એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે – મહેશ શાહ

એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે……

સ્વર : સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

આસ્વાદ : તુષાર શુક્લ
સ્વર : વૃંદ
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
સંગીત સંચાલન : શ્યામલ – સૌમિલ મુનશી
આલ્બમ : મોરપિચ્છ

એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે ગોકુળિયે ગામ નહિ આવું,
જમનાનાં વ્હેણમાંથી પાણી લઇ મૂકો કે મુરલીની તાન નહિ લાવું.

જમનાને તીર તમે ઊભા તો એમ જાણે ઊભો કદમ્બનો પ્હાડ,
લીલેરી લાગણીઓ ક્યાંય ગઇ ઓસરીને રહી ગઇ વેદનાની વાડ,
ફૂલની સુવાસ તણા સોગન લઇ કહી દો કે શમણાંને સાદ નહિ આવું.

આટલી અધીરતા જવામાં છે કેમ જરા એક નજર ગાયો પર નાખો,
આખરી યે વાર કોઇ મટુકીમાં બોળીને આંગળીનું માખણ તો ચાખો,
એકવાર નીરખી લે ગામ પછી કહી દો કે પાંપણને પાન નહિ આવું.

– મહેશ શાહ

9 replies on “એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે – મહેશ શાહ”

  1. jayshree ben,

    Its one more pearl in the great collection of PU.

    Can you recheck both link? It plays same song, and looks like 1st link is correct, but the 2nd link from ‘morpichh’ album, plays the smae song.

    would be great, if could listen the song in 2 different voices.

    thanks

  2. રાધાને કૃષ્ણ જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા….

  3. There are so many things of temptation which cannot be separated

    from shyam of Gokul – beautifully described. Thanks jayshreeben.

  4. રાધાને કૃષ્ણ જન્મદિવસ નજીક આવી રહ્યો છે ત્યારે શ્યામ વિના એકલડુ લાગે એ સહજ છે,
    આપનો આભાર……….

  5. તારા વિના શ્યામ એકલડુ લાગે, રાસ રમવાને વહેલો આવજે.

  6. ઃ) thank you Jayshreeben. મારા ભરતનાટ્યમ ના વર્ગ મા આ ગીત ઉપર અમે પદમ રચેલુ તે આ સામ્ભળતા તરત આખુ નજર સામે આવી જાય છે બધા જ સ્ટેપ્સ સાથે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *