|
|
By Jayshree, on December 30th, 2009 in કાવ્ય , જગદીશ જોષી |
હવે,
સપનાંને લાગે છે આછેરો થાક !
મારાં સપનાંઓ કેમ નહીં જંપો જરાક ?
પાંખ રે ખોલી ને ત્યાં તો આભ રે અલોપ:
આંખો ખોલ્યાનો આ તો કેવો રે કોપ !
નહીં પાછા ફરવાનો મળે કયાંય રે વળાંક
હવે, સપનાંને લાગે છે આછેરો થાક !
રેતી પર ટળવળતી માછલીઓ જેમ
કૂણાં સપનાંઓ આજ લગી આળોટ્યાં કેમ ?
દરિયો આ ઘૂઘવે ને કાંઠા અવાક !
હવે, સપનાંને લાગે છે આછેરો થાક !
– જગદીશ જોષી
Share on Facebook
એક વર્ષ પહેલા : આપણને જોઈ - રાવજી પટેલ
બે વર્ષ પહેલા : હવે - રાજેશ વ્યાસ 'મિસ્કીન'
By Jayshree, on December 2nd, 2009 in અનંત વ્યાસ , ગીત , જગદીશ જોષી , ટહુકો |
સ્વરકાર-ગાયક : અનંત વ્યાસ
આલ્બમ - દિલાવરી

(વાદળના હૈયે જળનો ઉમંગ… Mount St. Helens, Washington.. Sept 09)
* * * * *
This text will be replaced
શબ્દોના નીડમાં ખોવાયું ગીત
હવે મારે એકાંત એને ખોળું;
માણસની ભીડમાં ખોવાયું સ્મીત
હવે આંસુમાં કેમ કરી ખોળું !
કોઇ દિવસ સાંભળ્યું કે ફૂલોના બાગમાં
રઝળે છે સૂનમુન સુગંધ !
કોઇ દિવસ સાંભળ્યું કે વાદળના કાફલાને
હૈયે ના જળનો ઉમંગ !
આ તે અભાગિયાની રીત કે બાવળના
કાંટે પતંગિયાનું ટોળું !
પાસે બોલાવીને પૂછશો નહીં કે મારા
લયની ઘૂઘરીઓ કેમ ટૂટી !
રસ્તામાં ક્યાં ? કેમ ? છૂટ્યો છે હાથ
બંધ પોપચામાં વેદનાને ઘૂંટી !
રેતીમાં ક્યાંય નથી ચરણો અંકિત હવે
શમણાંના દરિયાને ઢહોળું !
- જગદીશ જોશી
Share on Facebook
એક વર્ષ પહેલા : H इस बार नहीं... - प्रसून जोशी
બે વર્ષ પહેલા : શું જલુ જો કોઇની જાહોજલાલી થાય છે - બરકત વિરાણી 'બેફામ'
By Jayshree, on September 14th, 2009 in ગીત , જગદીશ જોષી , ટહુકો , રિશીત ઝવેરી , શૌનક પંડ્યા |
આમ તો મને આ ગીતનો ભાવ એટલો ન સમજાયો, પણ રિશિત ઝવેરીનું સ્વરાંકન અને શૌનક પંડ્યાના સ્વરનો કમાલ કહી શકું કે આ ગીત તમારી સાથે વહેંચવાની લાલચ રોકી ન શકી..!!
ખરેખર તો એના ત્રણે આબ્લમ મને રિશિતે ઘણા વખતથી આપ્યા છે, પણ મેં આજે-કાલે કરતા ઘણો વખત કાઢી નાખ્યો, એ માટે રિશિતની માફી ચાહું છું. પોતાના ઘરના સ્ટુડિયોમાં ફક્ત ૧૬-૧૭ વર્ષની ઉંમરે બનાવેલા આ આલ્બમ સાંભળો ત્યારે રિશિતની કાબેલિયતના વખાણ કર્યા વગર રહી જ ન શકાય..!
ઊર્મિએ એક વાર કહ્યું હતુ એમ, કાવ્યમયની સાથેસાથ સંગીતમય બની ગયેલા સુરત શહેરનું એક ઉજળું પાસું એટલે - રિશિત ઝવેરી
સ્વર : શૌનક પંડ્યા
સંગીત : રિશિત ઝવેરી
This text will be replaced
એને સમજુની સાન ઘડી આલો, યા અલ્લાહ, યા અલ્લાહ..
મારે એકાદુ ગીત હજી ગાવું હો રામ, હો રામ..
એને પળનું ય પારખું કરાવો યા અલ્લાહ…
મારે પળમાં તો પ્રાણ થઇ જાવું હો રામ, હો રામ..
માંડેલુ ગીત કદી પુરું ના થાય કેમ
અંતરામાં અંતરાસ જાગતી
કોયલના કાનેથી ફુકડાની બાંગ બની
વનવનના વાયરાને ગાતી
મોરપિચ્છ અડકે તો સળગું, યા અલ્લાહ, યા અલ્લાહ..
કે વાંસળીના સૂરે નથી નાવું હો રામ, હો રામ…
એને સમજુની સાન ઘડી આલો, યા અલ્લાહ, યા અલ્લાહ..
વીજળીના ઝબકારે ધરતીને જોવી ને
ધરતીના કંપ થકી આભ
કહી કોણ શકશે કે વનવાતા સૂરજને
જોવા ન જોવામાં લાભ
કીનખાબી મીટ એક આલો, યા અલ્લાહ, યા અલ્લાહ..
કે સુક્કી નજરું ને કેમ વાવું હો રામ.. હો રામ..
યા અલ્લાહ.. યા અલ્લાહ…
હો રામ… હો રામ… હો રામ…
- જગદીશ જોશી
Share on Facebook
એક વર્ષ પહેલા : મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે - કેશવ
બે વર્ષ પહેલા : નવકાર મંત્ર , સમરું સાંજ સવેરા... - રવિરામ , H अब मोहे ऐसी आय बनी.. - શ્રી જશવિજયજી
By Jayshree, on December 30th, 2008 in ગીત , જગદીશ જોષી , રાવજી પટેલ |

