અલ્લક મલ્લક લાગણીઓની ઝાલર વાગે – લાલજી કાનપરિયા

સ્વરકાર – દક્ષેશ ધ્રુવ
સ્વર – ઝરણા વ્યાસ

ટહુકાની ગઠડી ખોલે છલ્લક છલ્લક… Photo by Vivek Tailor

અલ્લક મલ્લક લાગણીઓની ઝાલર વાગે રણઝણ
ઝાકળ જેવી માંગણીઓની ઝાલર વાગે રણઝણ

ઝાડ વચાળે પંખી બોલે છલ્લક છલ્લક
ટહુકાની ગઠડી ખોલે છલ્લક છલ્લક
શ્વાસ શ્વાસમાં લાગણીઓની ઝાલર વાગે રણઝણ
અલ્લક મલ્લક લાગણીઓની ઝાલર વાગે રણઝણ

નભથી ઉતારે વાદળનું વરદાન ભીનું, તથાસ્તુ!
કાચી કાચી નીંદર માંગે સ્વપન ઉછીનું, તથાસ્તુ!
ખળખળ વહેતી ઝરણીઓની ઝાલર વાગે રણઝણ
અલ્લક મલ્લક લાગણીઓની ઝાલર વાગે રણઝણ

પતંગિયાનું ટોળું થઈ ને અવસર ઉડતા આવે મબલખ
રંગબેરંગી સપનાઓની ફાટ ભરીને લાવે મબલખ
ભીતર લખલખ લાગણીઓની ઝાલર વાગે રણઝણ
અલ્લક મલ્લક લાગણીઓની ઝાલર વાગે રણઝણ

– લાલજી કાનપરિયા

11 replies on “અલ્લક મલ્લક લાગણીઓની ઝાલર વાગે – લાલજી કાનપરિયા”

  1. Bahuja madhura geet chhe. Shabdo,prassay ane self orchestra jevaa chhe,Rana Jana Rana jana,January vagere.khubaj gamyaa.kandha…vaah vaah.

  2. i am looking for the recording of a song:
    maala japun din raat ma tujh naamni hun
    sung by daksheshbhai.

    if anyone has it, can he/she place it on tahuko?

    thanks

  3. આ તો કન્ગ્ના ખન ખન અને પાય્લ ચ્હન ચ્હન જેવિ વાત ! રણ ઝણ ! વાહ્ર રે વાહ !ઝર્ણાબેન આપ્ના મધુરા સ્વર મા આન્નદ આવિ ગ્યો. કહેવુ પડે. લેખક અને ગાયક નો અને સન્ગિત નો સુમેળ્ ધન્ય થૈ ગયો હુ! આભાર્ .

  4. શબ્દૉ,સૂર, તાલ, અને સંગીતનો અનેરો, અનોખો સમન્વય! અદભૂત કવીતા. આભાર.

  5. અતિ સુન્દર શબ્દો સાથે એવુ જ મધુર સન્ગેીત

  6. સરસ કર્ણમધુર ગીત. કવિશ્રીના ભાવવાહી શબ્દો. સંગીત અર્થપુર્ણ્ આનદ્દાયી ………………………..

  7. આઁખો મીઁચીઁને ઝરણાબહેનાને સાઁભળવાઁ પડે !
    ઘણુઁ મીઠુઁ ગાન ! મનમોહક સઁગેીત…આભાર તો
    માનવો જ પડે ને ! સૌનો ખૂબખૂબ આભાર……

  8. Excited and thrilled to listen Sarva Shree Lalji Kanparia,Ms. Zarana Vyas and Shri Dakshesh Dhruv,Trio’s Adbhut Geet/Sarjan.SATHE Sathe Gava Ni Pan Khub Khub Maja AAvi !!
    Dhnyavad and Abhinandan Tahuko Ne Pan,

    Zaranaben No Avaj To Zarana Ni Mafak Ja ka Kal Vahe Chhe !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *