સ્વરાંકન – ઉદ્દયન મારૂ
સ્વર – ઝરણા વ્યાસ અને અન્વી મારૂ
સખી મને તેં સરોવર કહ્યો એ ઘટનાને
હું મારાં ગીતકમળથી લે ચાલ, શણગારું.
હવે હું પીળી પડેલી છબીની જેવો છું
તને ગમે તો પ્રણયની દીવાલ શણગારું.
આ મારા હાથમાં ખાલીપણાંના ફૂલો છે
કહે તો આપણો આ આજમ્હાલ શણગારું.
હવે વસંત કે ફૂલની પ્રતીક્ષા કોણ કરે ?
હું મારા વ્હાલથી તારું વ્હાલ શણગારું.
તને આ જિંદગી જેવો જવાબ આપીને
નજીકથી તેં કરેલો સવાલ શણગારું .
– રમેશ પારેખ
આનંદ…અભિનંદન અને આભાર..ઉદયનભાઈ…
મને કહેવું હતું તે ભુપેન્દ્રભાઈ એ કહ્યું…ઉપર…એ લગભગ મારાજ મનોભાવો અને અનુભૂતિનો અદ્દલ અનુવાદ જ છે…સમસુખીયા..કહેવાઈયે એ દૃષ્ટિએ …
લા’ કાન્ત / ૫-૩-૧૩
સુઁદર ગાન !….સુઁદર ગેીત આભાર્.
Please any one can send 10 best gujarati Subhashita, if possible with it meaning in Gujarati please
સરસ ગીત સરસ સ્વરાંકન્ અને સરસ મધુર સ્વર્ની ગાયકી……..
આપનો આભાર્………………………..
તને આ જિંદગી જેવો જવાબ આપીને
નજીકથી તેં કરેલો સવાલ શણગારું .
જિંદગી જેવો જવાબ આપવાનું ગજું અને હિંમ્મત પણ રમેશ પારેખ પાસેથીજ માંગવા પડે એટલો પામર આજે આ ” સખી , મને તેં સરોવર કહ્યો ! ” નો આસ્વાદ લેતાં અનુભવ્યું . કે નજીક થી કે (નઝાકત થી ?!) કરાયેલ સવાલ ને શણગારવાનું મન થાય એ પણ વળી રમેશ પારેખે શિખવાડવું પડે એટલો પામર છું તે સહર્ષ સ્વિકારું છું! એક જીવાતા જીવનના/જીવનમાં આવતા અનેક પડાવ અને મુલાકાત માં શ્રી રમેશ પારેખનું નામ શ્રી ચંદ્રકાંત બક્ષીની લગોલગ છેજ! જેટલું શ્રી સુરેશ દલાલ અને શ્રી ભૂપત વડોદરીયાનું જરા અલગ-મુરબ્બી તરીકે જીવનમાં ફાળવેલ છે! અફસોસ ! કે ચારેય ને ક્યારેય કહી નથી શકવાના કે ” ભૂલે ચૂકે મળો…. તો ! મુલા..કાત માંગશું….. ! શણગારવા ર્હદય ને… સોગાત માંગશું…! એક જીવન ઘડતરમાં રોજી -રોટી, આરામ દાયક જીવન, અપેક્ષા મુજબનું ફેમિલી ઉપરાંત હકારાત્મક વિચારની પણ જરુર હોય છે, જે કદાચ.. આગળ નામોલ્લેખ કરેલ વ્યક્તિ-વિશેષ પાસેથી મળતા રહ્યા છે! ત્યારે એમને ઉદ્દેશીને કહેવાનું મન થાય કે ઃ-
હવે વસંત કે ફૂલની પ્રતીક્ષા કોણ કરે ?
હું મારા વ્હાલથી તારું વ્હાલ શણગારું.
આ તો મારાજ મનોભાવોનો,અનુભૂતિનો લગભગ અદ્દલ અનુવાદ! {“ભૂપેન્દ્ર ગૌદાણા,વડોદરા ના વચનો, શબ્દો…}ઉદાયાન્ભાઈનું સ્વરાંકન અને બેઉ તેમની ચહીતી ગાયિકાઓ….અભિનંદન અને આભાર…—લા’કાન્ત / ૫-૩-૧૩