આજે ફરીથી એક મઝાનું હોળી ગીત.. વ્હાલકડી ભાભલડી અને લાડકડા દેવરિયાઓ માટે ખાસ..!! (Missing you, Vishu 🙂 )
(Photo : http://khumukcham.com/)
સ્વર : ગીતા દત્ત – મુકેશ
સંગીત : અવિનાશ વ્યાસ
કવિ : અવિનાશ વ્યાસ
.
લાલ રંગના લહેરણીયાને માથે લીલી ચોળી
હાલ ને દેવરીયા સંગે રંગે રમીએ હોળી
તોરો મોરો રંગ નીરાળો, હું કાળો તું ધોળી,
હાલ ને ભાભલડી સંગે રંગે રમીએ હોળી
લાલ રંગના લહેરણીયાને…
રાતો ચૂડલો, રાતી ઓઢની, રાતી આંખલડી
ભાભી તારે તાણેવાણે રૂપની વાંસલડી
અંગે અંગે રંગી કોણે જોબનની રંગોળી,
હાલ ને દેવરીયા સંગે રંગે રમીએ હોળી
બાંકી પાઘડી મૂંછો વાંકડી આંખ્યુ મસ્તીખોર
આંખેઆંખ પરોવી કહેતુ કોના ચિત્તનો ચોર
તારે તનડે મનડે કિધુ કેસર દીધું ઘોળી
હાલ ને ભાભલડી સંગે રંગે રમીએ હોળી
લાલ રંગના લહેરણીયાને…
ફાગણ માસ નું આગમન સ્ત્રી , પુરુષ કે બાળ અબાલ , વર્ધ કે અને ક પ્રાણી માત્ર ને શિયાળા ના કઢીન અને ઉષ્મા વંચિત દીવશો થી સજાગ થાય , ઋતુરાજ વાશાંત નો રાજા ફાગણ ને વધવ વ ની તમન્ના સ્વભાવિક પરંપરા અને આવશ્યકતા છે। માંદુ ડોલે અને તંદુ બોલે ,ક્યાં કોય રંગ ના કુદરત ના અવતરણ , ઝાડો નવ પલ્લવિત થાય , રાગ બેરંગી ફૂલડાં થી ફાગણ અને ઋતુરાજ અશાંત નું સ્વાગત કરે અને આ , —કુદરત ના રંગ ઓરતા , થોડી નવી ઉષ્મા, જે શિયાળા ના સંતાપ ને ભળાવ વાજ ઉષ્મા અને આલ્હાદક નયન ગમ્યા રચના નો ચડી પુકારતો વાયરો ફાગણ અને હોળી ની ઉન્માદક તા ની આગેવાની કરતો ઠંડા ,ગ્રામ પવન ના સુસવતા અને એજ વાયરા થી અંજ ની ઉપજ પખ્રે ઘાવ ,જુવાર ,બાજરી અને ગોળ , કપાશ ,કઠોળ ની ખરી ઉભરાવે ત્યાં ખેડૂત કન્યા અને ગ્રામ્ય કે શેરી નારી પુરુષ ના હયા હાથી ઝલાય ઝલાતા નથી , અને સ્ત્રી ના લગ્ન બાદ પણ એને એ ફાગણ થી રગવાનો હક્ક જીવિત હય છે , એમાંતેજ પાર્ટીન સરી ના નવા જીવન માં ભય ની ઉણપ પૂર્વ દિયર (દેવરીયો ) જે રાજસ્થાન થી મળી આખા ભારત માં રંગ ઉચાળ નિર્દોષ રમતો મંડાય અને હોળી , વાશાંત અને નવપલ્લવિત તા ના ઉચાળ વચે આ કાવ્ય રચાયું છે , લોક ગીત ની થાળ અને નવા ઋતુ નો પવિત્ર સંગર આ કાવ્ય નું પ્રતિક છે , ધન્ય વાળ રચના કર અને ગાયક વૃંદ ને —-.
