સ્વર – મુકેશ
ગીત / સંગીત – જગદીપ વિરાણી
ગુજરાતી ફીલમ – નસીબદાર (૧૯૫૦)
.
મને યાદ ફરી ફરી આવે
મારા અંતરને રડાવે
જીવન વીણા તાર બસૂરા
રાગો મારા રહ્યાં અધૂરા
મારા જીવનમાં આવી ને
શાને ગઈ તું ચાલી રે….
આ ધડકતી છાતી ઉપર
સુગંધ તારા શિરની રે
શ્યામ કેશના ગુંછડા મારા
આંગળ માંહી રમતા રે….
તારી મસ્તી ભરેલી છટાઓ
મદભર નૈન અનૂપ અદાઓ
રસભરી ચાલ મલકતું મુખડું
ભૂલાય નહિ એ ભાવો રે….
શબ્દો માટે આભાર – માવજીભાઈ.કોમ
Junu atlu sonu,kalapi na sabdo yad aave jya jya nazer mari fare yadi bhari tya aapni 70varsh pachhi pan dil
Donate tej sangit.aabhar
ખૂબ ખૂબ આભાર. હુ તો જગદીપભાઈ વિરાણીની બીજી પેઢી. નૈનીભાઈ વિરાણી ની પુત્રવધુ – અનુજા ચિંતન વિરાણી. પચાસના દાયકાનુ આ ગીત ખૂબ જ ભાવવિભોર કરી દેનારુ અને કર્ણપ્રિય છે.
ઓડિયો અને શબ્દો બંને મૂકવા બદલ આપનો આભાર માનુ છુ.
DHANYA, DHANYA. YOU made my day. Many Thanx.
Sunder, AATI SUNDER. .AAJNO DIVAS Dhanya thayi gayo.
ખુબ સુન્દર
આનન્દ આનન્દ થઈ ગયો
આભાર
આ ગીત ખુબ જ ઘણા સમય પછી સાભળવા મળ્યુ.
રસભરી ચાલ મલકતું મુખડું
ભૂલાય નહિ એ ભાવો રે….
ખુબ જ સુન્દર રચના.
સ્વ. મુકેશ નો અવાજ મારા અંતર ને ખુબ જ આનન્દ આપે છે
ત્રીજી કડી મા “અનોખી” અદાઓ શબ્દ હોવો જોઈએ
૧૯૫૪ મા મ્હે પહેલી વાર આ ગીત ગાયુ હતુ
ઘણો આભાર
Dear Jayshreeben
Thanks for putting this very very old song. Heard after avery long time, Enjoyed very much. As such I had forgotten this song. In my early adulthood I used to sing this song very much.
Any way thanks for reminding, Sheela
Thank you very much for providing the opportunity to experience & feel the classic creation !
HEMANT R. SHAH
શ્રિ જગદિપ વિરાની ના બધાજ ગીતો ખુબ સરસ છે.સપ્તકલા ની યાદ આવી ગઈ.આભાર જયશ્રીબેન્..
તારી મસ્તી ભરેલી છટાઓ
મદભર નૈન અનૂપ અદાઓ
રસભરી ચાલ મલકતું મુખડું
ભૂલાય નહિ એ ભાવો રે….
મસ્ત શબ્દો
મસ્ત ગાયકી
યાદ આવી
હજુ પણ તમારી સતત યાદ આવે
હજુ રમેલી રમત યાદ આવે
રગેરગ હું મહેકું છું તારે લીધે તો
પળેપળ વીતેલો વખત યાદ આવે
વીતેલા જમાનાના સુઁદર ગીત શોધીને અમને સઁભળાવવા બદલ આભાર્.
હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની?
ઉભો છે ‘શયદા’ ઉંબરમાં આવી , ન જાય ઘરમાં – ન બ્હાર આવે.
જુદાઇ/વિરહની વેદના આ ગઝલમા અદભુત રીતે ઝીલાઇ છે..
સરળ અને સરસ…
મને યાદ ફરી ફરી આવે
મારા અંતરને રડાવે….
મનમા કોઈને યાદ કરવુ પણ રડવુ નહી એવુ મારુ કહેવુ…..
ભાવનગરની સપ્તકલા સંસ્થાના સ્થાપક જગદીપ વિરાણીનુ ગીત સમ્ભળાવવા બદલ તમારો ઘણો ઘણો આભાર
ખુબ જ ઘણા સમય પછી આગીત સાભળવા મળ્યુ મજા આવી
જગદીપભાઈ વીરાણી બહુમુખી પ્રતિભા……
” સપ્તકલા “ના મહિર વિરાટ વ્યક્તિત્વને સંભારવા માટે આભાર.
સ્વ. મુકેશ ના અવાજ મા આ ગિત નિ યાદ ઘણા વર્શો બાદ તાજી થઇ.
અમુક વિતેલિ શનો નિ યાદ ફરી ફરી આવતા અંતરને રડાવે ચે.
સાચિ વાત ચે. અભિનન્દન જયશ્રિબેન ને.
જયશ્રીબેન-અમિતભાઈ,
શ્રી જગદીપ વિરાણી રચિત સુંદર ગીત સંભળાવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ઘણા વર્શો પછી ઘણી યાદ તાજી થઈ.
વીરેન્દ્ર-વેણુ.
બહુ જ સુંદર ગીત ચએ. આભાર .
બહુ જ ુદર ગીત ચે. આભાર.
wonderfull collection,Jayshreeben hats off to your efforts.
મારા પ્રિય ગાયકના સ્વરમાં સરસ ગીત.
જયશ્રીબેન,
મને યાદ ફરી ફરી આવે – જગદીપ વિરાણી By Jayshree, on May 11th, 2010 in ગીત , ગુજરાતી ફીલમ , જગદીપ વિરાણી , ટહુકો , મુકેશ.
આજની આ મુકેશના કંઠે ગવાયેલ ગઝલ સાંભળવાનો આનંદ આવ્યો. અભિનંદન.
ચન્દ્રકાન્ત લોઢવિયા.