કહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું – જગદીશ જોશી

Happy Valentines Day to Dear Friends and All Dear Ones… from Tahuko.com !

૧૪મી ફેબ્રુઆરી… Valentines Day.. ગઈકાલના સમાચારમાં આવ્યું હતું કે અહીં અમેરિકામાં સરેરાશ માણસ – આ Valentines Day માટે $116 ખર્ચે છે..! (તમે એટલો ખર્ચો ના કર્યો હોય, તો પ્રેમિકા કે પત્નીને આ સમાચાર આપવા નહીં 🙂 ) પણ જો કે આ પ્રેમનું એવું છે ને કે – કોઇકવાર સાવ સરળ અને થોડા શબ્દોમાં પણ પ્રેમનો એકરાર થઇ જાય .. જેમને આ સુન્દરમે રચેલો દોઢ લીટીનો પ્રેમ ઉપનિષદ.

તને મેં ઝંખી છે –
યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.

-સુન્દરમ

તો ઘણીવાર – દોઢસો પાનાનો ગ્રંથ પણ ઓછો પડે લાગણીઓને વાચા આપવા માટે..! અને ત્યારે – જગદીશ જોશીના આ શબ્દો યાદ આવે…

સ્વર – સંગીત : આશિત દેસાઇ

કહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું
સહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું

આકાશ હવે આવડું અમથું નાનકું લાગે
ધરતી હવે જાણે કે પરમાણું લાગે
મન આ મારું ક્યારેક તો ઉખાણું લાગે
સહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું

કેટલાંયે આ શબ્દો જાણે તરણાં જેવાં
આવરું બહાવરું દોડતાં જાણે હરણાં જેંવાં
પહાડથી જાણે દડતાં ઝીણાં ઝરણાં જેવાં
વહી ના શકાય એટલો તને પ્રેમ કરું છું

ખડક થાઉં તોયે હવે તો તારા વિના
રહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું .
– જગદીશ જોશી

********

અને હા.. થોડા વધુ પ્રણયગીતો અહીં માણી શકશો..!!

24 replies on “કહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું – જગદીશ જોશી”

  1. ખડક થાઉં તોયે હવે તો તારા વિના
    રહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું .

    અદભુત… લાગણીઓ થી તરબોળ… આવેગો થી ભીંજાયેલું… નિશબ્દ થિયા જવાય… બસ માત્ર હૃદય માં સીધું ઉતરી જાય એવું…

  2. shu lakhvu aa geet mate kai sabdo malta nathi. jo kadach aa net upar hu mara anshu ne lakhi shaku to aa geet nu varan kari shaku. Jem aa geet me sambhliyu 6 tahuko.com upar kash te pan sambhle to tene samjashe ke mari paristhiti kevi 6.

    PREM SU VADHYU 6 TARI HASTI MA.
    HAVE TO PREM PATRO PAN VICHAYE 6 PASTI MA.

    Najar jiya badlai temni ne ame rasta bhuli gaya.
    jivta hata temni najro par ame swas leta bhuligaya.

    Manase jetli chadar hoi tetlaj pag lamba karva joi ye te satya ame bhuli gaya hata ane ame tem ne prem kari betha. Bhagwan bhalu karjo temnu jene amne satya na darshan karavi didha.

  3. કહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું
    સહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું

    આકાશ હવે આવડું અમથું નાનકું લાગે
    ધરતી હવે જાણે કે પરમાણું લાગે
    મન આ મારું ક્યારેક તો ઉખાણું લાગે
    સહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું

    કેટલાંયે આ શબ્દો જાણે તરણાં જેવાં
    આવરું બહાવરું દોડતાં જાણે હરણાં જેંવાં
    પહાડથી જાણે દડતાં ઝીણાં ઝરણાં જેવાં
    વહી ના શકાય એટલો તને પ્રેમ કરું છું

    ખડક થાઉં તોયે હવે તો તારા વિના
    રહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું .
    – જગદીશ જોશી

  4. *
    જગદીશભાઈની રચના ખુબ જ ગમી.
    આવરું બહાવરું દોડતાં જાણે હરણાં જેંવાં
    પહાડથી જાણે દડતાં ઝીણાં ઝરણાં જેવાં
    વહી ના શકાય એટલો તને પ્રેમ કરું છું
    તું મને પ્રેમ કરે છે, એ વાત મને ગમી છે

    * ગિરીશ શાહ
    * વિલેપાર્લે – મુંબઈ

  5. *
    . આવા સુંદર માવજત ભર્યા ગીત માટે ટહૂંકો અને આ ગીત રજૂ કરનારને અભિનંદન.
    . આભાર ….

