સ્વર – મુકેશ
સંગીત – વિસ્તષ્પ બલસારા
હોઠ પર હોય ખામોશી જબાં નહિ શબ્દ એક કહેતી
છતાંયે આંખ તો દિલનાં હઝારો ભેદ દઈ દેતી
મીઠી મસ્તી ભરી પ્રીતની તીરછી એ નિગાહોમાં
મળે જ્યાં આંખથી આંખો જીવન ગુલઝાર રહે મહેકી
નૈનને એક ચમકારે જીગરમાં કૈંક બંડ જાગે
છૂપી મહોબતની એ બોલી અજબ જાદુભરી રહેતી
પ્રણયના કૈંક સવાલોના જવાબો વાંચી લ્યો એમાં
જુબાં ઈન્કાર કરે તોયે નૈન ઈકરાર કરી દેતી
મળે જ્યાં નૈનોથી નૈનો ભળે જીગરથી જીગર જ્યાં
પછી સંકટ બને ધીરજ પ્રકાશી રહે અમર જ્યોતિ
– દારા એમ્ પ્રીન્ટર
બહુ સરસ
આજેજ મુસમાચારમા તહુકો દો કોમ મા દારા એમ્ પ્રીન્ટર નુ
“છતાંયે આંખ તો દિલનાં હઝારો ભેદ દઈ દેતી”
વાચિને સાભલ્યુ, ઘનુ ગમ્યુ. આજથિ તહુકો નો દોસ્ત બનિ
જાઉ લાગશે. શુભઆશિશ સાથે ગુજરાતિ પિસિ ઉપર્ લખવાનિ
તેવ નથિ માતે બરાબર ઉચ્ચાર લખિ શકાયા. કોશિશ કરિ.
મહેન્દ્ર લોહારના સાલ મુબારક.
ખુબજ સરસ.
હોઠ પર હોય ખામોશી જબાં નહિ શબ્દ એક કહેતી
છતાંયે આંખ તો દિલનાં હઝારો ભેદ દઈ દેતી…
ખુબ સરસ ..!!
બહુજ સસસ, મજા આવિ.
શબ્દો અને પ્રાશની યોગ્ય વરણીથી સુંદર રચના.
મુકેશ નો મિથો અવાજ
સુન્દર પ્રનય ગિત