પાંપણને સરનામે આવ્યું રેશમ તેડું !
ના પર્વત ના સાગર… હું તો સપનાં ખેડું !
ઊંડે ઊંડે એ દ્રશ્યે મૂળિયાં છે નાખ્યાં,
ગામ, કૂવો, પનિહારી, ગીતો…. છલકે બેડું
શ્વાસ – સજાવ્યા છે ને આ ઇજન પણ આપ્યું,
તું આવે તો યાદોના હું આંબા વેડું
‘હાલ-હમણાં’, ના ગોકીરાથી ત્રસ્ત નથી હું,
મોકો શોધી ગઇ – ગુજરીની સિતાર છેડું!
બોલો, ક્યાંથી ભાળ મળે મુજ મુગ્ધ પળોની?!
બે ડગલાં, મારાથી આગળ છે ભાગેડું!
રોજ કળણમાં ઊંડે ખૂંપું છું પ્રશ્નોનાં,
થાય મને : સ્વજનોનું આ ‘ઋણ’ (?) ક્યારે ફેડું?
‘બકુલેશ’ સદા દિલ્હી તુજ આઘે ને આઘે,
જીરણ, જર્જર વાહન, મારગ ને હાંકેડુ.
સુંદર ગઝલ… કાફિયાઓ જોઈને આનંદ થઈ ગયો… એકાદ ગઝલ ખાસ આ ‘વેડું’ કાફિયાના માનમાં પણ મારે લખવી જ પડશે… વાહ, કવિ ! ગઝલ અને કાફિયાઓનું નાવીન્ય જોઈ મજા પડી ગઈ…
સપનાના ખેડનાર એવા ગરવા ગુજરાતીની કલમ પર આફ્રીન!!
ખૂબ સુંદર ભાવ અને શબ્દોની અનોખી જુગલબંધી.
sorry i typed in a wrong manner thnx all 4 sendin comments. it was written a decade back in a new style popular then… but i njoyed writting xpressin in a novel way….
સર્વાંગ સુંદર ગઝલ.
સુંદર ગઝલ
૩ અને ૬ શેરો ગમ્યા
તુઁ આવે તો યાદોના આઁબા વેડુઁ !…વાહ ભૈ વાહ !
વાહ બકુલેશભઇ વાહ…..અતિ સુન્દર! બિના ત્રિવેદિ