સમંદરને તળ લીલું વન દાટવું છે – કિસ્મત કુરેશી

સ્વરાંકન – ઉદ્દયન મારૂ
સ્વર – ઝરણા વ્યાસ

સમંદરને તળ લીલું વન દાટવું છે
અને રણની ભીતર ચમન દાટવું છે

કહો કંટકોને કબર ખોદી નાખે
કે કરમાયેલું આ સુમન દાટવું છે

સમાશે ન એ સાગર એકે ધરામાં
નયનમાં અમારે ગગન દાટવું છે

જગા દુઃખના ડુંગરોમાં મળે તો
અમારે ત્યાં સુખનું સ્વપન દાટવું છે

– કિસ્મત કુરેશી

16 replies on “સમંદરને તળ લીલું વન દાટવું છે – કિસ્મત કુરેશી”

  1. ઝરણુ જાણે કલકલ વહી રહ્યું એવો મીઠો અવાજ ઝરણાનો અને સાથે ગઝલ ના સુંદર ભાવ. મજા આવી ગઈ

  2. કિસ્મત કુરેશીના અદ્ભુત શબ્દો ઉદયન મારુનુ સુન્દેર સ્વરાન્કન અને ઝરણાબહેનનો મીઠો મધુરો અવાજ ત્રિવેણી સન્ગમ |

  3. ઝરણાબહેનાને ખાસ ખાસ અભિનઁદન અવાજ અને ગાયકીને માટે.
    ઘણુઁ જ સુન્દર ગેીત….. સુઁદર રીતે ગવાયેલુઁ અને અસરકારક !

  4. જગા દુઃખના ડુંગરોમાં મળે તો, અમારે ત્યાં સુખનું સ્વપન દાટવું છે.
    બેફામ પછી આટલી કરુણ કવિતા ક્યારેક વાંચવા મળે છે

  5. બહુ સરસ ગઝલ્..ઝરનાબેન ન મધુર સ્વર મા …મજા આવેી ગૈ.આભાર …

  6. ચમન કો છઓડ કર વિરાને મૈ જા બસા હૈ દિવાના તેરા
    ગુલિસતા કે ના કામ આઇ મિટ્ટી થિ બયાબા કિ

    વાહ, ઝરણાબેન તથા ઉદયનભાઈ ને
    અભિનન્દન

  7. જગા દુઃખના ડુંગરોમાં મળે તો
    અમારે ત્યાં સુખનું સ્વપન દાટવું છે ….વાહ…. અને
    અવાજ….ઝાકમઝૉળ….

  8. ગઝલના શબ્દો, સ્વર, સ્વરાંકન અને સુમધુર સંગીત, આનદ આનદ થઈ ગયો…………………………..

  9. ઝરણા, તમારો અવાજ, ગાયકી, હલક બધુંજ નવીન લાગે છે આ ગઝલ માં. બને તો આ શિખવાડજો ક્લાસમાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *