Category Archives: મુકેશ

મુકેશ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ये कौन चित्रकार है....
અડધી રાતલડીએ મને રે જગાડી
અમર જ્યોતિ - દારા એમ્ પ્રીન્ટર
આપણ સૌ એ હરતાં ફરતાં પિંજરા....
આવો તો યે સારુ, ન આવો તો યે સારુ...
આવો રે ઓ ચિત્તડું ચોરી જાનારા....
ઓ નીલ ગગનનાં પંખેરું - રમેશ ગુપ્તા
કોકવાર આવતાં ને જાતાં મળો છો એમ..
ચાલ્યા જ કરું છું - અવિનાશ વ્યાસ
તને જાતા જોઈ - અવિનાશ વ્યાસ
નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે.... - બરકત વિરાણી 'બેફામ'
નજરને કહી દો કે નીરખે ને એવૂં ...
નૈને નૈન મળે જ્યાં છાના.... - બરકત વિરાણી ‘બેફામ’
પંખીડાને આ પીંજરુ - અવિનાશ વ્યાસ
મને યાદ ફરી ફરી આવે - જગદીપ વિરાણી
મહતાબ સમ મધુરો - દારા એમ્ પ્રીન્ટર
મારા ભોળા દિલનો… - રમેશ ગુપ્તા
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું - મુનિ શ્રી ચિત્રભાનુ
રાખનાં રમકડાં - અવિનાશ વ્યાસ
સજન મારી પ્રિતડી
હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું.... - અવિનાશ વ્યાસ
હાલ ને દેવરીયા સંગે રંગે રમીએ હોળી....
હે સર્જનહારા... - કેશવ રાઠોડઆપણ સૌ એ હરતાં ફરતાં પિંજરા….

વર્ષોથી પપ્પાની જુની કેસેટમાં સાંભળેલુ આ ગીત – જેટલુ કંઠસ્થ છે એટલું જ હ્રદયસ્થ પણ છે. પણ કવિ – સ્વરકારના નામ માટે આપ કોઇ મદદ કરશો?

Lands End, San Francisco

સ્વર – મુકેશ
સ્વરાંકન – અવિનાશ વ્યાસ
આલ્બમ – તારી યાદ સતાવે
કવિ – ?

આપણ સૌ એ હરતાં ફરતાં પિંજરા
ઉપર બનાવ્યો મોર રૂડો, ને એમાં ભર્યા નર્યા ચિંથરા

પંડના પિજરામાં પંડ પૂરાયો હંસલો કામણગારો,
કોઇનો નાખેલો ચારો એ ચરતો, છોડીને મોતીનો ચારો

છો ને બનાવ્યો મ્હેલ રૂડો, પણ ભીતરમાં તો નર્યા ____(?)
આપણ સૌ એ હરતાં ફરતાં પિંજરા

નહીં આરો કે નહીં ઓવારો એવો, સંસાર સાગર ખારો
તરીને ડૂબવું કે ડૂબીને તરવું, વારા ફરતી વારો

સાગર કેરું નામ ધર્યું પણ, નીરું જુઓ તો એના છીછરા
આપણ સૌ એ હરતાં ફરતાં પિંજરા

અમર જ્યોતિ – દારા એમ્ પ્રીન્ટર

સ્વર – મુકેશ
સંગીત – વિસ્તષ્પ બલસારા

હોઠ પર હોય ખામોશી જબાં નહિ શબ્દ એક કહેતી
છતાંયે આંખ તો દિલનાં હઝારો ભેદ દઈ દેતી

મીઠી મસ્તી ભરી પ્રીતની તીરછી એ નિગાહોમાં
મળે જ્યાં આંખથી આંખો જીવન ગુલઝાર રહે મહેકી

નૈનને એક ચમકારે જીગરમાં કૈંક બંડ જાગે
છૂપી મહોબતની એ બોલી અજબ જાદુભરી રહેતી

પ્રણયના કૈંક સવાલોના જવાબો વાંચી લ્યો એમાં
જુબાં ઈન્કાર કરે તોયે નૈન ઈકરાર કરી દેતી

મળે જ્યાં નૈનોથી નૈનો ભળે જીગરથી જીગર જ્યાં
પછી સંકટ બને ધીરજ પ્રકાશી રહે અમર જ્યોતિ

– દારા એમ્ પ્રીન્ટર

કોકવાર આવતાં ને જાતાં મળો છો એમ..

