંગણે છે.
– મોના નાયક ‘ઊર્મિ’
Happy Birthday to “Tahuko”.
“ટહુકો” ને 13મી વર્ષગાંઠ ના અનેક અભિનંદન .
અભિનદન અને જલ્દી નિયમિત થઈ જાવ એવી અમારા સૌ ની અતરતમ અભિલાષા…….શુભકામનાઓ……
Keep up great work!
Congratulations!!
Happy Birthday Tahuko. wishing Tahuko and it’s Team more success and it’s golden days back
જયશ્રીબેન ,
ટહુકો ને 13મી વર્ષગાંઠ ના હાર્દિક અભિનંદન .
” ટહુકો ” નો સાહિત્ય ટહુકો અનેક વર્ષો સુધી
સંભળાતો રહે …
જયશ્રીબેની વિજયશ્રી યાત્રા વણથંભી ચાલતી જ રહે એવી શુભ કામનાઓ …
Happy Birthday, Happy New Year, Many Happy Returns Of The Day.
ટહુકાની ૧૩મી વર્ષગાંઠે હાર્દિક અભિનંદન.ટહુકા રોજ સવારે નવલા
ટહુકા સાંભળતા રહીએ…
અમારું અસ્તિત્વ રહે કે ના રહે,
ટહુકાનું અસ્તિત્વ સદાય રહે..
ટહુકાને વર્ષગાંઠ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ટહૂકોં ને ખુબ ખુબ શુભેચ્છા…… ઘણું જીવો હજારો વર્ષો સુધી આ ગુજરાતી ભાષા પ્રત્યે આદર અને પ્રેમ પાથરી દો
Heartfelt wishes to “Tahuko” on its Thirteenth Anniversary. Tahuko is echoing in our hearts, everyones’ heart, globally.
કૂકડાની બાંગથીય વધુ નિયમિતતાથી ગુજરાતી સંગીત-સાહિત્યરસિકોના દિલમાં રોજ ટહુકો કરતા આવેલા ટહુકો ડૉટ કોમની એ પ્રતિબદ્ધતાની પ્રતીક્ષા રહેશે…
Yes reading ur wonderful and very receptive writings poems songs and literature dose rings continue in my heart
ટહુકો ને 13મી વર્ષગાંઠ ના અનેક અભિનંદન . Hope get to enjoy each other with nice topics.
એ ધીમું ધીમું.. ગણ ગણ છે…
પણ એ તો… રણઝણ છે..
અમારું અસ્તિત્વ રહે કે ના રહે,
ટહુકાનું અસ્તિત્વ સદાય રહે..
ટહુકાને વર્ષગાંઠ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
Dear Jayshreeben:
Happy Birthday to Tahuko! Best Wishes for many more to come!!
You can’t and should not give up ever! You will take Tahuko to newer heights, year after year!
Your dedication and diligence are inspiring to your viewers!
All the best –
Admiringly,
Dick Sharad
(&, the Late Chitra Sharad)
” ભગીરથ છું,ધરા પર તપ થકી ગંગા ઉતારું છું ”
“મળ્યું ઘર ગાર-માટીનું ને દીવો શબ્દનો બળતો,
ગયા ભવનો ચરુ ઊકળે, કવિતા એ જ સરજાવે.”
-ઉષા ઉપાધ્યાય
જયશ્રી બેન
અભિનંદન