આમ તો મને આ ગીતનો ભાવ એટલો ન સમજાયો, પણ રિશિત ઝવેરીનું સ્વરાંકન અને શૌનક પંડ્યાના સ્વરનો કમાલ કહી શકું કે આ ગીત તમારી સાથે વહેંચવાની લાલચ રોકી ન શકી..!!
ખરેખર તો એના ત્રણે આબ્લમ મને રિશિતે ઘણા વખતથી આપ્યા છે, પણ મેં આજે-કાલે કરતા ઘણો વખત કાઢી નાખ્યો, એ માટે રિશિતની માફી ચાહું છું. પોતાના ઘરના સ્ટુડિયોમાં ફક્ત ૧૬-૧૭ વર્ષની ઉંમરે બનાવેલા આ આલ્બમ સાંભળો ત્યારે રિશિતની કાબેલિયતના વખાણ કર્યા વગર રહી જ ન શકાય..!
ઊર્મિએ એક વાર કહ્યું હતુ એમ, કાવ્યમયની સાથેસાથ સંગીતમય બની ગયેલા સુરત શહેરનું એક ઉજળું પાસું એટલે – રિશિત ઝવેરી
સ્વર : શૌનક પંડ્યા
સંગીત : રિશિત ઝવેરી
એને સમજુની સાન ઘડી આલો, યા અલ્લાહ, યા અલ્લાહ..
મારે એકાદુ ગીત હજી ગાવું હો રામ, હો રામ..
એને પળનું ય પારખું કરાવો યા અલ્લાહ…
મારે પળમાં તો પ્રાણ થઇ જાવું હો રામ, હો રામ..
માંડેલુ ગીત કદી પુરું ના થાય કેમ
અંતરામાં અંતરાસ જાગતી
કોયલના કાનેથી ફુકડાની બાંગ બની
વનવનના વાયરાને ગાતી
મોરપિચ્છ અડકે તો સળગું, યા અલ્લાહ, યા અલ્લાહ..
કે વાંસળીના સૂરે નથી નાવું હો રામ, હો રામ…
એને સમજુની સાન ઘડી આલો, યા અલ્લાહ, યા અલ્લાહ..
વીજળીના ઝબકારે ધરતીને જોવી ને
ધરતીના કંપ થકી આભ
કહી કોણ શકશે કે વનવાતા સૂરજને
જોવા ન જોવામાં લાભ
કીનખાબી મીટ એક આલો, યા અલ્લાહ, યા અલ્લાહ..
કે સુક્કી નજરું ને કેમ વાવું હો રામ.. હો રામ..
યા અલ્લાહ.. યા અલ્લાહ…
હો રામ… હો રામ… હો રામ…
– જગદીશ જોશી

બહુ સરસ ગેીત… શૌનકભાઈના ઘેરા અવાજમા ખુબ સુન્દર composition. Congrates to all of you…
Shona bhai khub saras
Geet pan khub saras
Ek geet O Anita aaj thi tari Sathe kitta jo koi pase hoy to share karjo
બધાને ગમતું ગીત
તેમા આ પંક્તીઓ
વીજળીના ઝબકારે ધરતીને જોવી ને
ધરતીના કંપ થકી આભ
કહી કોણ શકશે કે વનવાતા સૂરજને
જોવા ન જોવામાં લાભ
કીનખાબી મીટ એક આલો, યા અલ્લાહ, યા અલ્લાહ..
કે સુક્કી નજરું ને કેમ વાવું હો રામ.. હો રામ..
યા અલ્લાહ.. યા અલ્લાહ…
હો રામ… હો રામ… હો રામ…
શૌનક પંડ્યાના સ્વરમા બાંગ
શુભાન અલાહ્
બહુ સરસ.
જયશ્રી દિદિ તમે મારુ ગીત મુક્યુ એ માટે તમારો આભાર… અને સૌ શ્રોતાઓને ધન્યવાદ.
સુરતના સન્ગીતકાર, ગાયક હોય એટલે આનંદ આનંદ જ હોય……..બંને ભાઈઓને અભિનદન….તમારો આભાર…..
સારું ગીત છે.
ટહુકોના મિત્રોને મારી કૄતિઓ વાચવા માટે ઈજન આપવા આવ્યો છું. મારા બ્લૉગ પર ચોક્કસ આંટો મારજો. http://www.egujarati.wordpress.com અને તમારા અભિપ્રાય પણ જણાવજો. આભાર!
રીશિતનું સંગીત અને શૌનક પંડ્યાનો અવાજ- બંને અસરદાર છે… ગીત પણ મજાનું !
શૌનકભાઇ, ધન્યવાદ.
An ideal song showing true secularism..
It’s really good..
જગજીત સિંહની “દર્દ સે મેરા દામન ભર દે યા અલ્લાહ” યાદ આવી ગઇ
રીશીતભાઈ નો અવાજ અસરકારક છે
સપના