(ડાળીએ પહેર્યા… Lombard-Crooked Street, San Francisco)
* * * * *
આપણને જોઈ
પેલા બગીચામાં લીલોતરી સળવળે.
આપણને જોઈ
પેલાં પતંગિયા હજીયે તે ઊડ્યા કરે !
આપણને જોઈ
પેલી ડાળીઓ પ્હેરી લે છે ફૂલ-મોડ.
આપણને જોઈ
પેલા ઝૂમાં આણી સારસની એક જોડ !
આપણને જોઈ
પેલાં છોકરાંઓ વર-વહુ બન્યા કરે.
આપણને જોઈ
પેલાં ઘરડાંને ચપોચપ દાંત ફૂટે !
- રાવજી પટેલ
—
પ્રીતિ હોય અને સાથે સાથે એ પ્રીતિની પ્રતીતિ પણ હોય તો બે વ્યક્તિના જીવનમાં કેવો મોટો હિલ્લોળ આવે! આ કાવ્યમાં એવા આનંદનો કોઇ કેફ, કોઇ ઉન્મત્ત લલકાર અહીં જોઇ શકાય છે. બે વ્યક્તિ વચ્ચે આંતરમનનો મેળ જામ્યો હોય એવા બે હળેલામળેલા જીવનો આ આનંદ-ઉદગાર છે. આખા કાવ્યમાં ‘આપણને જોઇ’ અને ‘પેલા’ શબ્દોનું પુનરાવર્તન સતત જોવા મળે છે. ‘આપણને’ કેન્દ્રમાં રાખીને કેમેરાની આંખો ફરતી રહે છે અને બહારનું કંઇ કંઇ ચીધીંને ભીતરની ભાવદશાની જ છબી ઊપસી આવે છે. આ સર્વમાં આપણું જ પર્વ ઇંગિત છે.
- જગદીશ જોષી
Share on Facebook
એક વર્ષ પહેલા : હવે - રાજેશ વ્યાસ 'મિસ્કીન'
આ ગીત સમજવા માટે તો મને તમારી થોડી મદદ જોઇશે. પણ મારા તરફથી એક ખાત્રી આપું, કે ગીત સાંભળવાની એટલી મજા આવશે કે થોડુ ના સમજાયું હોય તો પણ કશો ફેર જ ન પડે….
દક્ષેશ ધ્રુવના સંગીતમાં સોલી કાપડિયા અને આલાપ દેસાઇએ એવો તો સુંદર આલાપ છેડ્યો છે કે વાહ…. વારંવાર સાંભળ્યા જ કરીયે… આમ પણ ગુજરાતી ગીતોમાં ‘male duets’ અને ‘female duets’ ઓછા જોવા મળે છે… એ રીતે પણ આ ગીત ખાસ કહેવાય..
સંગીતની સાથે સાથે ગાયકોનો એક-બીજા સાથેનો તાલમેલ પણ કેવો સરસ છે… !!
સંગીત : દક્ષેશ ધ્રુવ
સ્વર : આલાપ દેસાઇ, સોલી કાપડિયા

(સોલી કાપડિયા & આલાપ દેસાઇ)
This text will be replaced
અમને પાગલને પાગલ કહી વારો નહીં,
આમ બીડેલા હોઠે પુકારો નહી.
બારી ખોલો ને કરો બારણા તો બંધ
છલકાઇ નહીં એ તો કેવો ઉમંગ
માટીમાં મ્હેક છે, માટીમાં મ્હેક છે..
તારો (?) નહીં રે…
જળની આ માયા મેં છોડી નહીં
અમને આપ્યા હલેસા પણ હોડી નહીં
હું તો મારો નહી, હું તો મારો નહી..
ને હું તો તારો નહીં રે
અમને પાગલને પાગલ કહી વારો નહીં,
આમ બીડેલા હોઠે પુકારો નહી.
Share on Facebook
એક વર્ષ પહેલા : મુને અંધારા બોલાવે, મુને અજવાળા બોલાવે..
|
|
આપના અભિપ્રાયો: