Category Archives: રઇશ મનીઆર

રઇશ મનીઆર

રઇશ મનીઆર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

અમે - જાવેદ અખ્તર, અનુ. રઇશ મનીઆર
અમે ગુજરાતી - રઇશ મનીઆર
આપો વીઝા રે - રઇશ મણિયાર
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં - અવિનાશ વ્યાસ
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો - રઇશ મનીઆર
ઓગળે છે - રઇશ મનીઆર
કવિ - ગઝલકાર રઇશ મનીઆર અમેરિકાની મુલાકાતે...
કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે - રઈશ મનીઆર
ગઝલ ગઇકાલની અને આજની - રઇશ મનીઆર
ગરબડ ન કર - રઈશ મનીઆર
ઝાકળ થયા પછી - રઇશ મનીઆર
તને ગીત દઉં કે ગુલાબ - રઈશ મનીયાર
તને શ્રદ્ધા છે માણસ પર ? - રઈશ મનીઆર
દરેક મુકામ બીજું કંઇ નથી વિસામા સિવાય - રઇશ મનીઆર
ધીરે ધીરે લખ્યું - રઇશ મનીઆર
ન પેપ્સી ન થમ્સઅપ ન તો કોક ભાવે - રઇશ મનીઆર
પન્નીને પહતાય તો કે’ટો ની.... - ડો. રઇશ મનીયાર
મારી ભાષાએ રંગ રાખ્યો છે - રઇશ મનીઆર
મુક્તકો - રઇશ મનીઆર
રહસ્યોના પડદાઓ ઉપાડી તો જો - જલન માતરી
લખ્યું તે બધું રક્તધારે લખ્યું છે - રઈશ મનીઆર
શબ્દો રહ્યા રમત રહી - રઇશ મણિયાર
હજુયે યાદ છે - રઈશ મનીયાર
હઝલ(રોજ એ જગથી કશું જૂદું જ કરવા જાય છે) - ડૉ.રઈશ મનીઆર
હાથમાં વહેતા નથી દરિયા સતત - રઇશ મનીઆર
Come One, Come All... - Dr. Raeesh Maniar
Say Sorry, My Son! Say Sorry... - રઈશ મનીઆરલખ્યું તે બધું રક્તધારે લખ્યું છે – રઈશ મનીઆર

ભલે અલ્પ તોયે વધારે લખ્યું છે
લખ્યું તે બધું રક્તધારે લખ્યું છે

કરું છું રૂપાંતર હું શબ્દોમાં કેવળ
તમે જે ઇશારે ઇશારે લખ્યું છે

લખ્યું તો જિવાયું, જીવ્યો તો લખાયું
અમે એક નવતર પ્રકારે લખ્યું છે

લખાણે લખાણે પ્રહારો થયા છે
અમે પણ પ્રહારે પ્રહારે લખ્યું છે

પડી સાંજ તો એટલી હાશ છે કે -
કશું કાયમી મેં સવારે લખ્યું છે

તમે તો ‘રઈશ’ બસ કુટાતા રહ્યા છો
તમે આ બધું… બોલો ક્યારે લખ્યું છે!

- રઈશ મનીઆર

તને શ્રદ્ધા છે માણસ પર ? – રઈશ મનીઆર

ઘણું છોડી પછી થોડાની સાથે જીવવાનું છે,
ફગાવી દે વજન નૌકાની સાથે જીવવાનું છે.

વિકટ જ્યાં એક પળ પોતાની સાથે જીવવાનું છે,
જીવનભર ત્યાં સતત બીજાની સાથે જીવવાનું છે.

દિવસનો બોજો લઈ રાતે સૂવાનો ડોળ કરવાનો,
ઊઠી, આખો દિવસ, શમણાંની સાથે જીવવાનું છે.

બધાએ પોતપોતાની જ બારીમાંથી દેખાતા,
ભૂરા આકાશના ટૂકડાની સાથે જીવવાનું છે.

જીવનના ચક્રને તાગી શકે તું પણ સરલતાથી,
તલાશી કેન્દ્રને, ત્રિજ્યાની સાથે જીવવાનું છે.