December 14th, 2007 માં મુકેશ અને સોલી કાપડિયાના અવાજમાં મુકેલી આ સુંદર રચના ફરી એક વાર નવા સ્વર સાથે…..

સ્વર : રાજેશ મહેડુ
આલ્બમ – સુર ગુલાલ
Biodata : Click here
Email : rajmahedu@yahoo.com

.

સ્વર : મુકેશ (?)

.

સ્વર : સોલી કાપડિયા

This text will be replaced

કોકવાર આવતાં ને જાતાં મળો છો એમ,
મળતા રહો તો ઘણું સારું
હોઠ ના ખૂલે તો હવે આંખોથી હૈયાની
વાતો કરો તો ઘણું સારું

પૂનમનો ચાંદ જ્યાં ઉગે આકાશમાં
ઉછળે છે સાગરના નીર
મારું એ ઉર હવે ઉછળવા ચાહે એવું
બન્યું છે આજ તો અધીર

સાગરને તીર તમે આવો ને ચાંદ શા
ખીલી રહો તો ઘણું સારું
હોઠ ના ખૂલે તો હવે આંખોથી હૈયાની
વાતો કરો તો ઘણું સારું

મારી છે કુંજ કુંજ વાસંતી વાયરે
કોયલ કરે છે ટહુકારો
આવો તમે તો મન ટહુકે આનંદમાં
ખીલી ઉઠે આ બાગ મારો

શાને સતાવો, મારી ઉરની સિતારના
તારો છેડો તો ઘણું સારુ
હોઠ ના ખૂલે તો હવે આંખોથી હૈયાની
વાતો કરો તો ઘણું સારું

મહતાબ સમ મધુરો – દારા એમ્ પ્રીન્ટર

ગઇકાલે – ૨૨ જુલાઈ એટલે આપણા લાડીલા ગાયક/સ્વરકાર મુકેશ ચન્દ માથુરનો જન્મદિવસ….એમને ફરી એકવાર યાદ કરી માણીએ એમની આ યાદગાર રચના…..૧૯૪૯માં વિ. બલસારા માટે ગાયેલું આ મુકેશજી નું આ મઘુર ગીત…….

સ્વર : મુકેશ
સંગીતકાર : વિસ્તષ્પ બલસારા
આલ્બમ : તારી યાદ સતાવે

.

મહતાબ સમ મધુરો દિલકશ દીદાર તારો,
ઘડવા તને ખુદાએ બેહદ કમાલ કરી છે.
મહતાબ સમ મધુરો….

ફૂલોં મીસાલ કોમલ ગોરી અને પમરતી,
ગુલઝારની ગુલાબી મીઠી તું ગુલ કલી છે.
મહતાબ સમ મધુરો….

લાખો ગુલોંની લાલી રૂખસારમાં સમાવી,
અમૃત ને મધની પ્યાલી તુજ હોઠમાં ભરી છે.
મહતાબ સમ મધુરો….

નીકળે નૂરી સિતારા, નૈનો ચમકતા તારા,
રોશનીએ જશ્મો અંદર જીન્નત તડી કરી છે.
મહતાબ સમ મધુરો….

જોતાં નજર ઠરી રે સૌના જીગર હરી ને,
સંસારને સ્વર્ગ બનાવતી તું દિલકશી પરી છે.
મહતાબ સમ મધુરો….

– દારા એમ્ પ્રીન્ટર

મને યાદ ફરી ફરી આવે – જગદીપ વિરાણી

સ્વર – મુકેશ
ગીત / સંગીત – જગદીપ વિરાણી
ગુજરાતી ફીલમ – નસીબદાર (૧૯૫૦)

.

મને યાદ ફરી ફરી આવે
મારા અંતરને રડાવે

જીવન વીણા તાર બસૂરા
રાગો મારા રહ્યાં અધૂરા
મારા જીવનમાં આવી ને
શાને ગઈ તું ચાલી રે….

આ ધડકતી છાતી ઉપર
સુગંધ તારા શિરની રે
શ્યામ કેશના ગુંછડા મારા
આંગળ માંહી રમતા રે….

તારી મસ્તી ભરેલી છટાઓ
મદભર નૈન અનૂપ અદાઓ
રસભરી ચાલ મલકતું મુખડું
ભૂલાય નહિ એ ભાવો રે….

શબ્દો માટે આભાર – માવજીભાઈ.કોમ