    . * જગશી ગડા – શાહ
    . * વિલેપાર્લે – મુંબઈ

  6. જગદીશભાઈની રચના ખુબ જ ગમી.

    આવરું બહાવરું દોડતાં જાણે હરણાં જેંવાં
    પહાડથી જાણે દડતાં ઝીણાં ઝરણાં જેવાં
    વહી ના શકાય એટલો તને પ્રેમ કરું છું

    તું મને પ્રેમ કરે છે, એ વાત મને ગમી છે

  7. તુશાર શુક્લ નિ રચના તને પ્રેમ કરુ યાદ આવિ ગયિ,

  8. ..કહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું
    સહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું..
    ખડક થાઉં તોયે હવે તો તારા વિના
    રહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું …

    ..કેટલી વ્યથા!!! ખબર નથી ચાહું છું આટલું કેમ તને..??

  9. કહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું
    સહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું

    હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત,
    એટલી વાતને કહેવા માટે કેટલો વલોપાત !!!

  10. ખુબ જ સુન્દર્!પ્રેમ ને ખરેખર જ કોઇ હદ નથિ હોતિ.

    અન્તર થિ આભાર્!

  11. કેટલાંયે આ શબ્દો જાણે તરણાં જેવાં
    આવરું બહાવરું દોડતાં જાણે હરણાં જેંવાં
    પહાડથી જાણે દડતાં ઝીણાં ઝરણાં જેવાં
    વહી ના શકાય એટલો તને પ્રેમ કરું છું
    કહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું
    સહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું
    સર્વે પ્રેમીઓ ને હેપ્પી વેલ્નટાઈન ડે..!!!
    શ્રી જગદીશભાઈની રચના ખુબ સુન્દર છે.
    જ્ન્ન્તે જહાં…મુજને ખબર નથી ચાહું છું આટલું કેમ તુજને..??

  12. મને ગુઝારીશ ફિલ્મનુ આ ગીત યાદ આવે છે.

    કહેના સકુ મૈ ઇતના પ્યાર
    અરે, સહેના સકુ મૈ ઇતના પ્યાર
    કરતા હુ…..

  13. જગદીશભાઈ, આશિતભાઈ આટલો બધો પ્રેમ કરવો તે સારી વસ્તુ નથી. તેના પરિણામો ઘણાજ માઠા હોય છે. ભાગ્યેજ આટલા બધા પ્રેમના પરિણામો સારા નીવડે છે. અને તે પણ કોકજ ભાગ્યશાળીઓના ભાગ્યમાં લખેલા હોય છે. સમજુને વધું કહેવું જરૂરી નથી.

    તેમ છતાં તમારી બંનેની રચના તેમજ સ્વરાંકન ખુબજ સુંદર અને મધુરા છે અને અવાર નવાર નવી રચનાઓ અમને પીરસતા રહેશો એવી આશા.

  14. This song has got really nice words and today when I heared, I felt amazing . I am really thankful to Jagadishaji who made this song fulfill. Really peaceful and loveable.

  15. કવિ શ્રી જગદીશ જોષીની પ્રેમપૂર્ણ રચના.
    આશિત દેસાઇનુ મધુર સ્વરાંકન.
    Valentine Day ની સુંદર ભેટ. આભાર.
    સૌને Valentine Day ની શુભેચ્છા.

  16. કહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું
    સહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું

    ખડક થાઉં તોયે હવે તો તારા વિના
    રહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું …

  17. Ashish Bhai has sung so sweet with full of emotions……..Only Ashitbhai can justify the rachana of Jagdish Joshi……….

    Just excellant………..

    Thanks a lot for this collection

    Nitin Shukla
    Sydney

  18. લોકોને એક વાત મેં કાનમાં કહી છે,
    તું મને પ્રેમ કરે છે, એ વાત મને ગમી છે.

  19. જગદીશ જોશીની રચના હંમેશા વહાલી વહાલી લાગે છે, વેલેન્ટાઈન ડેનો વિશેષ આનદ થઈ ગયો…..આભાર…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *