સ્વર : માલિની પંડિત
સંગીત : ક્ષેમુ દિવેટીઆ.
.
પાંદડી તે પી પીને કેટલું રે પીશે
કે મૂળિયાંને પડવાનો શોષ ?
આભ જેવા આભને હૈયામાં હોય કદી
જળના વરસ્યાનો અફસોસ ?
એક પછી એક મોજાં આવે ને જાય
એને કાંઠે બેસીને કોણ ગણતું ?
વાદળના કાફલાનું ગીત અહીં લ્હેરખીમાં
રેશમનો સૂર વણતું;
ઉઘાડી આંખે આ જાગતા ઊજાગરાને
આઘાં પરોઢ આઠ કોશ !
નીંદરાતી આંખ મહીં ઊમટીને ઊભરાતું
જાગે છે સપનાંનું ટોળું,
કિરણોની એક એક કાંકરીઓ નાખીને
જંપ્યું તળાવ નહીં ડહોળું;
આખા આકાશને ઓઢીને ઠરવાનો
જળને છે ઝીણો સંતોષ !
વરસાદની આ મોસમમાં આ ગીત સાંભળવાની મઝા આવી.
આભાર.બંસીલાલ ધ્રુવ.
સર્જનહારના કુદરતીતત્વોનુ અમાપ અને અનન્ય આલેખન, માનવીની પામરતા અને
સર્જનહારની ઉદારતાના ભવ્ય દર્શન, માનવી ગમે તેટ્લો તેનો ભોગ-ૌપભોગ કરે તોય
એના અખૂટ ખજાનામાથી ક્યારેય કશુય ઓછુ થવાનુ નથી-કેટલી ભવ્ય કલ્પના?
ખૂબજસરસ કાવ્ય. વર્શોપહેલા ધો.૧૧ કે ૧૨મા આ કાવ્ય ભણાવ્યુ ત્યારેય મઝા આવી હતી.
ટહુકો.કોમનો આવા સરસ ગીતો સમ્ભળાવવા બદલ ખૂબખૂબ આભાર.
Really,awesome song.In this rainy season all can enjoy Gujarati song with melodious music.Great effect of Gujarati we can feel here with beautiful green ‘pandadi’!!
“JAI JAI GARVI GUJARAT”
સરસ પ્રતિકાત્મક પ્રક્રુતિ ગાન
The song is very nice. Can you put the artist’s photo also along with that photograph?
Thanks, Jayshreeben.
પાઁદડીનુઁ ચિત્ર ખૂબજ ગમ્યુઁ.ગીત પણ સરસ !
પાઁદડીનુઁ ચિત્ર હુઁ જોયા કરુઁ….
જોયા કરુઁ………………
બસ જોયા જ કરુઁ !……..
આ આખું ગીત જરા ઝીણવટથી વાંચીએ તો સમજાય કે સર્જનહારે સૃષ્ટિના કણ-કણમાં સંતોષ રોપ્યો છે, કમનસીબે મનુષ્યજાતને સંતોષનું હાડકું ઊગ્યું જ નહીં અને સઘળું કમઠાણ સર્જાયું…