Category Archives: ઝરણા વ્યાસ

ઝરણા વ્યાસ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

અધરાતે મધરાતે - હરીન્દ્ર દવે
અલ્લક મલ્લક લાગણીઓની ઝાલર વાગે - લાલજી કાનપરિયા
એવું કૈં કરીએ - રમેશ પારેખ
કે ફાગણ આયો - મેઘબિંદુ
ગીત લખું કે ગઝલ - મુકેશ જોષી
મને સુક્કા કદંબનું તે પાંદડું કહે - હરીશ મિનાશ્રુ
મારુ બચપણ ખોવાયું (પાંચીકા રમતી'તી..) - મુકેશ જોષી
રહી જાઓ શ્યામ - મીરાબાઇ
સખી મને તેં સરોવર કહ્યો - રમેશ પારેખ
સખીરી, હરિ વરસે તો પલળું - સંદીપ ભાટિયા
સમંદરને તળ લીલું વન દાટવું છે - કિસ્મત કુરેશી

અલ્લક મલ્લક લાગણીઓની ઝાલર વાગે – લાલજી કાનપરિયા

સ્વરકાર – દક્ષેશ ધ્રુવ
સ્વર – ઝરણા વ્યાસ

ટહુકાની ગઠડી ખોલે છલ્લક છલ્લક… Photo by Vivek Tailor

અલ્લક મલ્લક લાગણીઓની ઝાલર વાગે રણઝણ
ઝાકળ જેવી માંગણીઓની ઝાલર વાગે રણઝણ

ઝાડ વચાળે પંખી બોલે છલ્લક છલ્લક
ટહુકાની ગઠડી ખોલે છલ્લક છલ્લક
શ્વાસ શ્વાસમાં લાગણીઓની ઝાલર વાગે રણઝણ
અલ્લક મલ્લક લાગણીઓની ઝાલર વાગે રણઝણ

નભથી ઉતારે વાદળનું વરદાન ભીનું, તથાસ્તુ!
કાચી કાચી નીંદર માંગે સ્વપન ઉછીનું, તથાસ્તુ!
ખળખળ વહેતી ઝરણીઓની ઝાલર વાગે રણઝણ
અલ્લક મલ્લક લાગણીઓની ઝાલર વાગે રણઝણ

પતંગિયાનું ટોળું થઈ ને અવસર ઉડતા આવે મબલખ
રંગબેરંગી સપનાઓની ફાટ ભરીને લાવે મબલખ
ભીતર લખલખ લાગણીઓની ઝાલર વાગે રણઝણ
અલ્લક મલ્લક લાગણીઓની ઝાલર વાગે રણઝણ

- લાલજી કાનપરિયા

Share what you loved...

સમંદરને તળ લીલું વન દાટવું છે – કિસ્મત કુરેશી

સ્વરાંકન – ઉદ્દયન મારૂ
સ્વર – ઝરણા વ્યાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સમંદરને તળ લીલું વન દાટવું છે
અને રણની ભીતર ચમન દાટવું છે

કહો કંટકોને કબર ખોદી નાખે
કે કરમાયેલું આ સુમન દાટવું છે

સમાશે ન એ સાગર એકે ધરામાં
નયનમાં અમારે ગગન દાટવું છે

જગા દુઃખના ડુંગરોમાં મળે તો
અમારે ત્યાં સુખનું સ્વપન દાટવું છે

- કિસ્મત કુરેશી

Share what you loved...

સખી મને તેં સરોવર કહ્યો – રમેશ પારેખ

સ્વરાંકન – ઉદ્દયન મારૂ
સ્વર – ઝરણા વ્યાસ અને અન્વી મારૂ

વસંત કે ફૂલની પ્રતીક્ષા કોણ કરે ?....

વસંત કે ફૂલની પ્રતીક્ષા કોણ કરે ?… Photo: Vivek Tailor

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સખી મને તેં સરોવર કહ્યો એ ઘટનાને
હું મારાં ગીતકમળથી લે ચાલ, શણગારું.

હવે હું પીળી પડેલી છબીની જેવો છું
તને ગમે તો પ્રણયની દીવાલ શણગારું.

આ મારા હાથમાં ખાલીપણાંના ફૂલો છે
કહે તો આપણો આ આજમ્હાલ શણગારું.

હવે વસંત કે ફૂલની પ્રતીક્ષા કોણ કરે ?
હું મારા વ્હાલથી તારું વ્હાલ શણગારું.

તને આ જિંદગી જેવો જવાબ આપીને
નજીકથી તેં કરેલો સવાલ શણગારું .

- રમેશ પારેખ

Share what you loved...

સખીરી, હરિ વરસે તો પલળું – સંદીપ ભાટિયા

સ્વરાંકન : દક્ષેશ ધ્રુવ
સ્વર : ઝરણા વ્યાસ
આલ્બમ : નિર્ઝરી નાદ

(હરિ વરસે તો...   Lands End, San Francisco  .. Sept 24, 2011  )

(હરિ વરસે તો… Lands End, San Francisco .. Sept 24, 2011 )

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સખીરી, હરિ વરસે તો પલળું
લખલખ ચોમાસામાં કોરું મીણનું મારું દલડું

હરિજ મારો ઊનાળો ને હરિ વાય તો ટાઢ
હરિથી આંખ્યું ભરીભરી ને હરિ વહે તે બાઢ

તુલસીદળ કે અશ્રુબિંદુ – હરિ નમાવે પલડું
સખીરી, હરિ વરસે તો પલળું

હરિ ધધખતા સ્મરણ, કલમ ને હરિ શાહી ને કાગળ
હરિ લખ્યું ત્યાં શબ્દો ખૂટ્યા, હવે લખું શું આગળ ?

હરિ કનડતા ના વરસી – હું કોરી રહીને કનડું
સખીરી, હરિ વરસે તો પલળું

- સંદીપ ભાટિયા

Share what you loved...

અધરાતે મધરાતે – હરીન્દ્ર દવે

આજે વ્હાલા કવિ શ્રી હરીન્દ્ર દવેના શબ્દો મઢ્યું આ કૃષ્ણગીત… ઝરણા વ્યાસના મીઢા અવાજમાં અને ઉદયનભાઇનું એટલું જ મઝાનું સ્વરાંકન..!!

સ્વર – ઝરણા વ્યાસ
સંગીત – ઉદ્દયન મારુ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અધરાતે મધરાતે દ્વારકાના મહેલ મહીં,
રાધાનું નામ યાદ આવ્યું,
રુક્મિણીની સોડ તજી ચાલ્યા માધવ
બંધ દરવાજે ભાન ફરી આવ્યું.

દ્વારકાના દરિયાનો ખારો ઘૂઘવાટ
દૂર યમુનાના નીરને વલોવે
સ્મરણોનું ગોરસ છલકાય અને માધવની
આજને અતીતમાં પરોવે.

કેદ આ અજાણી દિવાલોમાં, જાણીતી
કુંજગલી કેમ કરી જાવું ?

રાધાના નેણની ઉદાસીના કેફ તણી
ભરતી આ ગોકુળથી આવે
મહેલની સૌ ભોગળને પાર કરી માધવના
સૂનમૂન હૈયાને અકળાવે

ભીતર સમરાંગણમાં ઉભો અર્જુન
એને કેમ કરી ગીતા સંભળાવું ?

- હરીન્દ્ર દવે

(શબ્દો માટે આભાર- અક્ષરનાદ.કોમ)

Share what you loved...