એક જ ગીતના કેટલા બધા કોમ્પોઝિશન હોઈ શકે ? આ છે કવિના શબ્દોનો જાદુ 🙂
લો માણો વધુ એક કોમ્પોઝીશન:
સ્વર અને સ્વરાંકન : અંકુર જોશી
સ્વર અને સંગીત : કલ્પક ગાંધી
.
સ્વર : રિષભ મહેતા,ગાયત્રી ભટ્ટ
સ્વરાંકન : રિષભ મહેતા
.
સ્વર : અન્વેષા
સ્વરાંકન : નયનેશ જાની
.
સ્વર : રેખા ત્રિવેદી
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલ્બમ : સંગત
.
સ્વર : શિવાંગી દેસાઈ
સ્વરાંકન : અમર ભટ્ટ
.
સ્વર : માલિની પંડિત
સ્વરાંકન : પરેશ નાયક
.
આપી આપીને તમે પીંછું આપો, સજન!
પાંખો આપો તો અમે આવીએ….
ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા
ને એને મોગરાની કળીએ હલાવ્યા,
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી
અમે ઊંબરની કોર લગી લાવ્યાં;
આપી આપીને તમે ટેકો આપો, સજન!
નાતો આપો તો અમે આવીએ…
કાગળમાં કાળઝાળ રેતી વિંઝાય
અને લેખણમાં બેઠી છે લૂ ,
આંગળિયું ઑગળીને અટકળ થઇ જાય
અમે લખીએ તો લખીએ પણ શું?
આપી આપીને તમે આંસુ આપો, સજન!
આંખો આપો તો અમે આવીએ…
– વિનોદ જોશી
JALSO
I remember …having ENJOYED AT Ghatkopar [MUMBAI], FROM kALPAKBHAI ,DURING K.J.Somaiya,Vidhyavihar functio,” Gnansatra” happening every year around JANUARY.
5-6 years back .I think he had come from Vadodaraa.
Thanks for enhancing THAT JOY….
La’Kant Thakkar / 5-7-16.
ખુબજ સુન્દર રચના ચ્હે.શબ્દો સરસ ચ્હે.માગનિ પન સરસ રિતે દર્શાવિ ચ્હે.ગમ્યુ.
આટી સુન્દર્ હ્ર્દય શ્પર્સિ,ુ લાગ્નિ સભર બહુજ ગઅમ્યુ.
મારા પ્રિય કવિ ડોક્ટર સુરેશ દલાલ ના સંચાલનમાં,વિનોદ જોશી ના સ્વમુખે આ રચના …મુંબઈ માં કોઈ એક કાર્યક્રમ , લગભગ ભવન્સ,વર્ષો પહેલાં દિલથી માણેલી
તે ફરી પાછું જીવંત થઈ …આનંદથી સરાબોર કરી ગઈ.
તે પછી તો વિનોદ જોશીને મોરારિબાપુના – માં ..સાંભળ્યા…
આભાર “જયશ્રી+અમિત”–લા’ /૧-૪-૧૨
આપી આપી ને તમે આંસું આપો
સજન ! આંખો આપો તો અમે આવીએ…
મારો બીઍડ્.નો સમય યાદ આવી ગયો. વિવેકાનંદ બીઍડ્. કૉલેજમાં નટરાજ બ્રહ્મભટ્ટ સાહેબે લખેલ ગીત ક્રિષ્ન કનૈયો યશોદાનો છૈયો રંગે લાલમ લાલ રે કે ફાગણ આયો રે આપની પાસે હોય તો સંભળવજો. 1994માં ગુજ.યુનિ.ના યૂથ ફેસ્ટિવલમાં અમે ઈનામ મેળવ્યું હતું.
બહુ સરસ ગીત મજા આવી ગઈ
…આપી આપી ને તમે ટેકો આપો
સજન ! નાતો આપો તો અમે આવીએ…
My favorite lines..
Dear Jaishree, mane galatfahmi hati aa song Vinodjoshi nu j che mari pase cd che tema Vinodjoshi nu naam chhe. I AM SO SORRY, aapi aapi ne… dil khush thai gau Vinodjoshgi ni badhij rachna ao dil ne touch kari jay chhe.bahuj sarad bhasha man GHANUBADHU KAHI JAY CHHE.Thankyou Jaishree, sada khush raho.
સખેી મારો સાહ્ય્બો સુતો – આ રચના પોસ્ટ કરવાનેી વેીનતેી.
I AM NOT ABLE TO LISTEN THIS SONG AND I WANT TO LISTEN THIS SONG PLEASE …………
I am very very happy listning this song
જલસો………………….
It was a pleasant surprise to see the song posted on Tahuko.com! Thanks, Jayshriben! And thanks to all who have listened to the song. You may visit my web site http://www.kalpakgandhi.com.
અરે આવો તે અન્યાય ચાલે…..હસ્યો હુ અને ખન્જન તમરા ગાલે…
‘‘ઉઝરડા’’ બરોબર છે
SORRY But whole song is not full playing ! someprblem , please restore it.
અદભુત્………………………
Jayshree ,
please try to put all songs of amarBhatt and Anar Kathiyara.
અદ્ભુત રચના. જલસો પડેી ગયો.
‘ઉઝરડા’ નહિ પણ્ ‘ઉજાગરા’ હોવુ જોઈએ.
સુન્દર કૃતિ!
“આવે મળવા ત્યારે,
સાગરની લહેરો તારી પાંખમાં હોય,
દરિયાની ભરતી તારી આંખમાં હોય!”
આભાર.
આ ક્રુતિ ખરેખર સારી છે, વાંચવી અને સાંભળવી ગમે છે. વાંચીને આનંદ થયો.
જયશ્રી,
વસંતના વધામણા બહુ સુન્દર રીતે કર્યાછે.આ ઋતુમા કુદરત શૃંગાર કરે છે અને માનવીના હૈયામા પ્રણયના ભાવ જગાડે છે,અને કવિ હ્રદય ઉઘડે છે પોતાના મનોભાવ વ્યક્ત કરવા.બધા ગીત સુન્દર મૂક્યા છે આ ગીતમા પણ કલ્પક ગાંધીએ સ્વર અને સંગીત સરસ આપ્યા છે.અભિનંદન
દિનેશ ગુસાણી
અતિ સુન્દર !
સુધારો… લેખણ માં બેઠી છે લૂ.. અતિ સુંદર
આભાર
બહુ સરસ !
સુંદર ગીત ને નવો જ પણ નક્કોર અવાજ….મજા પડી ગઈ!
પાંખો, નાતો અને આંખો ની અપેક્ષા નું સૂરીલું ગુંજન. ❤