સ્વર – મેઘધનુષ આલ્બમના બાળ કલાકારો
તું અહીંયાં રમવા આવ મઝાની ખિસકોલી
તું દોડ તને દઉ દાવ મઝાની ખિસકોલી
તું કેવી હસે ને રમે મઝાની ખિસકોલી
તારા કૂદકાતો બહુ ગમે મઝાની ખિસકોલી
તું જ્યારે ખિલખિલ ગાય મઝાની ખિસકોલી
તારી પૂંછડી ઊંચી થાય મઝાની ખિસકોલી
તારે અંગે સુંદર પટા મઝાની ખિસકોલી
તારી ખાવાની શી છટા મઝાની ખિસકોલી
તું ઝાડે ઝાડે ચડે મઝાની ખિસકોલી
કહે કેવી મઝા ત્યાં પડે મઝાની ખિસકોલી
બહુ ચંચળ તારી જાત મઝાની ખિસકોલી
તું ઉંદરભાઈની નાત મઝાની ખિસકોલી
તું અહીંયાં રમવા આવ મઝાની ખિસકોલી
તું દોડ તને દઉ દાવ મઝાની ખિસકોલી
પહેલા ગુજરાતી માં આવા ગીતો ગાઇને શિખતા. આજે ૨ વર્ષ નો મારો પૌત્ર મને દરરોજ ગવરાવે છે અને મને પણ બાલપણ નજર સામે તરે છે.
બહુજ સુન્દર બાલગિત મજા આવિ
ઘણુજ સરસ અને મઝાનું આ ગીત આજે અહિં જોઈ મન આનન્દિત થઈ ગયું. આ ગીત અમારા પ્રાઈમરીનાં અભ્યાસક્રમમાં આવતું હતું અને અમારા મોહન માસ્તર સાહેબે હાથની હથેળીમાં ફૂટપટ્ટી મારી મારી ને ગોખાવેલું – અને મને હજુ આ ગીત કંઠસ્ત છે. બચપણ ફરી જીવતું થયું.
આ ખીસકોલી ની એક વાત જે બાળકોને મજા આવે તેવી છે તે હું અત્રે આલેખું છું. કેવી લાગી તે જણાવશોજી.
ખીસકોલી નાં શરીર ઉપર પટ્ટા કેમ હોય છે તે આપ જાણૉ છો ? તો આનો જવાબ હું એક વાર્તાનાં રૂપમાં હવે પછી ની મારી કોમેન્ટમાં આપીશ. તો PLEASE આવતી કાલ સુધી રાહ જુઓ – જોશો ને ?
પુષ્પકાન્ત તલાટી.
સૌનું વહાલસોયું અજરામર ગીત…
aajnaa English medium maa bhantaa baalako aa git thi parichit hashe ?
અમારા કે અમારા બાળકોના જમાનામાં તો આ ગીત નહોતું, પણ અમારા પૌત્રોના સમયમાં આવી ગયું હતું અને અમારા તો ઠીક, બધા બાળકોનું માનીતું ગીત, કારમાં-ઘરમાં ટેપ રેકોર્ડર ઉપર વારંવાર સાંભળતાં. મેઘધનુષની કેસેટમાં વારંવાર સાંભળવું ગમે તેવું સરસ ગીત છે.
સરસ બાળગીત, પૌત્રને પણ આનદ કરાવી શક્યો, આપનો આભાર…………
આ બાળગીત સામ્ભળવાની બહુ મઝા આવી. અને તે પણ એક બાળકના સ્વરમા ગવાયુ એટ્લે વિશેશ.
wahhh… roj ghare avti khisakoline joine aa geet gaati pan akhi nahoti yaad… maja avi gai… balpan yaad aavi gayu… thax… chadiyo pan gavanu game… evi ghani kavitao aa umare pan gavanu game chhe..