ખુબ સરસ ગીત હેપ્પી હોલી …..સહુ ટહુકા પ્રેમીઓને.
કોઇ પાસે જો
” કેવો રન્ગ માણેક ને કેવો રન્ગ મોતિડા નો ” ગિત હોય તો પ્લેીઝ સમ્ભળાવો ને!
મન નિ વાત મનથિ કહેવાઇ હોય એવુ લાગે,
વિનંતી :
તમારી પાસે Kadu મકરાણી ફિલ્મ નું આ ગીત હોય તો ચોક્કસ અપલોડ કરશો.
અમન ચમન ના ભર્યા રે ભવન માં મારે લાલ ગાવાન ની ખોટ પડી”
શુક્લા
અવિનાશ અને મુકેશ
કર્ણપ્રિય ગાયકી હોય જ
હમણાં જ રેડિયા પર સાંભળ્યુ હતું. મઝા પડી ગઈ.
Holi ave ane bhabhi diyar vchhchhe Majak mashkri na thay to j navai???????????????????????????????
Juni ghani yado taji thai gai……
મજાનું દિયર-ભોજાઈ ગીત… રમતિયાળ અને રંગભીનું!
ઉતમ – અતિ સુન્દર્ ધન્યવાદ્.
This song is picturised in the old gujarati fima “KADU MAKRANI”. This is for information to those who don’t know.
lok git on kadu makarani was very popular in viramgam were i had lived when young child..some how this song juni vasti jamadar marma is not on tahuko narendra aged 91
દિયર સંગે હોળી રમવાની મજા તો ચોક્કસ આવે,પરન્તુ પિયુ સંગે રમેલી હોળી કઈક ઓર જ્..
આજે સવાર-સવારમા પતિને રંગી દિધા..
ધુળેટીની ગુલાલી શુભેચ્છા આપ સૌને તેમજ ખાસ કોઈને…
Before a decade Holi was played lovingly between Bhabhi and DIYER who is younger. Well song forthe ocassion.Thanks for the posting.
પ્રિય અમિત તથા જયશ્રી,
બહુ મઝાનું બહુ વર્ષૉ પહેલાં સાંભળેલું મારું પ્રિય ગીત.
વિશાલ જ્યારે આ ગેીત વાંચશે ત્યારે તે તમને પણ ખુબ જ miss કરશે.અને વેબસાયટ ની સુન્દર ડિઝાઈન જોઈ.ખુબ સુન્દર લાગે છ્હે.
મમ્મી
અભિન્દન બહુ જ સુન્દર.
ગુણવન્ત જાની,
અમદાવાદ.
સુન્દર ગિત્….wish you a very happy holi…..
સુન્દર ફાગ …….
જયશ્રીબેન,
હાલ ને દેવરિયા સંગે રંગે રમીએ હોળી…. By Jayshree, on March 1st, 2010 in ગીત , ગીતા દત્ત , ટહુકો , મુકેશ , વસંત/ફાગણ/હોળી અતિસુંદર,અતિ ઉતમ. હોળીના રંગોની સંગે કુટુંબના રંગો ભરેલું સીને જગતનું ગીત મુકવા બદલ ખુબ ખુબ અભિનંદન. સાથે સાથે બાળકોને માટેનું ગીત “હોળી નો પૈસો આલો સવાઈલાલ” મુક્યું હોતે તો વઘુ જ્માવટ થઈ જાત. કશો વાંઘો નહિ. આપણા ભારતમાં તો ઘણા પ્રાંતો માં હોળી તો ૩ થી ૫ દિવસ ઉજવાય છે. તો બે ત્રણ દિવસમાં મુકશો.
ચન્દ્ર્કાન્ત લોઢવિયા.
Happy Holi to all the members of Tahuko ……
ગેીત સાઁભળીને જૂની યાદો તાજી થઈ. આભાર !