તું સાચું બોલજે, ઈશ્વર ! તને શ્રદ્ધા છે માણસ પર ?
ને માણસજાતને આ શ્રદ્ધા સાથે જીવવાનું છે.

-રઈશ મનીઆર

આપો વીઝા રે – રઇશ મણિયાર

આજે ફરી એકવાર – રેડ રાસ (૩) માંથી આ માર્મિક ગીત..! કેટલાય ગુજરાતીઓની લાગણીઓને અહીં રઇશભાઇએ અક્ષરસ: વાચા આપી છે..!! :)

સ્વર : અમન લેખડિયા
સ્વરાંકન : શ્યામલ – સૌમિલ મુનશી

આપો વિઝા રે...

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


રોટલો માંગે, કોઈ જગતમાં, કોઈ તો વળી, માંગે પીઝા રે
ગુજરાતી કે’, વેઠ કરીને, પેટ ભરીશું, આપો વીઝા રે

શક્તિથી હું, ભક્તિ કરું, માત ક્યારે, કળશ ઢોળે રે
એક દિવસ તો, જઈને પડું, હું લીબર્ટી-માના ખોળે રે
કેમ અમે રે આહીં પડ્યા, જઈ મહાસુખ માણે બીજા રે
ગુજરાતી કે’ વેઠ કરીને પેટ ભરીશું, આપો વીઝા રે

જર્સીના, ચોકમાં જોને, કેટલા બધા, પંખી ચણે રે
મા..માનું ઘર, કેટલે હજુ, દીવા બળે જો ને પણે રે
ઓલ્યા ઓબામા, મારા રે મામા, ઊંચકી લે! થઈ પગમાં ઈજા રે
ગુજરાતી કે’ વેઠ કરીને પેટ ભરીશું, આપો વીઝા રે

મંગલ ફાઈલ, ખોલો દયામય, ખોલો ને વા’લા, જલદી ખોલો રે
હું ઘૂસું ને, મારી પાછળ, ખાનદાન આખું, કરે ફોલો રે!
ભાઈભત્રીજા, સાસુ સસરા, સાળા સાઢુ, બેન ને જીજા રે
ગુજરાતી કે’ વેઠ કરીને પેટ ભરીશું, આપો વીઝા રે

- રઇશ મણિયાર

ઓગળે છે – રઇશ મનીઆર

અચાનક લગાતાર, બસ, ઓગળે છે
સઘન રાતનું,  આ તમસ ઓગળે છે
કરે કો’  ટકોરો   સ્મરણના બરફ  પર
ને  વચ્ચે  રહેલાં  વરસ  ઓગળે  છે

- રઇશ મનીઆર

ઈશ્વર પડ્યો નથી રસ્તામાં – અવિનાશ વ્યાસ

(કૃષ્ણ-સુદામા….Dolls of India)

સંગીત : અવિનાશ વ્યાસ
સ્વર : જનાર્દન રાવલ
આલ્બમ – અમર સદા અવિનાશ Vol.3

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આસ્વાદ : રઇશ મનીઆર
સંગીત : અવિનાશ વ્યાસ
સ્વર : જનાર્દન રાવલ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

બે ફૂલ ચઢાવે મૂર્તિ પર,
પ્રભુ નહી મળે સસ્તામાં,
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં.
કૃષ્ણની પાસે જવું હોય તો,
થવું પડે સુદામા….
ઈશ્વર પડ્યો નથી….

સાચું છે એ સચરાચર છે,
સાચું છે એ અજરામર છે,
સાચું છે એ પરમેશ્વર છે.
પણ ચો ધારે વરસે મેહુલિયો તો,
મેળે એક ટીપામાં….
ઈશ્વર પડ્યો નથી….

રામનું સ્વાગત કરતા ઋષીઓ
જાપ જપંતા રહી ગયા.
એઠાં બોરને અમર કરી ને
રામ શબરીના થઈ ગયા.

નહી મળે ચાંદી સોનાના
અઢળક સિક્કા માં,
નહી મળે કાશીમાં કે મક્કા માં,
પણ નસીબ હોય તો મળી જાય
તુલસીના પત્તામાં….
ઈશ્વર પડ્યો નથી….

- અવિનાશ વ્યાસ